/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/manipur-violence-.jpg)
manipur violence between meiteis kuki
(દીપ્તિમાન તિવારી) Manipur meiteis kuki violence: મણિપુરમાં ભડકેલી સામુદાયીક હિંસાથી જાહેર જનતા ઉપરાંત સુરક્ષા કર્મીઓએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હિંસાગ્રસ્ત મણિપુરમાં તૈનાત આસામ રાઈફલ્સની લગભગ સાત બટાલિયન છેલ્લા 18 દિવસથી રાશન મેળવી શકી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેઇતેઈ સમુદાયના લોકોએ તે તમામ રોડ-રસ્તાઓ બંધ કરી દીધા છે જ્યાંથી રાશનની સપ્લાય થવાની હતી. મેઇતેઇ સમુદાય આસામ રાઈફલ્સનો વિરોધ કરે છે અને એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આસામ રાઈફલ્સ ચાલી રહેલા સંઘર્ષમાં કુકી સમુદાયની તરફેણ કરી રહી છે.
આસામ રાફાઇલ્સ પર ગંભીર આક્ષેપો
મેઇતેઇ સમુદાયે આસામ રાઇફલ્સના સૈનિકો પર કુકી સમુદાયનું પ્રભુત્વ ધરાવતા પહાડી વિસ્તારોમાં ગેરકાયદેસર અફીણની ખેતીને મદદ કરવાનો આરોપ મૂક્યો હતો, મ્યાનમારથી કુકી-ચીન આદિવાસીઓના "ગેરકાયદેસર સ્થળાંતર" તરફ આંખ આડા કાન કર્યા હતા અને ગયા મહિને સંઘર્ષના શરૂઆતના દિવસોમાં મેઇતેઈ ગામોને આગથી બચાવવા કોઇ ખાસ કામગીરી ન કરવાનો આરોપ છે.
આસામ રાઇફલ્સનું શું કહેવુ છે?
આસામ રાઇફલ્સના એક અધિકારીનું કહેવુ છે કે, મેઇતેઇ સમુદાય અમારી ઉપર કુકી સમુદાયનો પક્ષ લેવાનો આરોપ મૂકે છે અને કહે છે કે અમે તમારી ટ્રેકો અહીંથી પ્રસાર થવા દઇશું નહીં. અમારો ઘણો બધો રાશન સડી ગયો છે. અમારી માટે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/image-145.png)
અધિકારીએ કહ્યું કે, એવું ઘણી વખત બન્યું છે જ્યારે CRPF ના રેપિડ એક્શન ફોર્સ (RAF) એ રોડ-રસ્તાઓ પર મૂકેલી અડચણોને તોડવા માટે બળનો ઉપયોગ કર્યો હોય અને ત્યારબાદ પાંચ કિલોમીટર આગળ પર ફરી એક નવો અવરોધ જોવા મળ્યો હોય. આખરે, અમે પણ કેટલો બળપ્રયોગ કરી શકીએ?
સુત્રોના મતે નેશનલ હાઇવ - NH2ને કુકી સમુદાયના લોકોએ બંધ કરી રાખ્યો છે, આ એક અત્યંત મહત્વપૂર્ણ રાજમાર્ગ છે જ્યાંથી રાશન પહોંચાડવામાં આવે છે. અલબત્ત, અસમ રાઇફલ્સના ટ્રકોને ત્યાંથી પસાર થવાની મંજૂરી છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે ટ્રકો સિગ્માઈ (મેઈતેઇના વિસ્તાર) પહોંચે છે. સુત્રોએ જણાવ્યું કે આ સમુદાયની મહિલાઓ રસ્તા રોકીને બેઠી છે.
આ પણ વાંચો- સેનાની ત્રણે પાંખોમાં 1.55 લાખ કર્મચારીઓની અછત, જાણો કયા ફોર્સમાં છે સૌથી વધારે વેકેન્સી
જો રાશન વહન કરતી ટ્રકો કોઈક રીતે ઈમ્ફાલ પહોંચે તો પણ તેને દક્ષિણ મણિપુર લઈ જવી મુશ્કેલ બની જાય છે, જેમાં ચુરા ચાંદપુર, ટેગનોપોલ અને ચંદેલ જિલ્લાઓનો સમાવેશ થાય છે, કારણ કે ટ્રકો બિષ્ણુપુર અને મોઈરાંગ ખાતે રોકાઈ છે.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us