Nalini Sriharan on Priyanka: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્યાકાંડમાં 31 વર્ષ પછી જેલમાંથી છૂટેલી નલિની શ્રીહરને રવિવારે મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. નલિનીએ જણાવ્યું કે પિતાની હત્યા વિશે પૂછવા પર પ્રિયંકા ગાંધી ભાવુક થઇ ગઇ હતી અને જેલમાં જ રડવા લાગી હતી. નલિની શ્રીહરન દેશમાં સૌથી લાંબા સમય સુધી આજીવન જેલની સજા કાપનાર પ્રથમ મહિલા કેદી છે. રાજીવ ગાંધી હત્યાકાંડમાં નલિની સહિત 6 દોષિતોને છોડવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. શ્રીહરને તમિલનાડુ સરકારને એ વાતનો પણ આગ્રહ કર્યો કે તે તેના પતિને ત્રિચી વિશેષ શિવિરથી જલ્દી છોડવામાં આવે તે માટે આવશ્યક કાર્યવાહી કરે.
નલિનીએ કહ્યું કે સોમવારે હું ત્રિચી સ્પેશ્યલ કેમ્પમાં પોતાના પતિને મળવા જઈ રહી છું. અમારા લગ્ન થઇ ગયા છે અને અમારી એક પુત્રી પણ છે જે વિદેશમાં રહે છે. મારી પુત્રી મારા પિતાને મળવા ઘણી ઉત્સાહિત છે. હું વાસ્તવમાં તમિલનાડુની કેટલીક જગ્યાઓ પર જવા માંગું છું અને મુખ્ય રુપથી સ્વર્ગીય કમલા સર મેમોરિયલ જોવા માંગું છું. હું હાલ પોતાના પતિને મળી શકતી નથી તેથી હાલ ખુશ નથી. હું તમિલનાડુ સરકારને જલ્દીથી જલ્દી મારા પતિને કેમ્પમાંથી છોડવા માટે આવશ્યક કાર્યવાહી કરવાની વિનંતી કરું છું.
આ પણ વાંચો – ટ્રાન્સમિશન ટાવર પર ચડ્યો AAPનો કાર્યકર્તા
નલિની શ્રીહરને કહ્યું કે હું તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનથી જલ્દી મળવા માંગું છું અને વાસ્તવમાં તેમને ધન્યવાદ દેવા માંગું છું. હું ગાંધી પરિવારની પણ ઘણી આભારી છું. જો મને મળવાની તક મળી તો હું તેમને મળવા માટે તૈયાર છું. જેલમાં પોતાના દિવસોને યાદ કરતા કહ્યું કે દોષિતો સાથે જેલમાં મોતની સજાના દોષિતોની જેમ વ્યવહાર કરવામાં આવતા હતો અને હું બે મહિનાની ગર્ભવતી હોવા છતા તેને જેલની અંદર બંધ કરી દેવામાં આવી હતી.
પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા નલિનીએ કહ્યું કે પરિવાર મારી પ્રાથમિકતા રહેશે અને હું કશું પણ પ્રોફેશનલ કરવા જઇ રહી નથી. મારું આખું જીવન પહેલા જ પુરી રીતે નષ્ટ થઇ ગયું છે જેથી હું પરિવારની દેખરેખ કરવા માંગું છું.





