મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં પરિણામો પછી જ્યાં લાગી રહ્યું હતું કે ભાજપ સમર્થિત મેઘાલયના મુખ્યમંત્રી અને એનપીપી પાર્ટીના ચીફ કોનરાડ સંગમા આસાનીથી સરકાર બનાવી લેશે. જોકે હવે આ આસાન લાગી રહ્યું નથી. જોકે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને સીએમ કોનરાડ સંગમાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે અને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. પણ બીજી તરફ મુકુલ સંગમાના નેતૃત્વમાં તૃણમુલ કોંગ્રેસ પણ સરકાર બનાવવાની રેસમાં જોવા મળી રહી છે. મેઘાલયમાં સત્તાની ખુરશી માટે લડાઇ હવે રસપ્રદ જોવા મળી રહી છે. આ લડાઇમાં એક તરફ બીજેપી સમર્થિત સંગમા છે તો બીજી તરફ ટીએમસીના સંગમા છે.
કોનરાડ સંગમાનો દાવો
મેઘાલયના મુખ્યમંત્રી અને એનપીપી પાર્ટીના ચીફ કોનરાડ સંગમાએ રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે 32 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જોકે કોનરાડ સંગમાએ એ જાહેર કર્યું નથી કે તેમના પોતાની પાર્ટીના 26 ધારાસભ્યો અને ભાજપના 2 ધારાસભ્યો સિવાય કયા એમએલએનું સમર્થન છે.
કોનરાડ સંગમાએ રાજભવન જતા પહેલા એક પ્રેસ કરી અને કહ્યું કે અમારી પાસે સ્પષ્ટ બહુમત છે. તેમણે કહ્યું કે બીજેપી અમને પહેલા જ સમર્થન આપી ચુકી છે અને કેટલીક પાર્ટીઓ પણ પોતાનું સમર્થન આપી રહી છે.
મુકુલ સંગમાનો દાવો
તૃણમુલ કોંગ્રેસે રાજ્યમાં પાંચ સીટ મેળવી બધાને ચોંકાવી દીધા છે. કોંગ્રેસનો સાથ છોડીને ટીએમસીમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાએ એ સંકેત આપ્યો છે કે તે રાજ્યમાં સરકાર બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. મુકુલ સંગમાએ ચૂંટણીના પરિણામોને લઇને કહ્યું કે રાજ્યની જનતાએ ખંડિત જનાદેશ આપ્યો છે. આ જનાદેશ બદલાવ માટે છે. બાકી રાજનીતિક દળોએ સમજવું જોઈએ કે આ જનાદેશ સાથે લોકોની ભલાઇ માટે એક સાથે આવે અને કામ કરવાની જવાબદારી પણ આવે છે.
આ પણ વાંચો – ત્રિપુરામાં મહિલા મુખ્યમંત્રી બનાવવા પર વિચાર, શું પ્રતિમા ભૌમિકનો સિતારો ચમકશે?
મુકુલ સંગમાએ કહ્યું કે અમે એક ગઠબંધન તૈયાર કરી રહ્યા છીએ. જોકે આ ગઠબંધનનું નામ હાલ નક્કી નથી. ભાજપા અને એનપીપી સિવાય અન્ય દળ ભેગા થઇ રહ્યા છે અને અમે સરકાર બનાવવાનો પ્રયત્ન કરીશું. આ નિવેદન વિપક્ષી દળોની બેઠક પછી આપ્યું છે. બીજેપી અને એનપીપીને છોડીને બધી પાર્ટીઓ અહીં હતી. બધા પક્ષ અમારા પર જવાબદારીઓ પ્રત્યે સંવેદનશીલ છે. અમે જનાદેશ સાથે આવનાર પોતાની જવાબદારીઓ પ્રત્યે જાણીએ છીએ.
ટીએમસીને આ ચૂંટણીમાં પાંચ સીટો મળી છે. જ્યારે યૂડીપીને 11 સીટો મળી છે. આ સિવાય વોઇસ ઓફ પીપુલ્સ પાર્ટીને 4 સીટ, HSPDP અને પીડીએફે 2-2 સીટો મળી છે. અપક્ષોને પણ 2 સીટો મળી છે.
યૂડીપી અધ્યક્ષ મેટબાહ લિંગદોહનું નિવેદન
યૂડીપી અધ્યક્ષ મેટબાહ લિંગદોહે કહ્યું કે મેં તે બધા રાજનીતિક દળોનો સપંર્ક કર્યો છે જે એનપીપી અંતર્ગત નવી સરકારનો ભાગ બનવા માંગતા નથી. તેમને લાગ્યું કે બધા નવા સભ્યોએ બેસવું જોઈએ અને જોવું જોઈએ કે અમે બહુમત સાથે છીએ કે નહીં. તો મેં તેમને આમંત્રિત કર્યા. અહીં 21 ધારાસભ્ય હાજર હતા.