મણિપુરમાં ગુરુવારે બિષ્ણુપુર જિલ્લામાં ત્રોંગ્લોબીમાં સુરક્ષા દળો અને શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. જેમાં પોલીસના એક કમાન્ડોનું મોત નીપજ્યું હતું. પાંચ અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પૂર્વી જિલ્લાના પુખાઓ વિસ્તારમાં ગત દિવસોમાં થયેલી અથડામણ બાદ થઈ હતી. જેમાં અસમ રાઇફલ્સનો એક જવાન ઘાયલ થયો હતો. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આંકડા પ્રમાણે કટેલાક સપ્તાહથી જાતીય હિંસામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પોલીસની ટીમ પેટ્રોલિંગ પર હતી ત્યારે જ શંકાસ્પદ આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું
રિપોર્ટથી સંકેત મળી રહ્યા છે કે જ્યારે પોલીસ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે જ શંકાસ્પદ આતંકવાદીઓએ તેમના ઉપર અંધાધુંધ ફાયરિંગ શરુ કર્યું હતું. ઘાયલોને ઇન્ફાલની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક પોલીસ કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
મણિપુરના શિક્ષા મંત્રીએ ઘટનાની પુષ્ટી કરતા કહ્યું હતું કે સવારે સાત વાગ્યે ગોળીબારી થઈ હતી. તેમને આશા વ્યક્ત કરી હતી કે આ ઘટનામાં ઉગ્રવાદી પણ ઘાયલ અથવા માર્યા ગયા હશે.
આ પણ વાંચોઃ- નવીન પટનાયકે વિપક્ષને આપ્યો ઝટકો, પીએમ મોદી સાથે મુલાકાત પછી કહ્યું – 2024માં એકલા લડશે ચૂંટણી
મણિપુર પોલીસ અને અસમ રાઇફલ્સે ઇન્ફાલના આસપાસના વિસ્તારોમાં સશસ્ત્ર બદમાશો અને સુરક્ષા દળો વચ્ચે સતત થઈ રહેલા ફાયરિંગને ગંભીરતાથી લઇને સસ્પેન્શન ઓફ ઓપરેશન સમજૂતી અંતર્ગત ઉગ્રવાદીઓના નામિત શિબિરોનું નિરીક્ષણ શરુ કર્યું છે. રાજ્ય દળ અને અસમ રાઇફલ્સે સસ્પેન્શ ઓફ ઓપરેશન અંતર્ગત ઉગ્રવાદી શિવિરોનું નિરીક્ષણ શરુ કર્યું છે. મણિપુરના શિક્ષા મંત્રી થ બસંતા સિંહે કહ્યું કે શિબિરોમાં રાખવામાં આવેલા સશસ્ત્રના સત્યાપનની પ્રક્રિયા પણ શરુ થઈ હતી.