AAP sting Video: એમસીડી ચૂંટણીને લઇને બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ આપ નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સહયોગી મુકેશ ગોયલ પર મોટો આરોપ લગાવ્યો છે. બીજેપીએ એક સ્ટિંગ વીડિયો જાહેર કરીને મુકેશ પર જેઈ પાસેથી એક કરોડ રૂપિયા લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે મુકેશ એક કરોડ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે.
મુકેશ ગોયલ દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં બોર્ડ નંબર 15માં આદર્શ નગરથી ચૂંટણી લડી રહ્યો છે. પાત્રાએ સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કર્યો છે. આ દરમિયાન સંબિત પાત્રાએ કહ્યું કે કટ્ટર ભ્રષ્ટ પાર્ટીના કટ્ટર ભ્રષ્ટ નેતા મુકેશ ગોયલ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી છે. તેનું આ સ્ટિંગ સામે આવ્યું છે.
સંબિત પાત્રાએ કહ્યું કે મુકેશ ગોયલ એમસીડીના એ નેતા છે અને અરવિંદ કેજરીવાલ પણ તેમની પાસેથી સલાહ લેશે. એમસીડી સાથે જોડાયેલ કોઇ મામલામાં તેમની સલાહ વગર કેજરીવાલ કોઇ નિર્ણય લેતા નથી. મુકેશની સહમતિ પછી જ આપે એમસીડી ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ નક્કી કર્યા હતા.
આ પણ વાંચો – PM મોદીએ કહ્યું – ‘આતંકીઓ ઘર સુધી આવે તેની રાહ ન જોઈએ’, જાણો 10 વાતો
આપ ઠગોને ઠગનારી પાર્ટી છે – સંબિત પાત્રા
પાત્રાએ આરોપ લગાવ્યો કે આખીને આખી આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને આપ ઠગોને ઠગનારી પાર્ટી છે. દિલ્હી સરકારના દરેક પેડ પર ભ્રષ્ટ ઉલ્લુ બેઠો છે. તો તમે સમજી શકો છો કે અંજામ શું થશે.
સંબિત પાત્રાએ સ્ટિંગ દેખાડતા પહેલા કહ્યું કે તમે પોતે જ તે નેતાના મોઢેથી સાંભળો કે તે કેવી રીતે અફસર પાસે પૈસા માંગી રહ્યો છે અને કહી રહ્યો છે કે દિવાળી છે. મોટા-મોટા લોકોને અમારે ગિફ્ટ આપવાની છે.. હું ક્યાંથી આટલી મોટી ગિફ્ટ આપીશ. બીજેપી નેતાના મતે મુકેશ ગોયલે અફસર પાસે માંગ કરી હતી કે 20-25 કે 50 લાખ નહીં પણ મિનિમમ પ્રાઇસ (એક કરોડ રૂપિયા) લઇને આવજે અને મિનિમમ પ્રાઇસ લઇને ના આવ્યા તો અધિકારીનું ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
આપના નેતાએ કહ્યું- માનહાનિનો કેસ કરીશ
આ આરોપો પર મુકેશ ગોયલે કહ્યું કે તે માનહાનિનો કેસ કરશે. તેણે સ્ટિંગને નકલી અને ફર્જી ક્લિપ ગણાવી છે અને કહ્યું કે બીજેપી ખરાબ હરકતો પર ઉતરી આવી છે. મુકેશ ગોયલે કહ્યું કે તેણે 25 વર્ષ સુધી નિગમના ઘણા પદ પર કામ કર્યું પણ આજ સુધી કોઇ આરોપ લાગ્યો નથી.