દિલ્હીની કેજરીવાલ સરકારના નેતા મનિષ સિસોદિયાને કથિત દારૂનીતિમાં ભ્રષ્ટાચાર મામલે સીબીઆઇ દ્વારા રવિવારે ધરપકડ બાદ આજે દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઇએ અદાલત સમક્ષ મનિષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. અદાલતે આ માંગણીને ધ્યાનમાં રાખી મનીષ સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલ્યા છે.
4 માર્ચ સુધી કસ્ટડીમાં, સિસોદિયા તપાસમાં સહયોગ આપતા નથી – CBIનો આક્ષેપ
દિલ્હીના લિકર એક્સાઇઝ પોલિસી કેસમા ભ્રષ્ટાચારના આરોપ હેઠળ આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સીબીઆઇએ રવિવારે ધરપકડ કર્યા બાદ આજે તેમને દિલ્હીના રાઉજ એવન્યૂ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
કોર્ટ સમક્ષ સિસોદિયાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરતા સીબીઆઇએ જણાવ્યુ કે મનિષ સિસોદિયા તપાસમાં સહકાર આપ રહ્યા નથી.આની પૂર્વે સીબીઆઇએ મનિષ સિસોદિયાની આઠ કલાક સુધી પુછપરછ કરી હતી.
આ પણ વાંચો : મનીષ સિસોદિયાની CBI દ્વારા ધરપકડ, 10 પોઇન્ટમાં સમજો આ કેસમાં અત્યાર સુધી શું થયું?