લિઝ મૈથ્યુ : ભાજપ ત્રિપુરામાં 32 સીટો જીતીને ફરી સરકાર બનાવશે. ફરી ચૂંટણી જીત્યા પછી ભાજપા માટે આગામી મોટો સવાલ તેમના નેતૃત્વ વિશે છે. જોકે ચૂંટણી પહેલા પાર્ટીએ સાર્વજનિક રુપથી સ્વીકાર કર્યો કે વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહા તેમના સીએમ ચહેરો છે. આમ છતા અટકળો કરવામાં આવી રહી છે કે પાર્ટી હવે તેની સમીક્ષા કરી શકે છે. કારણ કે ચૂંટણી પુરી થઇ ગઇ છે.
તો ચમકી શકે છે કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનો સિતારો
ભાજપના સૂત્રોએ કહ્યું કે રાષ્ટ્રીય નેતૃત્વ વર્તમાનમાં કેન્દ્રીય અધિકારિતા અને સામાજિક ન્યાય રાજ્ય મંત્રી પ્રતિમા ભૌમિકને રાજ્યમાં શીર્ષ પદ પર નિયુક્ત કરવા પર વિચાર કરી રહ્યું છે. જેથી લોકસભા ચૂંટણી પહેલા પૂર્વોત્તર ક્ષેત્ર સાથે-સાથે આખા દેશમાં યોગ્ય સંદેશો મોકલી શકે. પાર્ટીના એક અંદરના સૂત્રોએ કહ્યું કે જોકે આ તાત્કાલિક કરી શકાય નહીં. આ ફેરફાર પછી થઇ શકે છે કારણ કે વર્તમાન મુખ્યમંત્રી માણિક સાહાએ પાર્ટીને જીત અપાવી છે. જો પ્રતિમા ભૌમિકને ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તે પૂર્વોત્તરના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનશે.
પીએમ મોદીના સંદેશા પછી મહિલાઓનો બીજેપીમાં વિશ્વાસ વધ્યો
પ્રતિમા ભૌમિકને સીએમ બનાવવાની સંભાવના વિશે પૂછવા પર ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે તેનાથી ઇન્કાર કરી શકાય નહીં. જો કેન્દ્ર સરકાર માણિક સાહાને નિયુક્ત કરવાનો નિર્ણય કરે છે તો આ પગલાને પાછળ ટાળી શકાય છે. ભાજપા પ્રતિમા ભૌમિકને ત્રિપુરાના મુખ્યમંત્રી નિયુક્ત કરવા પર વિચાર કરી રહી છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશા પછી ભાજપ પોતાના સમર્થનના આધારના રુપમાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિને આગળ વધારી રહી છે.
આ પણ વાંચો – વિધાનસભા ચૂંટણી પરિણામ: ભાજપ માટે રાહત – કોંગ્રેસ મુશ્કેલીમાં, રાજકારણ માટે ટોચના 5 મેસેજ
ત્રિપુરામાં પુરુષોના મુકાબલે મહિલાઓએ કર્યું વધારે વોટિંગ
પ્રતિમા ભૌમિક ભારત-બાંગ્લાદેશ સરહદની નજીક ધનપુર ગામના ખેડૂત પરિવારમાંથી આવે છે. આદિવાસી બહુલ નિર્વાચન ક્ષેત્રોમાં ઝટકા પછી મહિલા મતદાતાઓએ ત્રિપુરામાં ભાજપાની સત્તામાં વાપસીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચૂંટણી પંચના આંકડાથી ખબર પડે છે કે આ વર્ષે મહિલાઓએ પુરુષોની સરખામણીમાં વધારે મતદાન કર્યું છે. આંકડા પ્રમાણે પુરુષોના 86.12 ટકાના મુકાબલે 89.17 ટકા મહિલાઓએ મતદાનમાં ભાગ લીધો હતો.
મહિલાઓના જીવનમાં ફેરફાર માટે ઘણી જરૂરી પહેલ
ભાજપ સરકારે ત્રિપુરામાં મહિલાઓના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવવા માટે ઘણા કાર્યક્રમો અને પહેલાની એક શ્રેણી શરુ કરી છે. તેમાં રાજ્ય સરકારે બધી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત સામેલ છે. મહિલાઓ સુધી પહોંચવા માટે સરકારે મહિલાઓની સામે હિંસાને ખતમ કરવામાં પ્રભાવી હસ્તક્ષેપ નક્કી કરવા સ્વાસ્થ્ય અને પોષણ સાથે શિક્ષા અને આર્થિક ક્ષેત્રમાં પણ પહેલ કરી અને કાર્ય યોજના પણ બનાવી હતી.
ત્રિપુરાના ધનપુર વિસ્તારનો રાજનીતિક ઇતિહાસ
ત્રિપુરાના એક પાર્ટી નેતાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના સંદેશાને આગળ લઇ જવા માટે પાર્ટી નેતૃત્વ ત્રિપુરામાં એક મહિલા મુખ્યમંત્રી પર વિચાર કરી શકે છે. પ્રતિમા ભૌમિકે ધનપુર લોકસભા સીટ પરથી 3500 મતોથી જીત મેળવી હતી. આ વિધાનસભા સીટનો મુખ્યમંત્રીઓ સાથે પણ ઇતિહાસ રહ્યો છે. માર્ક્સવાદી નેતા માણિક સરકાર આ વિધાનસભાથી પાંચ વખત ચૂંટાયા હતા. 2018માં પણ માણિક સરકાર ત્યાંથી ચૂંટણી જીતીને વિપક્ષના નેતા બન્યા હતા.