કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિદ્યાર્થી રાજકારણથી રાજકારણની શરૂઆત કરી હતી. તે દિવસોમાં તેમણે એક મિત્ર પાસેથી સ્કૂટર ઉધાર લીધું હતું. તે સ્કૂટર પર ચાર લોકો સવારી કરતા હતા. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ગડકરીએ કહ્યું કે, હું યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતા હતો. આજે પણ મને એ ગાંડપણ યાદ છે. એ વખતે પૈસા નહોતા, અમારી હાલત ખરાબ હતી.
નીતિન ગડકરી કહે છે કે, એક મિત્રએ તેમને સ્કૂટર આપ્યું હતું. મેં કહ્યું કે, સ્કૂટર પર બે જ લોકો બેસી શકે છે. આ રીતે 3 લોકો બેસીએ અને ચોથાને ટાયર પર બેસાડો. ટાયર પર બેઠેલો મિત્ર નંબર પ્લેટ પાછળ હાથ વડે ઢાંકી દેશે, જેથી પોલીસ તેને પકડી ન શકે.
અકસ્માતમાં 4 જગ્યાએ પગ ભાંગી ગયા હતા
આ દરમિયાન નીતિન ગડકરીએ બીજો કિસ્સો સંભળાવ્યો કે, એક અકસ્માત બાદ તેમને બે વર્ષ હોસ્પિટલમાં પસાર કરવા પડ્યા. ગડકરી કહે છે કે, તે દિવસોમાં હું મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતા હતો. કલેક્ટરે રોડ પરનું ઝાડ કાપવાની મંજુરી આપી ન હતી. મારા ડો. ઈવરને મોતિયો હતો, અને તેમને અકસ્માત થયો હતો. મારો પગ ચાર જગ્યાએ તૂટી ગયો હતો. હોસ્પિટલમાં 2 વર્ષ પસાર કરવા પડ્યા.
સીએમનો ડ્રાઈવર અંધ હતો, અવાજ સાંભળીને ચલાવતો હતો
નીતિન ગડકરી કહે છે કે, તે અકસ્માત પછી મેં સમગ્ર મહારાષ્ટ્રના ડ્રાઇવરોની આંખો તપાસી. જણાવવામાં શરમ આવે છે કે, 40% ડ્રાઈવરને મોતિયા હોવાનું બહાર આવ્યું છે. ગડકરીએ અન્ય એક રસપ્રદ કિસ્સો શેર કર્યો. તેમને કહ્યું કે, હું નામ નહીં લઉં, પરંતુ એક એવા મુખ્યમંત્રી હતા, જેમનો ડ્રાઈવર સાવ અંધ હતો. તે માત્ર અવાજ સાંભળીને જ ગાડી ચલાવતો હતો. એ જ રીતે કેન્દ્રમાં એક બહુ મોટા મંત્રી હતા. તેમનો ડ્રાઈવર એક આંખે અંધ હતો. તે સરકારી ડ્રાઈવર હોવાથી તેણે પોતાની બીમારી છુપાવી હતી. જો ડ્રાઈવરની નજર ખરાબ હોય તો તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
ડ્રાઈવિંગ લાયસન્સ પર નવી જાહેરાત
રોડ સેફ્ટી અંગે વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, આપણી માનસિકતા એવી બની ગઈ છે કે, કોઈ ગંભીરતા નથી. મને ખબર નથી કે મારે આના પર ગર્વ કરવું જોઈએ કે નહીં, પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે વિશ્વમાં સૌથી સરળ સ્થળ ભારત છે.
ગડકરીએ બીજો ટુચકો સંભળાવ્યો. તેમને કહ્યું કે, હું મારી દીકરી સાથે રહેવા અમેરિકા ગયો હતો. મેં જોયું કે તે એક મોટા પુસ્તકમાંથી દિવસ-રાત અભ્યાસ કરે છે. મેં તેને પૂછ્યું કે તે શું વાંચે છે? તો તેણે કહ્યું કે મારી પરીક્ષા છે. મેં પૂછ્યું કઈ પરીક્ષા માટે? તેણે કહ્યું ડ્રાવિંગનું લાયસન્સની. હું સ્તબ્ધ થઈ ગયો.
આ પણ વાંચો – ઉદ્ધવ ઠાકરેની આપત્તિ પછી શરદ પવારે કરી રાહુલ ગાંધી સાથે વાત, હવે સાવરકરને વચ્ચે નહીં લાવે કોંગ્રેસ
નીતિન ગડકરીએ કહ્યું કે, હવે હું ડ્રાઇવિંગ લાયસન્સ માટે ડિજિટલ પરીક્ષા કરાવવાનો છું. ડિજિટલ પરીક્ષામાં ન્યૂનતમ લાયકાત પછી જ શારીરિક પરીક્ષા આપવાની તક મળશે.