Madhya Pradesh CM : મોહન યાદવની તાજપોશી પર કેમ રાજી થયા નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જાણો 4 કારણો

Mohan Yadav : મધ્ય પ્રદેશમાં ભાજપે મોહન યાદવને નવા મુખ્યમંત્રી જાહેર કર્યા છે. તેમના તાજપોશીથી સૌ કોઈ આશ્ચર્યમાં છે, જે નામ શરૂઆતથી જ ક્યાંય ચર્ચામાં આવ્યું નથી પાર્ટીએ તેમને સૌથી મોટું પદ આપ્યું છે

Written by Ashish Goyal
December 11, 2023 20:30 IST
Madhya Pradesh CM : મોહન યાદવની તાજપોશી પર કેમ રાજી થયા નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જાણો 4 કારણો
મધ્ય પ્રદેશમાં ભાજપે મોહન યાદવને નવા મુખ્યમંત્રી જાહેર કર્યા (Express)

Madhya Pradesh CM Mohan Yadav : મધ્ય પ્રદેશમાં ભાજપે મોહન યાદવને નવા મુખ્યમંત્રી જાહેર કર્યા છે. તેમના તાજપોશીથી સૌ કોઈ આશ્ચર્યમાં છે, જે નામ શરૂઆતથી જ ક્યાંય ચર્ચામાં આવ્યું નથી પાર્ટીએ તેમને સૌથી મોટું પદ આપ્યું છે. મોટી વાત એ છે કે મોહન યાદવ પછાત સમાજમાંથી આવે છે અને તેઓ શરૂઆતથી જ સંઘની નજીક છે. આ તાજપોશીથી ફરી એકવાર મોદી-શાહે મોટો ખેલ કર્યો છે. અહીં જાણો મોહન યાદવની તાજપોશીના કારણો અને ભાજપની મોટી રણનીતિ.

છત્તીસગઢ પછી એમપીમાં પછાત ચહેરો, 2024નો નેરેટિવ ક્લિયર

ભાજપે વિષ્ણુદેવ સાયને છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે, પછાત સમુદાયના મોટા નેતા છે અને સ્વચ્છ છબી પણ ધરાવે છે. હવે એમપીમાં પણ આવું જ જોવા મળ્યું છે. પાર્ટીએ ફરી એકવાર પછાત ચહેરા પર દાવ લગાવ્યો છે, ઓબીસી સમુદાયમાંથી આવતા મોહન યાદવને તાજ પહેરાવવામાં આવ્યો છે. ભાજપે નક્કી કરેલી રણનીતિ હેઠળ બંને રાજ્યો માટે પછાત વર્ગમાંથી પોતાના નેતાની પસંદગી કરી છે. દેશની રાજનીતિમાં ઓબીસી વર્ગનું મહત્વ છે તે ભૂલવું ન જોઈએ.

દેશમાં હાલમાં લગભગ 45 ટકા ઓબીસી મતદારો છે. હિન્દી બેલ્ટના રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ આ સમુદાયની હાજરી છે, જે લગભગ 54 ટકા છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને 44 ટકા ઓબીસી મત મળ્યા હતા, તેથી હવે ફરી એકવાર પાર્ટી 2024ની લડાઇ પહેલા મોટા પાયે ઓબીસી રાજકારણ રમી રહી છે. આ હેઠળ મોહન યાદવને તાજ પણ પહેરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો – મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની પસંદગી, જગદીશ દેવડા, રાજેશ શુક્લાને ઉપ મુખ્યમંત્રી બનાવ્યા

અખિલેશ-તેજસ્વીને યાદ રાખતા યાદવ કાર્ડ!

મોદી-શાહ જ્યારે પણ કોઈ નિર્ણય લે છે ત્યારે તેના દૂરગામી પરિણામો ચોક્કસ આવે છે. મોહન યાદવ ઓબીસીનો મોટો ચહેરો છે તેનો તો સૌ કોઈ ઉલ્લેખ કરી રહ્યા છે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે તેઓ યાદવ છે. એટલે કે તેઓ ભાજપ માટે સીધા યાદવ મતદારોને પણ સાધી શકે છે. હાલ લાલુપ્રસાદે બિહારમાં આરજેડી માટે યાદવ વોટને એકજુટ રાખ્યા છે તો ઉત્તર પ્રદેશમાં તે સમાજવાદી પાર્ટીની પરંપરાગત વોટબેંક બની રહ્યા છે. હવે યાદવને મુખ્યમંત્રી બનાવીને ભાજપે સીધી રીતે બિહારમાં તેજસ્વી અને યુપીમાં અખિલેશને રાજકીય સંદેશ આપવાનું કામ કર્યું છે.

મધ્ય પ્રદેશમાં નવી પેઢીને તક આપવી જરૂરી

ભાજપનું લક્ષ્ય છત્તીસગઢમાં નવી પેઢીને તક આપવાનું હતું અને આ જ કવાયત એમપીમાં પણ જોવા મળી છે. હવે મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવાથી શિવરાજસિંહ ચૌહાણ અને પ્રહલાદસિંહ પટેલ જેવા દિગ્ગજોની જવાબદારી ઓછી થશે તે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી વર્ષોમાં નવા નેતાઓનું નેતૃત્વ રાજ્યની રાજનીતિ નક્કી કરવા જઈ રહ્યું છે. વર્ષ 2013માં પહેલીવાર ધારાસભ્ય બનેલા મોહન યાદવ માટે પણ આ વાત સાચી સાબિત થાય છે. પોતાની જાતને લો પ્રોફાઈલ રાખનાર મોહન હવે એમપીમાં ભાજપના ભવિષ્યની રાજનીતિ કરશે.

આરએસએસની નજીક અને કટ્ટર ભાજપની વિચારધારા

સંઘની પૃષ્ઠભૂમિમાંથી કોઈ નેતાનું બહાર નીકળવું ભાજપમાં ઘણું મહત્વ છે. સંઘની શિસ્ત તે નેતાઓના વ્યક્તિત્વમાં અને શરૂઆતથી જ સંગઠન ચલાવવામાં તેમની કુશળતામાં પણ પ્રતિબિંબિત થાય છે. હવે એમપીમાં મોહન યાદવને પસંદ કરવા પાછળનું એક મોટું કારણ એ છે કે તેઓ સંઘની નજીક રહ્યા છે. તેમણે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ