scorecardresearch

પીએમ નરેન્દ્ર મોદીએ નવી સંસદનો વીડિયો શેર કર્યો, લોકોને કરી ખાસ અપીલ, કહ્યું- દરેક ભારતીયને ગર્વ થશે

New Parliament Inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે, કોંગ્રેસ પાર્ટી સહિત દેશની 19 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે

New Parliament Inauguration
પીએમ નરેન્દ્ર મોદીએ નવી સંસદનો વીડિયો શેર કર્યો (Photo: centralvista.gov.in)

New Parliament Inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પહેલા ટ્વિટ કરીને કહ્યું કે નવા સંસદ ભવનથી દરેક ભારતીયને ગર્વ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું છે.

રાષ્ટ્રપતિ પાસે ઉદ્ઘાટન કરવાની માંગણી સાથે વિપક્ષે ઉદ્ધાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ નવી સંસદ ભવનનો વીડિયો હેશટેગ #MyParliamentMyPride સાથે શેર કરે.

પીએમ મોદીએ કરી ખાસ અપીલ

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે સંસદની નવી ઇમારત દરેક ભારતીયને ગર્વ અપાવશે. આ વીડિયો આ આઇકોનિક બિલ્ડિંગની ઝલક આપે છે. મારી એક વિશેષ વિનંતી છે, આ વીડિયોને તમારા પોતાના વોઇસ-ઓવર સાથે શેર કરો, જે તમારા વિચારોને વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલાકને રી-ટ્વિટ કરીશ. #MyParliamentMyPride ઉપયોગ કરવાનું ભૂલશો નહીં.

આ પણ વાંચો – સેંગોલ અંગેના દાવાઓને કોંગ્રેસે ગણાવ્યા ખોટા, અમિત શાહે પૂછ્યું – ભારતીય પરંપરાથી આટલી નફરત કેમ

વિપક્ષે બહિષ્કાર કર્યો

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસે નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસે ન કરાવવાને બંધારણનું અપમાન ગણાવ્યું છે. 19 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટનથી પોતાને દૂર કરી દીધા છે. કોંગ્રેસ પાર્ટી સહિત દેશની 19 વિપક્ષી પાર્ટીઓએ નવા સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પર સરકાર બહાર પાડશે ₹ 75 નો સિક્કો

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના અવસર પર 75 રૂપિયાનો એક વિશેષ સિક્કો લોન્ચ કરવામાં આવશે. નાણા મંત્રાલયએ આ જાણકારી ગુરુવારે આપી હતી. આ સિક્કો ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવા પર લોન્ચ કરવામાં આવી રહ્યો છે. સિક્કાની એક તરફ અશોક સ્તંભનો સિંહ હશે. જેના નીચે સત્યમેવ જયતે લખેલું હશે. જ્યારે ડાબી તરફ દેવનગારી લિપિમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા શબ્દ લખેલા હશે.

સિક્કામાં રૂપિયાનું ચિન્હ પણ હશે. લાયન કેપિટલની નીચે આંતરરાષ્ટ્રીય અંકોમાં 75 લખેલું હશે. સિક્કાની બીજી બાજુ સંસદ પરિસરની તસવીર દેખાશે. સંસદ સંકુલ શબ્દ દેવનાગરી લિપિમાં અને નીચેની જગ્યાએ અંગ્રેજીમાં પાર્લિયામેન્ટ કોમ્પ્લેક્સ લખેલું હશે.

Web Title: New parliament building first look pm narendra modi tweet video watch

Best of Express