Nagaland, Meghalaya, Tripura Election 2023 Result : ત્રિપુરા, નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધનની વાપસી, NPP મેઘાલયમાં સૌથી મોટી પાર્ટી બની

Tripura, Nagaland, Meghalaya Assembly Polls 2023 Result: પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ફરી સરકાર બનાવશે, મેઘાલયમાં બીજેપીને ફક્ત 2 બેઠકો જ મળી

Tripura, Nagaland, Meghalaya Assembly Polls 2023 Result: પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ ફરી સરકાર બનાવશે, મેઘાલયમાં બીજેપીને ફક્ત 2 બેઠકો જ મળી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Tripura Election Result 2023 | Nagaland Election 2023 Result | Meghalaya Assembly Election Result 2023

Tripura, Nagaland, Meghalaya Election Result: મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણા

Tripura, Nagaland & Meghalaya Assembly Election 2023 Result News Updates: પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપી સરકાર બનાવશે. જ્યારે મેઘાલયમાં એનપીપી સૌથી મોટી પાર્ટી બની છે. જોકે તેને બહુમતી મળી નથી.

Advertisment

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી: BJP-IPFT ગઠબંધનને પૂર્ણ બહુમત

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 વિધાનસભા સીટોના પરિણામ સામે આવી ગયા છે. રાજ્યમાં બીજેપી ફરી સરકાર બનાવશે. બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ત્રિપુરામાં બીજેપીએ 32 સીટો પર જીત મેળવી છે. બીજેપીની સહયોગી IPFTએ 1 સીટ પર ચૂંટણી જીતી છે. ત્રિપરા મોથા પાર્ટીએ બધાને ચોંકાવતા 13 સીટો પર જીત મેળવી છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (એમ)ને 11 બેઠકો, કોંગ્રેસને 3 બેઠકો મળી છે.

નાગાલેન્ડમાં એનડીપીપી-બીજેપી ગઠબંધનની સરકાર

નાગાલેન્ડ વિધાનસભાની 60 સીટોના પરિણામ જાહેર થઇ ગયા છે. રાજ્યમાં બીજેપી ગઠબંધન ફરી સરકાર બનાવશે. બીજેપી અને નેશનાલિસ્ટ ડેમોક્રેટિવ પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) વચ્ચે ગઠબંધન છે. એનડીપીપીને સૌથી વધારે 25 બેઠકો મળી છે. બીજેપીને 12 બેઠકો મળી છે. એનસીપીને 7 બેઠકો મળી છે. આ સિવાય નેશનલ પીપલ્સ પાર્ટીને 5, લોક જનશક્તિ પાર્ટીને (રામ વિલાસ) 2, નાગા પીપલ્સ ફ્રન્ટને 2, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાને(આઠવલે) 2, જનતાદળ યુનાઇડેટને 1 અને અપક્ષોને 4 બેઠકો મળી છે. નાગાલેન્ડમાં કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી.

Tripura Election 2023 Result: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની આજે મતગણતરી, કોની બનશે સરકાર?

Advertisment

Meghalaya Election 2023 Result: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?

Nagaland Election 2023 Result: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી પરિણામ, કોની બનશે સરકાર?

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં એનપીપી સૌથી મોટી પાર્ટી

મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. એનપીપીએ 26 સીટો પર જીત મેળવી છે. સરકાર બનાવવા માટે 31 સીટોની જરૂર છે. યૂનાઇટેડ ડેમોક્રેટિવ પાર્ટી 11 સીટો જીતી બીજા ક્રમે રહી છે. તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસે 5-5 સીટ પર જીત મેળવી છે. બીજેપીને 2 જ બેઠકો મળી છે. આ સિવાય વોઇસ ઓફ ફ પીપલ્સ પાર્ટીએ 4, પીપલ્સ ડેમોક્રેટિવ ફ્રન્ટે 2, એચએસપીડીપીને 2 અને અપક્ષોએ 2 બેઠકો પર જીત મેળવી છે.

  • Mar 02, 2023 23:06 IST

    ટિપરા મોથાના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર માણિક્યે કહ્યું - સીપીએમ કે કોંગ્રેસ સાથે બેસીશું નહીં

    ત્રિપુરામાં ટિપરા મોથાએ 13 સીટો પર જીત મેળવી છે. ટિપરા મોથાના અધ્યક્ષ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ આ પ્રદર્શન પર કહ્યું કે બે વર્ષ જૂની પાર્ટી લોકોના આશીર્વાદથી ત્રિપુરામાં બીજી સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. અમે ભલે થોડા પાછળ રહ્યા હોય પણ 0-13થી આગળ વધવુ અમારા માટે મોટી વાત છે. અમે બીજી સૌથી મોટી પાર્ટી છે તેથી અમે રચનાત્મક વિપક્ષમાં બેસીશું પણ સીપીએમ કે કોંગ્રેસ સાથે બેસીશું નહીં.



  • Mar 02, 2023 21:45 IST

    પૂર્વોત્તરમાં પ્રચંડ જીત પછી પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- નોર્થ ઇસ્ટ હવે ના દિલથી દૂર છે અને ના દિલ્હીથી દૂર

    https://gujarati.indianexpress.com/national-news/pm-narendra-modi-addresses-bjp-headquarter-delhi-after-assembly-elections-results-2023-tripura-nagaland-meghalaya/64945/



  • Mar 02, 2023 21:16 IST

    મેઘાલયની ચૂંટણીમાં કોંગ્રેસની આશા ઠગારી નીવડી, તેમનો મુખ્ય ચહેરો વિન્સેન્ટ પાલા પણ હારી ગયા

    https://gujarati.indianexpress.com/national-news/meghalaya-election-2023-result-congress-hopes-dashed-its-face-vincent-pala-goes-down/64903/



  • Mar 02, 2023 19:55 IST

    કોનરાડ સંગમાએ સરકાર બનાવવા માટે અમિત શાહ પાસે સમર્થન માંગ્યું - હિમંત બિશ્વ શર્મા

    અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્માએ કહ્યું કે મેઘાલયના મુખ્યમંત્રી અને નેશનલ પીપુલ્સ પાર્ટીના પ્રમુખ કોનરાડ સંગમાએ પર્વતીય રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પાસે આશીર્વાદ માંગ્યા છે. તેમણે એ પણ કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીની મેઘાલય યૂનિટને રાજ્યમાં સરકારના ગઠનમાં એનપીપીનું સમર્થન કરવાની સલાહ આપી છે.



  • Mar 02, 2023 19:07 IST

    નોર્થ ઇસ્ટમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર બીજેપીએ પ્રહાર કર્યો

    નોર્થ ઇસ્ટમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર બીજેપીએ પ્રહાર કર્યો છે. બીજેપીના વરિષ્ઠ નેતા અમિત માલવીયએ ટ્વિટ કરતા કહ્યું કે મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં કોંગ્રેસના પરાજયનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને જવો જોઈએ.



  • Mar 02, 2023 18:10 IST

    ત્રિપુરા ચૂંટણી પરિણામ 2023 : ભાજપને સાધારણ બહુમતી મળતાં ટીપ્રા મોથાની કિંગમેકર બનવાની આશા ધૂંધળી

    https://gujarati.indianexpress.com/national-news/tripura-election-2023-result-bjp-won-tipra-motha-kingmaker/64870/



  • Mar 02, 2023 17:54 IST

    Tripura Elections: BJP-IPFT ગઠબંધનને પૂર્ણ બહુમત

    ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 વિધાનસભા સીટોમાંથી 59ના પરિણામ આવી ગયા છે. પરિણામ પ્રમાણે રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. ત્રિપુરામાં બીજેપીએ 31 સીટો પર જીત મેળવી છે જ્યારે 1 સીટ પર આગળ ચાલી રહી છે. બીજેપીની સહયોગી IPFT 1 સીટ પર ચૂંટણી જીતી છે.



  • Mar 02, 2023 17:07 IST

    Election Result 2023: અમારી ત્રિમૂર્તિ પર લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ - જ્યોતિરાદિત્ય સિંધિયા

    મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની ચૂંટણીઓ પર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લોકોની આસ્થા અને આશીર્વાદ અમારી ત્રિમૂર્તિ સાથે છે અને આ ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.



  • Mar 02, 2023 17:06 IST

    Nagaland: રિપબ્લિકન પાર્ટી એનડીએને સમર્થન આપશે - કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે

    નાગાલેન્ડમાં રિપબ્લિકન પાર્ટીની 2 સીટો જીતવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે નાગાલેન્ડમાં મારી પાર્ટીના બે ઉમેદવારો જીત્યા છે. જો વધુ લોકો વિજયી બનશે તો મારી પાર્ટી ત્યાં એનડીએને સમર્થન આપશે અને રિપબ્લિકન પાર્ટી પણ સત્તામાં ભાગીદારી માંગશે. હું ભાજપ પ્રમુખ જે.પી. હું નડ્ડા અને જનરલ સેક્રેટરી સંતોષ સાથે પણ વાત કરવા જઈ રહ્યો છું કે રિપબ્લિકન પાર્ટીને સત્તામાં ભાગ મળવો જોઈએ.



  • Mar 02, 2023 16:47 IST

    Tripura Election 2023 Result: કોણ છે ત્રિપુરાના પ્રદ્યોત દેબ બર્મા, શું છે તેમની અલગ ટીપરાલેન્ડની માંગ?

    https://gujarati.indianexpress.com/national-news/tripura-election-2023-result-live-update-bjp-tipara-motha-laest-news/64666/



  • Mar 02, 2023 16:41 IST

    Nagaland Election Result 2023: નાગાલેન્ડમાં 19 સીટો પર NDPP-BJPની જીત, 36 સીટો ઉપર આગળ છે ગઠબંધન

    નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપીના 19 ઉમેદવારો જીત્યા છે જ્યારે તેમના ઉમેદવારો 17 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. બંને પક્ષો 36 બેઠકો જીતવા તરફ આગળ વધી રહ્યા છે.



  • Mar 02, 2023 16:35 IST

    નાગાલેન્ડ ચૂંટણી 2023 પરિણામ : ઈતિહાસ રચાયો, પ્રથમ વખત નારી શક્તિનો ગૃહમાં થશે પ્રવેશ

    https://gujarati.indianexpress.com/national-news/hekani-jakhalu-nagaland-first-woman-mla-dimapur-iii-seat-defeated-azheto-zhimomi-and-created-history/64719/



  • Mar 02, 2023 16:32 IST

    Nagaland Assembly Election Voting Counting Live Updates: નાગાલેન્ડને મળી પહેલી મહિલા ધારાસભ્ય

    નાગાલેન્ડમાં પ્રથમ વખત મહિલા ધારાસભ્યો ચૂંટાયા છે. દીમાપુર-3 બેઠક પરથી NDPPના ઉમેદવાર હેકાની જખાલુ જીત્યા. તેમને 1536 મત મળ્યા છે. જખાલુ ઉપરાંત એનડીપીપીના અન્ય મહિલા ઉમેદવાર સાલ્હોતુઓનુઓ ક્રુસે અંગામી પશ્ચિમ બેઠક પર 400થી વધુ મતોથી આગળ છે.



  • Mar 02, 2023 16:26 IST

    Meghalaya Election Results Live: ઉત્તર પૂર્વમાં કોંગ્રેસની હારનું કારણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા છેઃ અમિત માલવિયા

    ભાજપે ઉત્તર પૂર્વમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર નિશાન સાધ્યું. ભાજપના વરિષ્ઠ નેતા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં કોંગ્રેસની સંપૂર્ણ હારનો શ્રેય રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને જવો જોઈએ.



  • Mar 02, 2023 16:02 IST

    Nagaland Election Result 2023 Live: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બે બેઠકો જીતી

    નાગાલેન્ડમાં ભાજપે બે બેઠકો જીતી છે. જ્યારે NDPPએ અત્યાર સુધી એક બેઠક જીતી છે. રાજ્ય ભાજપના પ્રમુખ તેમ્જેન ઇમના તેમની વિધાનસભા બેઠક અલંગટાકી પર આગળ ચાલી રહ્યા છે.



  • Mar 02, 2023 15:52 IST

    Nagaland Election Results Live: 3.30 વાગ્યા સુધી નાગાલેન્ડનું પરિણામ, ભાજપે 11 બેઠકો પર જીત મેળવી



  • Mar 02, 2023 15:47 IST

    Meghalaya Election Results Live: 3.30 વાગ્યા સુધી મેઘાલયનું પરિણામ, નેશનલ પિપલ્સ પાર્ટ 13 બેઠકો પર જીત મેળવી



  • Mar 02, 2023 15:43 IST

    tripura Election Results Live: 3.30 વાગ્યા સુધી ત્રિપારાનું પરિણામ, ભાજપે 23 બેઠકો પર જીત મેળવી

    3.30 વાગ્યા સુધી ત્રિપારાનું પરિણામ, ભાજપે 23 બેઠકો પર જીત મેળવી



  • Mar 02, 2023 15:12 IST

    Tripura Election Result Live: મુખ્યમંત્રી માણિક સાહા અગરતલામાં બીજેપી કાર્યાલય પહોંચ્યા

    ત્રિપુરા: ભાજપે 17 સીટો જીતી છે અને 16 સીટો પર આગળ ચાલી રહી છે. તેને જોતા મુખ્યમંત્રી માણિક સાહા અગરતલામાં બીજેપી કાર્યાલય પહોંચ્યા.

    — ANI_HindiNews (@AHindinews) March 2, 2023



  • Mar 02, 2023 15:11 IST

    સીએનજી પંપ સંચાલકોની હડતાળ સ્થગિત

    આજે સરકારી વિભાગ, ગેસ અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની સાથે સીએનજી પંપ સંચાલકોની બેઠક યોજાઇ હતી

    સરકારી અધિકારી તરફથી ટૂંકાગાળામાં ડિલર માર્જિનનો પ્રશ્ન ઉકેલાશે તેવી બાયંધરી મળી

    સીએનજી વાહનચાલકો માટે એક રાહતના સમાચાર



  • Mar 02, 2023 15:10 IST

    Meghalaya Election Result Live: 3 વાગ્યા સુધી મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ



  • Mar 02, 2023 15:02 IST

    Meghalaya Election Results Live: મેઘાલયના મુખ્યમંત્રીના ભાઈ ચૂંટણી હારી ગયા

    સીએમ કોનરાડ સંગમાના ભાઈ જેમ્સ સંગમા મેઘાલયમાં ચૂંટણી હારી ગયા છે. તેઓ અગાઉની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. જોકે એનપીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. જ્યારે ભાજપ 3 બેઠકો પર આગળ છે.



  • Mar 02, 2023 14:50 IST

    Tripura Election Result Live: ત્રિપુરાના સીએમ માણિક સાહા ટાઉન બારદોવાલી મતદારક્ષેત્રમાંથી જીત્યા

    ત્રિપુરાના સીએમ માણિક સાહાએ ટાઉન બારદોવાલી મતવિસ્તારમાંથી ચૂંટણી જીતીને તેમનું જીતનું પ્રમાણપત્ર એકત્રિત કર્યું છે.

    — ANI (@ANI) March 2, 2023



  • Mar 02, 2023 14:30 IST

    Nagaland Vidhan Sabha Chunav 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, 2.30 વાગ્યા સુધી કુલ 15 સીટોનું પરિણામ જાહેર

    Nagaland Vidhan Sabha Chunav 2023: મેઘાલય વિધાનસભા ચૂંટણી પરિણામ, 2.30 વાગ્યા સુધી કુલ 15 સીટોનું પરિણામ જાહેર



  • Mar 02, 2023 14:23 IST

    Nagaland Vidhan Sabha Chunav 2023: નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં તુએનસાંગ સદર બેઠક પર ભાજપની જીત

    ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પી. બાશાંગમોંગબા ચાંગે તુએનસાંગ સદર-વન બેઠક પરથી તેમના નજીકના હરીફ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ને હરાવ્યા.



  • Mar 02, 2023 14:20 IST

    વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 Analysis : ભાજપની જીત – ‘લઘુમતી વિરોધી, આદિવાસી વિરોધી’ આરોપોને દૂર કરવામાં મદદ કરી શકે છે

    https://gujarati.indianexpress.com/national-news/assembly-election-results-2023-analysis-bjp-win-help-dispel-anti-minority-anti-tribal-charges/64561/



  • Mar 02, 2023 14:16 IST

    Nagaland Vidhan Sabha Chunav 2023: તુએનસાંગ સદર બેઠક પર ભાજપની જીત

    ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પી. બાશાંગમોંગબા ચાંગે તુએનસાંગ સદર-વન બેઠક પરથી તેમના નજીકના હરીફ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) ને હરાવ્યા.



  • Mar 02, 2023 14:12 IST

    Meghalaya Election Results Live: મેઘાલયમાં પેચ ફસાયો

    મેઘાલયમાં સ્ક્રૂ અટકી ગયો છે. NPP પાસે બહુમતી ઓછી છે પરંતુ તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ટીએમસી પણ 5 સીટો પર આગળ છે જ્યારે ભાજપ 3 સીટો પર આગળ છે.



  • Mar 02, 2023 14:09 IST

    Tripura Election Result Live: 12 સીટો પર ટિપરા મોથા આગળ

    ટીપરા મોથા પાર્ટીએ પણ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. પાર્ટી 12 સીટો પર આગળ ચાલી રહી છે. બીજી તરફ ભાજપ ગઠબંધન 34 બેઠકો પર અને ડાબેરી ગઠબંધન 14 બેઠકો પર આગળ છે.



  • Mar 02, 2023 14:06 IST

    Tripura Election Result Live: ત્રિપુરામાં ભાજપ આગળ રહેતા ભાજપમાં જશ્ન શરુ

    ત્રિપુરામાં ભાજપ 33 બેઠકો સાથે સત્તામાં પરત ફરતી જોવા મળી રહી છે. જેને લઈને ભાજપ છાવણીમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. પૂર્વોત્તરના ત્રણેય રાજ્યોમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે

    — ANI (@ANI) March 2, 2023



  • Mar 02, 2023 14:03 IST

    Tripura Election Result Live: બે વાગ્યા સુધી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ



  • Mar 02, 2023 13:58 IST

    Nagaland Election Result Live: બે વાગ્યા સુધી નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ



  • Mar 02, 2023 13:55 IST

    Meghalaya Election Result Live: બે વાગ્યા સુધી મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં શું છે પરિણામની સ્થિતિ



  • Mar 02, 2023 12:41 IST

    Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં NPP હજુ પણ બહુમતી પાછળ

    મેઘાલયમાં NPPની લીડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે



  • Mar 02, 2023 12:37 IST

    Tripura Election Result Live: ત્રિપુરા વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:34 IST

    Nagaland Election Result Live: નાગાલેન્ડ વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:33 IST

    Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:31 IST

    જી20: બહુપક્ષીયવાદ આજે સંકટમાં! વિદેશ મંત્રીઓની બેઠકને વડાપ્રધાન મોદીએ કર્યુ સંબોધન

    https://gujarati.indianexpress.com/national-news/g20-2023-prime-minister-narendra-modi-welcome-address-forigen-ministers-latest-news/64530/



  • Mar 02, 2023 12:31 IST

    અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    https://gujarati.indianexpress.com/entertainment/amitabh-bachchan-and-dharmendra-bungalows-bombs-scare-nagpur-police/64547/



  • Mar 02, 2023 12:29 IST

    અદાણી-હિંડનબર્ગ મુદ્દો: સુપ્રીમ કોર્ટે નિષ્ણાત સમિતિની કરી રચના, સેબીને તપાસ હાથ ધરવા કહ્યું

    https://gujarati.indianexpress.com/national-news/hindenburg-report-gautam-adani-row-controversy-case-supreme-court-made-committee-national-updates/64499/



  • Mar 02, 2023 12:25 IST

    Nagaland Election Result Live: નાગાલેન્ડનું દિવસનું પ્રથમ સત્તાવાર પરિણામ

    નાગાલેન્ડથી દિવસનું પ્રથમ સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભાજપના ઉમેદવાર પી. બાશાંગમોંગબા ચાંગને તુએનસાંગ સદર-1 મતવિસ્તારમાંથી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. મતવિસ્તારમાં 19,148 મતોની ગણતરી બાદ, ચાંગને 63.3% મત મળ્યા. NCPના તોયાંગ ચાંગ 35.03% મતો સાથે બીજા ક્રમે છે. અકુલુટો મતવિસ્તારમાંથી કાઝેટો કિનીમી બિનહરીફ વિજેતા હોવાને કારણે ભાજપની જીતની સંખ્યા 2 સુધી પહોંચી ગઈ છે.



  • Mar 02, 2023 12:20 IST

    Tripura Election Result Live: ત્રિપુરા વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:17 IST

    Nagaland Election Result Live: નાગાલેન્ડ વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:15 IST

    Meghalaya Election Result Live: મેઘાલય વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



  • Mar 02, 2023 12:14 IST

    Nagaland Election Result Live: નાગાલેન્ડ ચૂંટણીમાં નેશનલ પિપલ્સ પાર્ટીએ જીતી એક સીટ

    નાગાલેન્ડ ચૂંટણીમાં નેશનલ પિપલ્સ પાર્ટીએ જીતી એક સીટ



  • Mar 02, 2023 12:06 IST

    Nagaland Election Result Live: ટ્રેન્ડમાં NDPP-BJP ગઠબંધન માટે બહુમતી

    નાગાલેન્ડમાં ટ્રેન્ડમાં ફરી એકવાર NDPP-BJP સરકાર બની રહી છે. ગઠબંધન 35 સીટોની લીડ સાથે આગળ છે.



  • Mar 02, 2023 12:04 IST

    Meghalaya Election Results Live: મેઘાલયમાં એનપીપી 25 સીટો ઉપર આગળ

    Meghalaya Election Results Live: મેઘાલયમાં NPP 25 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ 5 બેઠકો પર આગળ છે. અન્ય 24 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માત્ર પાંચ સીટો પર આગળ ચાલી રહી છે. અન્યમાં ટીએમસીનો સમાવેશ થાય છે, જે 11 સીટો પર આગળ છે.



  • Mar 02, 2023 11:51 IST

    Tripura Election Result Live: ભાજપ અને ટીપરા મોથા વચ્ચે વાતચીત ચાલુ

    ભાજપે ગઠબંધન માટે ટીપરા મોથા સાથે વાતચીત શરૂ કરી છે. જો ભાજપ બહુમતીના આંકડા સુધી ન પહોંચે તો ભાજપના નેતાઓ ટીપરા મોથા સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહ્યા છે.



  • Mar 02, 2023 11:48 IST

    Tripura Results Update: ત્રિપુરામાં ભાજપ બહુમતીના આંકડાથી ઇંચ આગળ

    મતગણતરીનાં સાડા ત્રણ કલાકથી વધુ સમય બાદ ત્રિપુરામાં ભાજપ ધીમે ધીમે બહુમતીનાં આંકથી આગળ વધી ગયું



  • Mar 02, 2023 11:44 IST

    Nagaland Election Result Live: નાગાલેન્ડ વિધાનસભાની બેઠકોના પરિણામની વિગત



ચૂંટણી પરિણામ 2023 નાગાલેન્ડ ચૂંટણી ત્રિપુરા ચૂંટણી મેઘાલય ચૂંટણી ત્રિપુરા ચૂંટણી 2023 દેશ