ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું લાંબી બીમારી બાદ નીધન થયું છે. તેમણે આજે સોમવારે સવારે 8.16 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલના બીછાનથી તેમણે 82 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. મુલાયમ સિંહ યાદવના નિધન બાદ સપા કાર્યકર્તાઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. તો ચાલો જાણીએ મુલાયમ સિંહ યાદવ સાથે જોડાયેલા 10 મોટા રાજ.
મુલાયમ સિંહ યાદવના રાજનીતિક અને વ્યક્તિગત જીવનમાં કિસ્સાઓની કમી નથી. પરંતુ તેમના જીવનમાં સાધના ગુપ્તાના આવવાથી એક મોટી ચર્ચા જગાવી હતી. સાધના તેમની બીજી પત્ની કેવી રીતે અને તેમની પ્રેમ કહાની ઘરવાળાઓને પસંદ કેમ ન આવી આની પણ એક રોચક દાસ્તાન છે. મુલાયમ સિંહ યાદવ જ્યારે રાજનીતિના શિખર ઉપર હતા ત્યારે તેમના જીવનમાં સાધના ગુપ્તાનું આગમન થયું હતું. માનવામાં આવે છે કે 1982માં જ્યારે મુલાયમસિંહ લોકદળના અધ્યક્ષ બન્યા ત્યારે સાધના પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે કામ કરી હતી. તે ખૂબ જ સુંદર હતી. સાધના ઉપર જ્યારે મુલાયમ સિંહની નજર પડી ત્યારે તેઓ બસ તેને જોતા જ રહ્યા હતા.
પોતાનાથી 20 વર્ષ નાની સાધનાને પહેલી નજરમાં જ દિલ આપી બેઠા હતા
પોતાનાથી 20 વર્ષ નાની સાધનાને પહેલી નજરમાં જ મુલાયમ સિંહ દિલ આપી બેઠા હતા. ત્યારે મુલાયમ સિંહ અને સાધના બંન પહેલાથી જ પરિણીત હતા. સાધનાના લગ્ન ફર્રુખાબાદના નાના વેપારી ચુંદ્રપ્રકાશ ગુપ્તા સાથે થયા હતા. પરંતુ બાદમાં તેમનાથી અલગ થઈ હતી. ત્યારબાદ મુલાયમ સિંહ અને સાધનાની પ્રેમ કહાની શરુ થઈ હતી.
અમર સિવાય કોઈને ન્હોતી ખબર
80ના દાયકામાં સાધના અને મુલાયમ સિંહની પ્રેમ કહાનીની ખબર માત્ર અમર સિંહ સિવાય કોઈને ન્હોતી. આ દરમિયાન 1988માં સાધનાએ પુત્ર પ્રતિકને જન્મ આપ્યો હતો. માનવામાં આવે છે કે સાધના ગુપ્તા સાથેના પ્રેમ સંબંધની જાણ મુલાયમ સિંહની પહેલી પત્ની અને અખિલેશની માતા માલતી દેવીને થઈ હતી.
ધીમે ધીમે વાત ફેલાવા લાગી
નેવુંના દશકામાં જ્યારે મુલાયમ મુખ્યમંત્રી બન્યા ત્યારે ધીમે ધીમે વાત ફેલાવા લાગી હતી કે તેમની બે પત્ની છે. પરંતુ મોઢું ખોલવાની કોઈની હિંમત ન્હોતી. ત્યાર બાદ 90ના દશકના અંતિમ દોરમાં અખિલેશને સાધના ગુપ્તા અને પ્રતિક ગુપ્તા વિશે જાણ થઈ હતી. એ સમયે મુલાયમ સિંહ યાદવ સાધનાની દરેક વાત માનતા હતા.
સાધનાએ અકૂત સંપત્તિ બનાવી
1993-2007 દરમિયાન મુલાયમના શાસનમાં સાધના ગુપ્તાએ અખૂટ સંપત્તિ બનાવી હતી. આવક કરતા વધારે સંપત્તિનો તેમનો કેસ આવક વિભાગમાં પેન્ડિંગ છે. વર્ષ 2003માં અખિલેશની માતા માલતી દેવીનું બીમારીના કારણે નિધન થયું હતું. ત્યારબાદ મુલાયમનું બધું ધ્યાન સાધના ગુપ્તા ઉપર આવી ગયું હતું.
આ પણ વાંચોઃ- UPના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવનું નિધન, સૈફઈમાં થશે અંતિમ સંસ્કાર, યુપીમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર
જોકે, મુલાયમ સિંહ અત્યારે પણ આ સંબંધોનો સ્વીકાર કરવાની સ્થિતિમાં ન્હોતા. મુલાયમ સિંહ અને સાધનાના સંબંધોની જાણાકરી મુલાયમ પરિવાર ઉપરાંત અમર સિંહને પણ હતી. માલતી દેવીના નિધન બાદ સાધના ઈચ્છતી હતી કે તેઓ તેને પોતાની કાયદેસરની પત્ની માની લે. પરંતુ પારિવારિક બબાલ ખાસ કરીને અખિલેશ યાદવના પગેલ મુલાયમ સિંહ આ સંબંધને નામ આપવા માંગતા ન્હોતા.
અખિલેશ ક્યારેય તૈયાર ન્હોતા
2006માં સાધના અમર સિંહને મળવા લાગી અને તમને આગ્રહ કરવા લાગી કે તેઓ નેતાજીને મનાવે. અમર સિંહ નેતાજીના સાધના ગુપ્તા અને પ્રતિક ગુપ્તાને અપનાવવા મનાવવા લાગી. વર્ષ 2007માં અમર સિંહે જાહેર મંચ પરથી મુલાયમને સાધનાને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કરવાનો આગ્ર કર્યો હતો. અને આ વખતે મુલાયમ તેમની વાત માનવામા માટે તૈયાર થઈ ગયા પરંતુ અખિલેશ આ માટે ક્યારે તૈયાર ન્હોતા.
ધોરણ 10માં ભણતા ત્યારે જ મુલાયમના થયા હતા લગ્ન
મુલાયમ સિંહની જિંદગીમાં કેટલીક એવી પણ ક્ષણો આવી જેનાથી તેઓ ખુદ અને તેમનો પરિવાર વિવાદોમાં રહ્યો હતો. મુલાયમ સિંહ યાદવની પહેલા લગ્ન ઘરવાળાઓએ 18 વર્ષની ઉંમરમાં કરાવી દીધા હતા. મુલાયમ તે સમયે 10માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા. માનવામાં આવે છે કે એ સમયે ગાડી મોટરનું એટલું ચલણ ન્હોતું એટલે તેમની જાન ભેંસગાડીમાં ગઈ હતી.