scorecardresearch

મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર: ‘નામ ‘મુલાયમ’ પર કામ ‘ફૌલાદી’, પહેલવાનીથી લઈ સીએમ સુધી

Mulayam Singh yadav Passed Away : સમાજવાદી પાર્ટી ના નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન, તો જોઈએ મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર (Mulayam Singh Political Journey) વિશે અને કેવી રીતે તેઓ પહેલવાનીથી શિક્ષક અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ (UP Politics) માં સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના મોટા રાજકીય નેતા બન્યા.

મુલાયમ સિંહ યાદવની રાજકીય સફર: ‘નામ ‘મુલાયમ’ પર કામ ‘ફૌલાદી’, પહેલવાનીથી લઈ સીએમ સુધી
મુલાયમસિંહ યાદવની રાજકીય સફર

Mulayam Singh Passed Away: મુલાયમ સિંહ યાદવનું નિધન થતાં ઉત્તર પ્રદેશ શોકમગ્ન છે. સમાજવાદી પાર્ટી (SP)ના સ્થાપક મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Political Journey) નું ICUમાં લાંબી સારવાર બાદ સોમવારે ગુરુગ્રામની હોસ્પિટલમાં નિધન થયું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) ટ્વિટર પર પિતાના નિધનની પુષ્ટિ કરી છે. ઉત્તર પ્રદેશના રાજકારણ (UP Politics) માં મુલાયમ સિંહ યાદવનો ઉદય 1970 પછીની તીવ્ર સામાજિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે થયો હતો.

અન્ય પછાત વર્ગો (ઓબીસી) એ ત્યારે યુપીમાં રાજકીય વર્ચસ્વ મેળવવાનું શરૂ કર્યું. કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના નેતાઓના વર્ચસ્વ ધરાવતી કોંગ્રેસ પાર્ટીને સાઇડલાઇન કરવામાં આવી હતી.

એક સમાજવાદી નેતા તરીકે ઉભરી રહેલા, મુલાયમ સિંહ યાદવે ટૂંક સમયમાં પોતાની જાતને એક OBC નેતા તરીકે સ્થાપિત કરી અને કોંગ્રેસના ડુબતા સુરજ સમયે ખાલી થયેલી રાજકીય જગ્યા પર કબજો જમાવ્યો.

તેમણે 1989માં યુપીના 15મા સીએમ તરીકે શપથ લીધા હતા, ત્યારથી આજ સુધી રાજ્યની સત્તા કોંગ્રેસ પાસે નથી ગઈ. મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના ત્રણ વખત મુખ્યમંત્રી રહ્યા.

ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા

મુલાયમ 1989ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપના બહારથી સમર્થન સાથે પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. 1993માં સપાના નેતા તરીકે બીજી વખત મુખ્યમંત્રી બન્યા, આ વખતે કાંશીરામના નેતૃત્વવાળી બહુજન સમાજ પાર્ટી (BSP)ના સમર્થનથી. 2003માં તેઓ સપાની આગેવાની હેઠળના ગઠબંધનના નેતા તરીકે ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેમના ત્રણ કાર્યકાળનો કુલ સમયગાળો લગભગ છ વર્ષ અને નવ મહિનાનો હતો.

મુલાયમ સિંહ યાદવ

કુસ્તીબાજમાંથી શિક્ષક બનેલા મુલાયમનો જન્મ 22 નવેમ્બર 1939ના રોજ ઈટાવામાં થયો હતો. તેમણે MA (રાજકીય વિજ્ઞાન) અને B.Ed.ની ડિગ્રી મેળવી હતી. તેઓ સૌપ્રથમ 1967માં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે ઈટાવાના જસવંતનગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે, 1969ની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના વિશંભર સિંહ યાદવ સામે હારી ગયા હતા.

1974ની મધ્યવર્તી ચૂંટણી પહેલા મુલાયમ સિંહ, ચૌધરી ચરણ સિંહના ભારતીય ક્રાંતિ દળ (BKD)માં જોડાયા હતા. તેઓ BKD ટિકિટ પર જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. 1977માં તેઓ ફરીથી જનતા પાર્ટીની ટિકિટ પર જસવંતનગર બેઠક પરથી જીત્યા. તેઓ 1970ના દાયકાના અંતમાં રામ નરેશ યાદવ સરકારમાં સહકાર અને પશુપાલન મંત્રી પણ બન્યા હતા.

‘નામ મુલાયમ સિંહ હૈ, લેકિન કામ બડા ફૌલાદી હૈ’

1980ની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે વાપસી કરી ત્યારે મુલાયમ તેમની બેઠક પર બલરામ સિંહ યાદવ (કોંગ્રેસના નેતા) સામે હારી ગયા. બાદમાં તેઓ લોકદળમાં ગયા અને રાજ્ય વિધાન પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટાયા. 1985ની વિધાનસભા ચૂંટણીમાં, મુલાયમ જસવંતનગરથી લોકદળની ટિકિટ પર ચૂંટાયા અને વિપક્ષ નેતા બન્યા.

1989માં, 10મી યુપી વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા, મુલાયમ સિંહ વીપી સિંહની આગેવાની હેઠળના જનતા દળમાં જોડાયા. તેમને યુપી યુનિટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અગ્રણી વિપક્ષી ચહેરા તરીકે ઉભરી આવ્યા પછી, તેમણે રાજ્યવ્યાપી ક્રાંતિ રથયાત્રા શરૂ કરી. તેમની રેલીઓમાં એક થીમ ગીત વગાડવામાં આવતું હતું, “નામ મુલાયમ સિંહ હૈ, પરંતુ કામ બડા ફૌલાદી હૈ….”

આ ચૂંટણીમાં જનતા દળ 421 બેઠકોમાંથી 208 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જોકે, આ સંખ્યા બહુમતીના જાદુઈ આંકડા કરતા ઓછી હતી. ભાજપને 57 અને બસપાને 13 બેઠકો મળી હતી. મુલાયમ સિંહ યાદવ ફરી એકવાર જસવંતનગરથી ચૂંટાયા. તેમણે 5 ડિસેમ્બર 1989ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

નવેમ્બર 1990 માં, જ્યારે જનતા દળ વીપી સિંહ અને ચંદ્રશેખરના નેતૃત્વમાં બે જૂથોમાં વિભાજિત થઈ ગયું, ત્યારે કોંગ્રેસે કેન્દ્રમાં ચંદ્રશેખર સરકાર અને યુપીમાં મુલાયમ સિંહ સરકારને ટેકો આપ્યો. કોંગ્રેસે પાછળથી બંને સરકારો પાસેથી સમર્થન પાછુ ખેંચ્યું, જેના કારણે યુપી અને કેન્દ્રમાં ફરી નવી ચૂંટણીઓ થઈ.

આ પણ વાંચોMulayam Singh Passed Away: મુલાયમ સિંહ યાદવ સાથે જોડાયેલા 10 મોટા રાજ, ‘પ્રેમ-પોલિટિક્સની કહાની’

સમાજવાદી પાર્ટી રચના

વર્ષ 1992માં મુલાયમ સિંહ યાદવે ‘સમાજવાદી પાર્ટી’ નામની નવી પાર્ટીની સ્થાપના કરી. 1993ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 176, સપાને 108 અને બસપાને 68 બેઠકો મળી હતી. મુલાયમ શિકોહાબાદ, જસવંતનગર અને નિધૌલી કલાનથી ચૂંટણી લડ્યા હતા અને ત્રણેય બેઠકો પરથી જીત્યા હતા.

Web Title: Mulayam singh yadav passed away political journey up politics akhilesh yadav

Best of Express