scorecardresearch

New Parliament Inauguration Controversy: નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટનના વિરોધમાં બિન ભાજપી પક્ષો પણ વિભાજીત

New Parliament Building Inauguration Controversy: નવા સંસદ ભવનના ઉદ્ધાટનના બહિસ્કાર માટે એક થયેલા 19 વિરોધી પક્ષોના સંયુક્ત નિવેદનમાંથી દુર રહેલા પક્ષોમાં KCRનું BRS, નવીન પટનાયકની આગેવાનીવાળી BJD, માયાવતીની આગેવાનીવાળી BSP અને જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી YSRCP વગેરેનો પણ સમાવેશ થાય છે.

new parliament inauguration controversy
નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો બહિસ્કાર કરવાનો મામલો (ફોટો – પીએમઓ)

મનોજ સીજી : નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવાને લઇને કોંગ્રેસ સહિત વિપક્ષ છાવણીમાં બબાલ મચી છે. આ ઉદઘાટનને લોકશાહીના અપમાન સમાન ગણાવી કોંગ્રેસ સહિત 19 વિપક્ષી પક્ષોએ આ કાર્યક્રમનો સંયુક્ત રીતે બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ ઉદઘાટન પીએમના હસ્તે કરવાને મામલે ભાજપને આડે હાથ લેતાં વિપક્ષે આને રાષ્ટ્રપતિનું અપમાન ગણાવી છે. જોકે વિપક્ષના આ વિરોધમાં બિન ભાજપી પક્ષો પણ વિભાજીત હોવાની સ્થિતિ દેખાઇ રહી છે. અહીં નોંધનિય છે કે, નવા સંસદ ભવનનું 28 મેના રોજ ઉદઘાટન નિર્ધારિત કરાયું છે.

19 વિરોધી પક્ષોના સંયુક્ત નિવેદનમાંથી દુર રહેલા પક્ષોમાં KCRનું BRS, નવીન પટનાયકની આગેવાનીવાળી BJD, માયાવતીની આગેવાનીવાળી BSP અને જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી YSRCP વગેરેનો પણ સમાવેશ થાય છે.

વિપક્ષી એકતાના પ્રદર્શનમાં 19 પક્ષોએ બુધવારે 28 મેના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના તેમના નિર્ણયની ઘોષણા કરીને સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાંથી જે બિન-ભાજપ પક્ષો ખૂટે છે, તેમાં કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) છે, જે અંતમાં વિરોધ પક્ષો સાથે તેની ચાલનું સંકલન કરી રહી હતી.

વિપક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે, BRS એક અલગ નિવેદન બહાર પાડીને નવા સંસદ ભવન કાર્યક્રમથી દૂર રહેવાના નિર્ણયની જાહેરાત કરશે . છેલ્લા કેટલાક મહિનામાં વિવિધ મુદ્દાઓ પર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સામે કડક વલણ અપનાવ્યું હોવા છતાં સંયુક્ત નિવેદનનો ભાગ ન બનવાનો BRSનો નિર્ણય વિપક્ષી છાવણીમાં ખામી દર્શાવે છે.

આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીઓ સાથે સત્તાધારી BRS અને કોંગ્રેસ બંને – જેઓ ભાજપને પછાડવા ત્રિકોણીય હરીફાઈમાં એકબીજા સામે ટકરાશે. સંભવતઃ એકબીજાથી કેટલેક અંશે અંતર રાખવાનું પસંદ કરશે. કોંગ્રેસે આશ્ચર્યજનક રીતે ગત શનિવારે કર્ણાટક સરકારના નવા રચાયેલા કાર્યક્રમમાં કેસીઆરને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના શપથ ગ્રહણમાં આમંત્રણ આપ્યું ન હતું.

બીઆરએસ નેતાઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાની ટીકા કરી હતી અને અદાણી જૂથ સામેના આક્ષેપોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસની માંગણી માટે સંસદમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

રસપ્રદ વાત એ છે કે, બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુનાઇટેડ) સુપ્રીમો નીતિશ કુમાર , જેઓ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ વિરુદ્ધ તમામને એક સામાન્ય મંચ પર લાવવાના તેમના પ્રયાસોના ભાગરૂપે તાજેતરના અઠવાડિયામાં વિવિધ પ્રાદેશિક પક્ષોના વડાઓને મળ્યા છે. અત્યાર સુધી કેસીઆરને મળવાનું પણ ટાળ્યું છે.

જોકે વિપક્ષી સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસીઆર ગયા વર્ષે ઓગસ્ટમાં પટનામાં નીતિશને મળ્યા હતા અને બિન-ભાજપ મોરચાના પ્રસ્તાવ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે બિન-ભાજપ પક્ષો પણ બે જુથમાં દેખાઇ રહ્યા છે. બીએસપી, અકાલી દળ અને ટીડીપી જેઓ ભાજપ અને વિપક્ષથી સમાન રીતે દૂર રહેવાનો દાવો કરે છે તે નિયમિતપણે જોવા મળે છે. નવીન પટનાયકની આગેવાનીવાળી BJD અને YS જગમ મોહન Rddyની આગેવાની હેઠળની YSRCP જેવી મોદી સરકાર સાથે નિકટતામાં દેખાય છે.

બસપાએ લાંબા સમયથી વિપક્ષથી દૂરી બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, માયાવતીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુનું સમર્થન કર્યું હતું. વિપક્ષો એવી દલીલ કરીને કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ મુર્મુને બાજુ પર રાખીને નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો પીએમ મોદીનો નિર્ણય એ માત્ર ગંભીર અપમાન જ નહીં પરંતુ આપણી લોકશાહી પર સીધો હુમલો છે.

માયાવતીએ પહેલેથી જ જાહેર કર્યું છે કે, તેમની પાર્ટી લોકસભા ચૂંટણી માટે કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. પરંતુ તે વિપક્ષમાંના અન્ય કેટલાક પક્ષો સાથે હોઈ શકે છે, જેમના નેતાઓએ દલીલ કરી છે કે, 28 મેના કાર્યક્રમથી દૂર રહેવાનો તેમનો નિર્ણય કેટલાક સિદ્ધાંતો પર આધારિત છે, જે તેઓ માને છે કે બિન-પક્ષીય રાજકારણનો ભાગ છે.

ટીડીપીએ પણ મુર્મુને સમર્થન આપ્યું હતું. પરંતુ તેના વડા એન ચંદ્રબાબુ નાયડુ પણ જમીની વાસ્તવિકતાઓથી ચિંતિત છે. આંધ્રપ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે અને એવી ચર્ચા ચાલી રહી છે કે, TDP અને પવન કલ્યાણની જનસેના YSRCP સામે ભાજપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહી છે.

સુખબીર બાદલની આગેવાની હેઠળના અકાલી દળે 2021 માં મોદી સરકારના રદ કરાયેલ ફાર્મ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન એનડીએમાંથી (NDA) વોકઆઉટ કર્યું હતું. સોમવારે અકાલી દળે બીજેપી સાથે ફરીથી ગઠબંધનની સંભાવના અંગેની અટકળોને ફગાવી દીધી હતી, પરંતુ અન્ય વિપક્ષી દળો તેની ચાલ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોNew Parliament Inauguration: કોંગ્રેસ સહિત 19 પાર્ટીઓ ઉદ્ઘાટનથી દૂર રહેશે, જાણો નવી અને જૂની સંસદ વચ્ચેનો તફાવત

વાયએસઆરસીપી અને બીજેડીએ ભાગ્યે જ ભાજપ સરકાર સામે સ્ટેન્ડ લીધું છે. તેઓએ સંસદમાં નિર્ણાયક બિલોને સમર્થન આપ્યું છે, વિવિધ મુદ્દાઓ પર સરકારના વલણને સમર્થન આપ્યું છે. બીજેડીના વડા અને ઓડિશાના સીએમ નવીન પટનાયકે તાજેતરમાં પીએમ મોદીને બોલાવ્યા પછી તરત જ સંયુક્ત વિપક્ષ સાથેના કોઈપણ જોડાણને ફરીથી નકારી કાઢ્યું છે. નીતિશે તેમના મિશન વિપક્ષી એકતા પ્રવાસના ભાગ રૂપે ભુવનેશ્વરમાં પટનાયકને બોલાવ્યાના એક દિવસ પછીની આ વાત હતી. આંધ્રના સીએમ અને વાયએસઆરસીપીના સુપ્રીમો જગનની સ્થિતિ પણ અલગ નથી.

ડિસક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, ઓરિજનલ કન્ટેન્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો

Web Title: New parliament inauguration controversy non bjp parties divided against pm modi

Best of Express