(સુક્રિતા બરુઆ) નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી 2023ની તમામ 60 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને પરિણામ 2 માર્ચના રોજ જાહેર થશે. નાગાલેન્ડમાં ભાજપ – કોંગ્રેસ અને સ્થનિક રાજકીય પક્ષો મહત્તમ બેઠકો જીતવા તાકાત લગાવી રહી છે, પરંતુ આ રાજ્યમાં કોંગ્રેસ પાટીએ સૌથી મોટો પડકારોનો સામનો કરવો પડશે છે, કારણ કે કોંગ્રેસને સતત ત્રણ વખત હારનો સામનો કરવો પડ્યો છે. શું આ વખતે કોંગ્રેસ કોઇ નવો ચમત્કાર કરશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. થેરી સમક્ષ આગામી વિધાનસભા ચૂંટણીમાં અનેક પડકારો છે. તેમાંથી એક લડાઈ વ્યક્તિગત પણ છે. 69 વર્ષીય પીઢ રાજકારણી છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીતી શક્યા નથી. તમને જણાવી દઇયે કે, થેરી એવા મુખ્ય ધારાસભ્યો પૈકીના એક હતા જેમણે 2002માં હાલના નાગા પીપલ્સ કાઉન્સિલમાંથી નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ની રચના કરી હતી.
ગત ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી ન હતી
એક બાજુ રાજ્યમાં કોંગ્રેસનો સતત ઘટી રહેલો જનાધાર પાર્ટીની માટે ચિંતાનો વિષય છે. છેલ્લી વિધાસનભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે 60 માંથી માત્ર 18 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ એક પણ બેઠક જીતી ન શકી હતી. જેના કારણે થેરીએ નાગાલેન્ડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી. ચાલુ વર્ષે કોંગ્રેસે તેના 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ શરૂઆતમાં 25 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જો કે તેમાંથી બે ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી. કોંગ્રેસ NPF સહિત સમાન વિચારધારા ધરાવતા બિનસાંપ્રદાયિક પક્ષો સાથે ચૂંટણી પૂર્વે ગઠબંધન કરવા માંગે છે, પરંતુ તેમાં સફળતા મળી નથી.
ગત વિધાનસભા ચૂંટણીમાં નાગાલેન્ડમાં કોઈપણ પક્ષને બહુમતી મળી ન હતી. પૂર્વ મુખ્યમંત્રી ટીઆર જેલિયાંગના નેતૃત્વમાં એનપીએફ 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. આ ચૂંટણીમાં વરિષ્ઠ નેતા નેફિયુ રિયોની આગેવાની હેઠળ એનડીપીપીએ 17 બેઠકો અને ભાજપે 12 બેઠકો પર જીત મેળવી હતી, બાદમાં ભાજપ અને એનડીપીપીએ જનતા દળ યુનાઇટેડ અને કેટલાક અન્ય પક્ષોની મદદથી રાજ્યમાં સરકાર બનાવી અને નેફિયુ રિયો ચોથી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. તો બીજી બાજુ તે વખતની ચૂંટણીમાં કમનસીબ કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ન હતું.
2003માં કોંગ્રેસે સૌથી વધુ સીટો જીતી હતી
નાગાલેન્ડમાં વર્ષ 2003ની વિધાનસભા ચૂંટણાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી હતી, તેમ છતાં એનપીએફ, ભાજપ અને જનતા દળનું ગઠબંધન સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું.
આ પણ વાંચોઃ ચૂંટણીલક્ષી રાજ્યોમાં રાજ્યપાલની નવી નિમણુંકથી ભાજપેએ એક તીરથી ઘણા નિશાન ટાંક્યા
નોંધનીય છે કે, ભાજપ આ વખતે નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) સાથે ગઠબંધન કરીને નાગાલેન્ડની ચૂંટણી લડી રહી છે. જેમાં 40 બેઠકો પર એનડીપીપી અને 20 બેઠકો પર ભાજપે તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીના નાગાલેન્ડ પ્રદેશ પ્રમુખ તેમજેન ઈમ્ના અલંગને અલંગટાકીની બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. હાલમાં રાજ્યમાં એનડીપીપીની સરકાર છે.