scorecardresearch

ભારત 10 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ બનશે, NSA અજીત ડોભાલે કહ્યું – કૃષિ વૈજ્ઞાનિકોએ આત્મનિર્ભર બનાવ્યા

NSA ajit doval : એનએસએ અજીત ડોભાલે ભારતની ખેતી (India Agricultural) માં વૃદ્ધિ અંગે ક્હયું – દેશના ભાગલા સમયે 22 કરોડ ખેતીલાયક જમીન પાકિસ્તાન (Pakistan) ના હિસ્સામાં ગઈ હતી. ત્યારે ઘણા લોકોએ કહ્યું કે, હવે ભારત (India) તેની 35 કરોડની વસ્તીને ભોજન આપી શકશે નહીં, પરંતુ આજે ભારત અન્ય દેશોને પણ અનાજ ઉપલબ્ધ કરાવી રહ્યો

ભારત 10 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ બનશે, NSA અજીત ડોભાલે કહ્યું – કૃષિ વૈજ્ઞાનિકોએ આત્મનિર્ભર બનાવ્યા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (ફોટો – એક્સપ્રેસ)

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કહ્યું છે કે, આજે દેશ અનાજના મામલે આત્મનિર્ભર છે. દેશના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોની મહેનતનું આ પરિણામ છે. આગામી દસ વર્ષમાં ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક દેશ બની જશે. તેઓ ગુરુવારે ગોવિંદ વલ્લભ પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી (જીબી પંત યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી)ના 34મા દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા. આ પ્રસંગે તેમને ડી.લિટની માનદ પદવી પણ આપવામાં આવી હતી.

આઝાદી બાદ ખાદ્ય ઉત્પાદનમાં દસ ગણો વધારો થયો છે

સમારોહમાં અજિત ડોભાલે કહ્યું કે, દેશના ભાગલા સમયે 22 કરોડ ખેતીલાયક જમીન પાકિસ્તાનના હિસ્સામાં ગઈ હતી. ત્યારે ઘણા લોકોએ કહ્યું કે, હવે ભારત તેની 35 કરોડની વસ્તીને ભોજન આપી શકશે નહીં. તેમણે કહ્યું કે, આઝાદી સમયે દેશમાં માત્ર 50 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થતું હતું, પરંતુ આજે તે વધીને 340 મિલિયન ટન થઈ ગયું છે. ગોવિંદ વલ્લભ પંત વિશ્વવિદ્યાલય અને અહીંના વૈજ્ઞાનિકોના કારણે દેશ માત્ર અનાજમાં આત્મનિર્ભર બન્યો નથી, પરંતુ અન્ય દેશોને પણ અનાજ ઉપલબ્ધ કરાવી રહ્યો છે. આ એક મોટી સિદ્ધિ છે.

કૃષિ વૈજ્ઞાનિકોએ દેશને અનાજમાં આત્મનિર્ભર બનાવ્યો

અજિત ડોભાલે કહ્યું કે, ચીનનો વિસ્તાર ભારત કરતા ઘણો વધારે છે, પરંતુ ત્યાં માત્ર 15 ટકા વિસ્તારમાં જ ખેતી થાય છે. આપણે આપણું ઉત્પાદન હજુ વધારવું પડશે. તેમણે આગામી દસ વર્ષમાં દેશને ખાદ્યાન્ન ઉત્પાદનમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવા હાકલ કરી હતી. જોકે વૈજ્ઞાનિકોએ આપણને આત્મનિર્ભર બનાવ્યા છે.

આ પણ વાંચોરેલવે એ મોકલી હનુમાન દાદાને નોટિસ, કહ્યું – 7 દિવસમાં જમીન ખાલી કરી દો, અમે હટાવશું તો ખર્ચ વસૂલીશું

તેમણે કહ્યું કે જેટલું ઉત્પાદન વધશે તેટલી નિકાસ પણ થશે

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આમાં વધુ સંશોધન કરવા અને ઉત્પાદન વધારવાના માર્ગો શોધવાનું આહ્વાન કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું ,કે તમે પણ દેશની સરહદો પર તૈનાત સૈનિકોની જેમ યોદ્ધા છો. સરહદો પર ઊભેલા સૈનિકો દેશની રક્ષા કરી રહ્યા છે અને તમે ખાદ્ય ઉત્પાદનમાં સંશોધન કરીને લોકોને ભોજન પુરૂ રહ્યા છો. તમારો પડકાર ઓછો નથી. આપણો દેશ જેટલો વધુ અનાજનું ઉત્પાદન કરશે તેટલું જ આપણે વિશ્વમાં નિકાસ કરી શકીશું.

Web Title: Nsa ajit doval said india will become the world largest food producing country in 10 years

Best of Express