રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના નિર્દેશવાળી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે 26 મે 2023ના રોજ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે અનેક વિપક્ષી દળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદ ભવનનું ઉદ્ઘાટનનો વિરોધ કરતા આ સમારોહનો બહિષ્કાર કરવાની વાત કરી ચૂક્યા છે.
સુપ્રીમ કોર્ટના વકીલ સીઆર જયા સુકિને આ જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવાયું છે કે ઉદ્ઘાટન સમારોહમાં રાષ્ટ્રપતિને સામેલ ન કરીને કેન્દ્ર સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.
28 મે 2023ની સવારે શું શું હશે ખાસ
28 મે સવારે એક મોટો સમારોહ થવા જઈ રહ્યો છે. જે સવારે 7.30 વાગ્યે શરુ થશે. વૈદિક વિધિથી થનારી પૂજા પણ સામેલ છે. આ પૂજા સવારે 9 વાગ્યા સુધી ચાલશે. જોકે, સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી સામે આવી નથી. સૂત્રો પ્રમાણે ઉદ્ઘાટન સમારોહ બપોરે આશરે એક વાગ્યે શરુ થવાના આશા છે. પૂજા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ઉપસભાપતિ અને કેટલાક મુખ્ય અધિકારીઓ હાજર રહેશે.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024 : ઉત્તર પ્રદેશમાં ભાજપની તૈયારી શરૂ, લોકસભા બેઠકોના ક્લસ્ટર સોંપાયા, રાજ્યોમાંથી નેતાઓની નિમણૂક
સમારોહ દરમિયાન સેન્ટ્રલ હોલમાં સેંગોલ સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભાષણ આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણ આપશે.
આ પણ વાંચોઃ- લોકસભા ચૂંટણી 2024: મોદી સરકાર સામે એજન્સીઓના દુરુપયોગ, ભૂમિ અને કૃષિ કાયદા સહિત વિવિધ મુદ્દે વિપક્ષ એક સાથે મેદાનમાં
કોંગ્રેસ સહિત 19 દળોએ કરી ઉદ્ઘાટન સમારોહના બહિષ્કારની જાહેરાત
નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઇને વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિથી નહીં કરાવવા થી સંધારણનું અપમાન ગણાવ્યું છે અને હવે કોંગ્રેસ સહિત 19 દળો ઉદ્ઘાટનથી દૂરી બનાવી લીધી છે. કોંગ્રેસ પાર્ટી સહિત દેશના 19 વિપક્ષીદળો નવા સંસદ ભવન ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે. 19 દળો દ્વારા રજૂ કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લોકતંત્રની આત્માને સંસદમાંથી ચૂસી લીધો છે. તો અમને નવી ઇમારતમાં કોઈ મૂલ્ય દેખાતું નથી.