Mumbai Airport:મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 32 કરોડ રૂપિયાની કિંમતનું 61 કિલો સોનું જપ્ત કર્યું છે. આ મામલામાં 5 પુરુષ અને 2 મહિલા યાત્રી સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના શરીરમાં સોનાના બિસ્કિટ એક વિશેષ રુપથી ડિઝાઇન કરાયેલા બેલ્ટમાં સંતાડવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખિસ્સા હતા, જે તેમના શરીરના ચારેય તરફ વિંટડાયેલા હતા. અધિકારીએ દાવો કર્યો કે મુંબઈ એરપોર્ટ પર સીમા શુલ્કના ઇતિહાસમાં એક દિવસમાં જપ્ત કરેલ સૌથી વધારે રકમ છે.
કસ્ટમ વિભાગના મતે પહેલા મામલામાં ચાર ભારતીય યાત્રી તાન્ઝાનિયાથી આવ્યા હતા. તેમણે વિશેષ રુપથી ડિઝાઇન કરાયેલ કમર બેલ્ટના ખિસ્સામાં સોનું સંતાડ્યું હતું. ચારેય પાસે 28.17 કરોડ રૂપિયાની કિંમતનું કુલ 53 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. સંયુક્ત અરબ અમિરાતમાં વિશેષ રુપથી ડિઝાઇન કરાયેલ બેલ્ટમાં સોનાના બિસ્કિટ સંતાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો – ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર ડેટોનેટર લગાવી ટ્રેક ઉડાવી દેવાનો પ્રયત્ન કરાયો, ઘટનાથી હડકંપ
ટ્રાંજિટ સમય દરમિયાન દોહા એરપોર્ટ પર સુડાનના નાગરિકે આ બેલ્ટ સોંપ્યો હતો. કતર એરવેઝના પ્લેનમાં દોહાથી આવનાર ચાર ભારતીય યાત્રીઓને રોકવામાં આવ્યા હતા. પૂછપરછ કરવા પર માહિતી મળી કે તે તાન્ઝાનિયાથી આવી રહ્યા હતા. સોનાના બિસ્કિટ તેમના શરીર પર એક વિશેષ રુપથી ડિઝાઇન કરાયેલા બેલ્ટમાં સંતાડવામાં આવ્યા હતા. જેમાં ઘણા ખિસ્સા હતા.
પૂછપરછ દરમિયાન ચારેય યાત્રીઓએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે કે તેમને એક અજાણ્યા સુડાની દ્વારા એરપોર્ટ પર આ બેલ્ટ આપવામાં આવ્યો હતો. તે યાત્રીએ તેમની સાથે યાત્રા કરી ન હતી. ચારેય આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. બધાને 14 દિવસના ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે.
60 વર્ષની મહિલા યાત્રી પણ સામેલ
11 નવેમ્બરેના એક અન્ય મામલામાં મુંબઈ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ વિસ્તારા ફ્લાઇટથી દુબઈથી પહોંચેલા ત્રણ યાત્રીઓ (એક પુરુષ અને બે મહિલાઓ) પાસેથી 3.88 કરોડ રૂપિયાની કિંમતનું 8 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. મીણના રૂપમાં સોનાનું પેસ્ટ યાત્રીઓ દ્વારા પહેરેલા જીન્સ પેન્ટના કમર પાસે સંતાડ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ત્રણ યાત્રીઓમાંથી એક 60 વર્ષની મહિલા યાત્રી વ્હીલચર પર હતી.