Delhi Crime: દિલ્હીના નેબસરાય વિસ્તારમાં નાઇજીરિયન નાગરિકોએ ઘણો હંગામો કર્યો હતો. નોર્કોટિક્સની ટીમ તે વિસ્તારમાં વીઝા વગર ગેરકાયદેસર રુપથી રહી રહેલા ત્રણ આરોપીઓને પકડવા પહોંચી હતી. પોલીસ ત્રણેયને પકડીને પરત ફરી રહી હતી. ત્યારે તેનો વિરોધ કરતા નાઇજીરિયન નાગરિકોએ પોલીસને ઘેરી લીધી હતી અને તેમની સાથે ખરાબ વર્તુણક કરી હતી. આ દરમિયાન લાગ જોઇને બે આરોપી ફરાર થઇ ગયા હતા. દિલ્હી પોલીસ એક આરોપીને કોઇ રીતે પકડીને લાવવામાં સફળ રહી હતી.
નાઇજીરિયન નાગરિકોએ દિલ્હી પોલીસને ઘેરી લીધી
દક્ષિણ દિલ્હીના નેબસરાય વિસ્તારમાં નાઇજીરિયાના લગભગ 100 લોકોએ પોલીસકર્મીની એક ટીમને ઘેરી લીધી અને તેમના પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે ટીમ ત્રણ નાઇજીરિયન લોકોને પકડવાનો પ્રયત્ન કરી રહી હતી જેમના વીઝા સમાપ્ત થઇ ગયા હતા. જોકે નાઇજીરિયન નાગરિકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ દરમિયાન ધરપકડ કરવામાં આવેલા ત્રણમાંથી બે ભાગવામાં સફળ રહ્યા હતા.
પોલીસે કહ્યું કે તેમણે ત્રણ નાઇજીરિયન નાગરિકોના નિર્વાસનની કાર્યવાહીને પુરી કરવા માટે એક નાર્કોટિક્સ સેલ ટીમ મોકલી હતી. રવિવારે બપોરે તેમણે ત્રણ લોકોને પકડ્યા હતા. જોકે ઘણા લોકોએ પોલીસની ટીમને રોકી લીધી હતી.
ડ કરાયેલા બે નાગરિક ભાગવામાં સફળ રહ્યા
ડીસીપી (સાઉથ)ચંદન ચૌધરીએ કહ્યું ટીમ તેમને પોલીસ સ્ટેશન લાવવાનો પ્રયત્ન કરી રહી હતી. જોકે અચાનક લગભગ 100 આફ્રિકી ત્યાં ભેગા થઇ ગયા હતા અને પોલીસની ટીમનો રસ્તો રોકી લીધો હતો. આ દરમિયાન ધરપકડ કરાયેલા બે નાગરિક ભાગવામાં સફળ રહ્યા હતા. એક પકડમાં આવી ગયો છે. અધિકારીઓએ કહ્યું કે આફ્રિકી નાગરિકોના ટોળાએ તેમની સાથે મારપીટ કરી અને તેમના કામમાં વિધ્ન નાખતા નાઇજીરિયન નાગરિકોને છોડવા માટે મજબૂર કર્યા હતા.
વાયરલ વીડિયોમાં પોલીસ સાથે યુવક અને યુવતીઓના એક સમૂહને ઝઘડતા જોઇ શકાય છે. પોલીસ આરોપીઓને ખેંચતી જોવા મળી રહી છે. જ્યારે આફ્રિકી યુવક તેમને ધક્કો આપતો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસના અધિકારી માનવ શ્રૃંખલા બનાવવાનો પ્રયત્ન કરતા અને પ્રદર્શનકારીઓને પોતાની લાકડીઓથી રોકવાનો પ્રયત્ન કરતા પણ જોવા મળી રહ્યા છે.