scorecardresearch

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : સરકારના સમર્થનમાં આવ્યા માયાવતી, કહ્યું- જેણે બનાવ્યું તેને ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે, વિપક્ષને આપી સલાહ

New Parliament Inauguration : માયાવતીએ કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી હોય કે પછી ભાજપ બસપાએ હંમેશા રાષ્ટ્રીય અને જનહિતના મુદ્દાઓ પર પાર્ટીની રાજનીતિને ધ્યાનમાં લીધા વગર તેમનું સમર્થન કર્યું છે અને પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનું સ્વાગત કરે છે

new Parliament inauguration Mayawati
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન : સરકારના સમર્થનમાં આવ્યા માયાવતી (File)

New Parliament Inauguration : નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો મુદ્દો સતત તૂલ પકડી રહ્યો છે. કોંગ્રેસ સહિત 20 જેટલા પક્ષોએ અત્યાર સુધીમાં સંસદના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. હવે આ મામલે ભાજપને યુપીમાં પોતાના પ્રતિદ્વંદ્વી માયાવતીની પાર્ટી બસપાનું સમર્થન મળ્યું છે.

માયાવતીએ ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે સરકારે નવી સંસદ બનાવી છે, તેથી તેને ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. માયાવતીએ કહ્યું કે કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટી હોય કે પછી હાલ ભાજપ બસપાએ હંમેશા રાષ્ટ્રીય અને જનહિતના મુદ્દાઓ પર પાર્ટીની રાજનીતિને ધ્યાનમાં લીધા વગર તેમનું સમર્થન કર્યું છે અને પાર્ટી 28 મેના રોજ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનું સ્વાગત કરે છે.

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જી ના હાથે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન નહીં કરાવવા બદલ બહિષ્કાર અયોગ્ય છે. સરકારે તેનું નિર્માણ કર્યું છે તેથી તેને ઉદ્ઘાટન કરવાનો અધિકાર છે. તેને આદિવાસી મહિલાઓના સન્માન સાથે જોડવું પણ અયોગ્ય છે. તેમને બિનહરીફ કરવાના બદલે તેમની સામે ઉમેદવાર ઉતારતી વખતે આ બાબત ધ્યાનમાં લેવી જોઈતી હતી.

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે દેશને સમર્પિત થનાર કાર્યક્રમ એટલે કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહ માટે મને આમંત્રણ મળ્યું છે. જેના માટે આભાર અને મારી શુભકામનાઓ. પરંતુ પાર્ટીની ચાલી રહેલી સમીક્ષા બેઠકો સાથે મારા પૂર્વ નિર્ધારિત વ્યસ્તતાના કારણે હું તે સમારોહમાં ભાગ લઈ શકીશ નહીં.

આ પણ વાંચો – નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિને કેમ ન બોલાવ્યા? સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

કેજરીવાલે પૂછ્યું- SC, ST સમાજને અશુભ માનવામાં આવે છે?

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાના બહાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે પ્રભુ શ્રી રામ મંદિરના શિલાન્યાસ માટે મોદી જીએ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જી ને આમંત્રણ આપ્યું ન હતું. નવા સંસદ ભવનના શિલાન્યાસ માટે પણ મોદીજીએ રામનાથ કોવિંદજીને બોલાવ્યા ન હતા. હવે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન પણ હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે કરવામાં આવી રહ્યું નથી. દેશભરના એસસી અને એસટી સમુદાયો પૂછી રહ્યા છે કે શું અમને અશુભ માનવામાં આવે છે, તેથી નથી બોલાવતા?

સંસદ ભવનના ઉદ્ઘાટનમાં હાજરી આપશે ટીડીપી

ટીડીપીએ ગુરુવારે કહ્યું હતું કે તે 28 મેના રોજ યોજાનારા નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. ટીડીપીના વડા એન.ચંદ્રબાબુ નાયડુએ રાજ્યસભાના સાંસદ કનકમેદલા રવિન્દ્ર કુમારને નવી સંસદના ઉદ્ઘાટનમાં પાર્ટી તરફથી સામેલ થવા માટે કહેવાયું છે. ટીડીપીના હાલમાં રાજ્યસભામાં એક અને લોકસભામાં ત્રણ સભ્ય છે. આંધ્રપ્રદેશમાં સત્તાધારી વાયએસઆર કોંગ્રેસ પણ સંસદના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે.

Web Title: New parliament inauguration mayawati supports narendra modi government

Best of Express