scorecardresearch

રેલવે એ મોકલી હનુમાન દાદાને નોટિસ, કહ્યું – 7 દિવસમાં જમીન ખાલી કરી દો, અમે હટાવશું તો ખર્ચ વસૂલીશું

Railway Notice to Hanuman Ji : રેલવે દ્વારા દબાણ દુર કરવાને મામલે ભગવાન હનુમાનને નોટિસ મોકલતા મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. ગ્વાલિયર ડિવિઝન સંબંધિત મામલામાં સબલગઢ હનુમાનજીના નામે નોટિસ જાહેર કરી હતી.

રેલવે એ મોકલી હનુમાન દાદાને નોટિસ, કહ્યું – 7 દિવસમાં જમીન ખાલી કરી દો, અમે હટાવશું તો ખર્ચ વસૂલીશું
રેલવેએ હનુમાનજીને નોટિસ મોકલતા મામલો ચર્ચામાં (ફોટો – રેલવે ટ્વીટર)

Railway Notice to Hanuman Ji : તમે દબાણ હટાવવા સંબંધિત અભિયાનો વિશે ઘણી વાર સાંભળ્યું હશે. જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલુ આવું જ એક અભિયાન લોકોના વિરોધને કારણે હાલના દિવસોમાં હેડલાઇન્સમાં પણ છે, પરંતુ તે જ સમયે એક એવા સમાચાર હેડલાઇન્સમાં આવ્યા છે જેના માટે રેલવે પ્રશાસનની પણ ટીકા થઈ રહી છે. હકીકતમાં, રેલવેએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બજરંગ બલીને જ નોટિસ પાઠવી છે. રેલવેની આ નોટિસ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે.

આ મામલો રેલવેના ગ્વાલિયર ડિવિઝન સાથે સંબંધિત છે. અહીં સબલગઢમાં, રેલ્વેએ રેલ્વેની જમીન પર દબાણ દૂર કરવા માટે નોટિસ જાહેર કરી છે. 8 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ આ નોટિસ ‘બજરંગ બલી, સબલગઢ’ના નામે છે. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, રેલવેની જમીન પરથી સાત દિવસમાં દબાણ દૂર કરવામાં આવે, નહીં તો વહીવટીતંત્ર કાર્યવાહી કરશે, જેનો ખર્ચ ગેરકાયદેસર અતિક્રમણ કરનાર પાસેથી વસૂલવામાં આવશે.

લોકો રેલવેની આ નોટિસ પર મજા લઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. રેલવેએ આ મામલે ભૂલ સ્વીકારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેલવેએ આ મામલે ભૂલ સ્વીકારી લીધી છે. ઉત્તર રેલવેના પીઆર અધિકારી મનોજ કુમારે કહ્યું કે, ભગવાન હનુમાનના નામની નોટિસ ભૂલથી જાહેર કરવામાં આવી છે. ભૂલ જણાયા બાદ તેને સુધારી લેવામાં આવી છે. હવે હનુમાન મંદિરના પૂજારીના નામે નવી નોટિસ જાહેર કરવામાં આવી છે.

હલ્દવાનીમાં રેલ્વેની જમીન પર દબાણ હેડલાઈન્સ બની ગઈ હતી

તાજેતરમાં ઉત્તરાખંડનું હલ્દવાની શહેર રેલ્વેની જમીન પર દબાણના કારણે સમાચારોમાં હતું. અહીં રેલ્વેએ વિવાદિત જમીન પર રહેતા સેંકડો પરિવારોને નોટિસ ફટકારી હતી. આ પહેલા આ મામલો નૈનીતાલ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જ્યાંથી પ્રશાસનને જમીન ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચોAssam Jyotirlinga row: ‘અસમમાં છઠ્ઠું જ્યોતિર્લિંગ છે’ જાહેરાત પર ભારે વિવાદ, ભાજપ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ચોરી રહ્યું છે – કોંગ્રેસનો આક્ષેપ

જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, એક રાતમાં આટલા લોકોને હટાવી શકાય નહીં. અસરગ્રસ્તોનું કહેવું છે કે, રેલ્વેએ 78 એકર જમીન પર રહેતા લોકોને નોટિસ ફટકારી છે જ્યારે વિવાદ માત્ર 29 એકર જમીન પર છે. વિવાદિત વિસ્તારમાં ઘણી શાળાઓ અને મસ્જિદો, અને મંદિરો પણ છે.

Web Title: Railway notice to hanuman ji vacate the land within 7 days we will charge the cost if removed

Best of Express