આઠ વર્ષમાં 13,000 કરોડ ખર્ચાયા, છતાં ગંગામાં હજુ ગંદકી

namami gange project : ગંગા નદીની સફાઈ (Ganga river Cleaning) એ નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi) નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ માટે 2014-15એ નમામી ગંગે પ્રોજેક્ટ શરૂ થયો, જે લગભગ 8 વર્ષથી ચાલે છે અને તેની પાછળ 13000 કરોડ ખર્ચ કરાયો, છતા હજુ ગંગા નદીમાં ગંદકી (Pollution in river Ganga) જોવા મળી રહી.

Written by Kiran Mehta
Updated : December 31, 2022 22:32 IST
આઠ વર્ષમાં 13,000 કરોડ ખર્ચાયા, છતાં ગંગામાં હજુ ગંદકી
કેન્દ્રએ નાણાકીય વર્ષ 2014-15થી 31 ઓક્ટોબર, 2022 સુધી ગંગા નદીની જાળવણી માટે NMCGને કુલ રૂ. 13,709.72 કરોડ જાહેર કર્યા છે.

હરિકિશન શર્મા : કેન્દ્ર સરકારે 2014થી ગંગાની સફાઈ માટે 13,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. જેમાં સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને ફાળવવામાં આવી છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) એ શુક્રવારે નેશનલ ગંગા કાઉન્સિલને આ સંબંધમાં માહિતી આપી હતી.

પીએમ મોદીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી

ત્રણ વર્ષ બાદ યોજાયેલી કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. પીએમ મોદી મીટિંગ માટે કોલકાતા જવાના હતા પરંતુ તેમની માતાના અવસાનને કારણે વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. NMCG, જે સરકારના મહત્વાકાંક્ષી નમામિ ગંગે કાર્યક્રમના અમલીકરણ માટે જવાબદાર છે, તેણે કાઉન્સિલની બેઠક માટે તૈયાર કરવામાં આવેલી એજન્ડા નોંધમાં વિગતવાર નાણાકીય પ્રગતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

ઉપલબ્ધ વિગતો મુજબ, કેન્દ્રએ નાણાકીય વર્ષ 2014-15થી 31 ઓક્ટોબર, 2022 સુધી NMCGને કુલ રૂ. 13,709.72 કરોડ જાહેર કર્યા છે. તેમાંથી મોટાભાગની રકમ, રૂ. 13,046.81 કરોડ, NMCG દ્વારા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 4,205.41 કરોડ ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યા હતા, જે અન્ય રાજ્યોમાં સૌથી વધુ છે. ગંગાની 2,525 કિમી લંબાઈમાંથી લગભગ 1,100 કિમી ઉત્તર પ્રદેશમાં પડે છે. કેન્દ્ર સરકારે જૂન 2014માં રૂ. 20,000 કરોડના કુલ બજેટરી ખર્ચ સાથે નમામિ ગંગે કાર્યક્રમ શરૂ કર્યો હતો. નમામી ગંગે પ્રોજેક્ટને વિશ્વની ટોચની 10 પહેલોમાં સામેલ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ પછી બિહાર (રૂ. 3,516.63 કરોડ), પશ્ચિમ બંગાળ (રૂ. 1,320.39 કરોડ), દિલ્હી (રૂ. 1,253.86 કરોડ) અને ઉત્તરાખંડ (રૂ. 1,117.34 કરોડ) આવે છે. નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ભંડોળ મેળવનાર અન્ય રાજ્યોમાં ઝારખંડ (રૂ. 250 કરોડ), હરિયાણા (રૂ. 89.61 કરોડ), રાજસ્થાન (રૂ. 71.25 કરોડ), હિમાચલ પ્રદેશ (રૂ. 3.75 કરોડ) અને મધ્યપ્રદેશ (રૂ. 9.89 કરોડ) છે. )નો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચોહીરાબા નિધન: માતાના અંતિમ સંસ્કાર કર્યા બાદ પીએમ મોદીએ સાતમી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી

ગંગા અને તેની સહાયક નદીઓને પુનર્જીવિત કરવા માટે સરકારે 31 માર્ચ, 2021 સુધીના સમયગાળા માટે 2014-15માં નમામી ગંગે શરૂ કરી હતી. બાદમાં આ કાર્યક્રમને બીજા 5 વર્ષ માટે 31 માર્ચ 2026 સુધી લંબાવવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ