મુંબઈના ઘાટકોપરમાં પારેખ હોસ્પિટલ પાસે જુનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે આઠ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ ફાયર સર્વિસે જણાવ્યું કે, નજીકના વિશ્વાસ ભવન સ્થિત જુનો પિઝા રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળ્યા બાદ 22 લોકોને પારેખ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ એક અધિકારીના હવાલાથી જણાવ્યું હતું કે, ઘાટકોપર પૂર્વ વિસ્તારમાં સ્થિત ગ્રાઉન્ડ-પ્લસ-છ માળની ‘વિશ્વાસ’ બિલ્ડિંગના વીજળી મીટર રૂમમાં આગ લગભગ 2 વાગ્યે ફાટી નીકળી હતી. પોલીસ ઘટનાસ્થળે છે અને આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા, શેખર પોંગુર્લેકરે જેઓ હર્નીયાના ઓપરેશન પછી પારેખ હોસ્પિટલમાં દાખલ છે તેમણે કહ્યું કે તેમને તેમની પત્ની દ્વારા ખસેડવામાં આવી હતી. તેણે કહ્યું કે આગ લાગી તે પહેલા જોરદાર અવાજ આવ્યો હતો. કેટલાક દર્દીઓ હોસ્પિટલની સામે આવેલી બિલ્ડીંગની લોબીમાં આશરો લઈ રહ્યા છે. તે બિલ્ડીંગમાં આશરો લેનારા લોકોમાંના એક જેઠાલાલ લાલાએ કહ્યું કે હોસ્પિટલમાં ધુમાડાના કારણે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. હું ટેકો લઈને નીચે ગયો પણ હવે ક્યાં જઈશ.
બે દિવસ પહેલા 61 માળની ઈમારતમાં આગ લાગી હતી
ગુરુવારે મધ્ય મુંબઈમાં 61 માળની ઈમારતમાં આગ ફાટી નીકળ્યા બાદ આ ઘટના બની છે. કરી રોડ વિસ્તારમાં આવેલી ‘વન અવિઘ્ના પાર્ક’ બિલ્ડિંગના 22માં માળે સવારે 10.45 વાગ્યે લાગેલી આગને ત્રણ કલાક બાદ બપોરે 1.50 વાગ્યા સુધીમાં કાબૂમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળે દસથી વધુ ફાયર ફાઈટર હાજર હતા.
આ પણ વાંચો – MCD શાળામાં પાંચમા ધોરણમાં ભણતી બાળકીને શિક્ષિકાએ પહેલા માળેથી ફેંકી, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
ઑક્ટોબર 2021માં, આ જ રહેણાંક સંકુલના 19મા માળે એક મોટી આગ ફાટી નીકળી હતી, જેમાં અન્ય લોકોને બચાવવાનો પ્રયાસ કરતી વખતે 30 વર્ષીય સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું હતું.