/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/MP-Case-of-urinating-on-tribal-youth.jpg)
મધ્ય પ્રદેશ સીએમ શિવરાજ ચૌહાણે આદિવાસી યુવકના પગ ધોયા
MP Case of urinating on tribal youth : મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિ પર પેશાબ કરવાના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે, આરોપી ભાજપ સાથે જોડાયેલો છે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીએમ હાઉસમાં આદિવાસી દશમત રાવતને મળ્યા અને તેમના પગ ધોયા. સીધીના વાયરલ વીડિયોમાં આરોપી પ્રવેશ શુક્લા રાવત પર પેશાબ કરતો જોવા મળી રહ્યો છે. શુક્લાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી અને ગઈકાલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આરોપીના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરવવામાં આવ્યું હતું.
'મારા માટે જનતા ભગવાન સમાન છે'
મધ્યપ્રદેશના સિધી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં પ્રવેશ શુક્લા આદિવાસી દશમત રાવત પર પેશાબ કરી રહ્યા હતા. વાયરલ વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા અને શિવરાજ સિંહ ચૌહાણની સરકારની ખૂબ ટીકા થવા લાગી. આ બાબતને આદિવાસી સમુદાયના સન્માન સાથે જોડીને જોવામાં આવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ મામલે કોઈ નિવેદન આપ્યું ન હતું, ટ્વિટર દ્વારા લખ્યું હતું કે, તેઓ આ વીડિયો જોઈને ખૂબ જ દુઃખી થયા હતા અને પછી પોલીસને NSA હેઠળ આરોપો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
શિવરાજ સિંહ ચૌહાણે માત્ર એક ટ્વીટ કરી આ ઘટનાની નિંદા ન કરી, પરંતુ ગુરુવારે (6 જુલાઈ) સવારે તેમણે પીડિત દશમત રાવતને ભોપાલમાં મુખ્યમંત્રી આવાસ પર ફોન કર્યો અને તેની માફી માંગી, “. તેમણે કહ્યું - વીડિયો જોઈને મને દુઃખ થયું. હું તમારી માફી માંગુ છું. પ્રજા મારા માટે ભગવાન છે"
यह वीडियो मैं आपके साथ इसलिए साझा कर रहा हूँ कि सब समझ लें कि मध्यप्रदेश में शिवराज सिंह चौहान है, तो जनता भगवान है।
किसी के साथ भी अत्याचार बर्दाश्त नहीं किया जायेगा। राज्य के हर नागरिक का सम्मान मेरा सम्मान है। pic.twitter.com/vCuniVJyP0— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) July 6, 2023
કોંગ્રેસે દાવો કર્યો હતો કે, આરોપી ભાજપ સાથે સંકળાયેલો છે
શિવરાજ સિંહ ચૌહાણના આ પગલા બાદ કોંગ્રેસનો દાવો પણ ચર્ચાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસે કહ્યું છે કે, આરોપી પ્રવેશ શુક્લા ભાજપના ધારાસભ્યનો પ્રતિનિધિ છે. જો કે આ મામલે કાર્યવાહી કરતા પોલીસે પ્રવેશ શુક્લાની ધરપકડ કરી છે.
આ પણ વાંચો - MP Viral Video: આદિવાસી યુવક પર પેશાબ કરવાનો વીડિયો વાયરલ થતા પોલીસની કાર્યવાહી, આરોપીની ધરપકડ
કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના પ્રમુખ પવન ખેડાએ બેનરની તસવીર સાથે વીડિયો ક્લિપ શેર કરી હતી, જેના પર આરોપી પ્રવેશ શુક્લાને 'ધારાસભ્ય પ્રતિનિધિ સિદ્ધિ' તરીકે વર્ણવવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “21મી સદીમાં આપણા દેશના આદિવાસીઓ સાથે આવા અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે અને આપણે વિશ્વગુરુ બનવાનું સપનું જોઈ રહ્યા છીએ! આપણા બધા માટે વધુ શરમજનક શું હોઈ શકે?


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us