Mansukh Mandaviya on COVID-19 Preparation: કોરોનાની તાજા સ્થિતિને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં નિવેદન જાહેર કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસો અને કોરોનાની થયેલા મોતના મામલામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાના કારણે દુનિયાના ઘણા દેશોમાં ખરાબ થઇ રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. દેશમાં આ માટે પગલાં ભરવાના શરુ કરી દીધા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર તકનીકી સહાયતા સિવાય એનડીઆરએફ, આયુષ્યમાન યોજના અને અન્ય સરકારી યોજનાઓ દ્વારા કોરોના મહામારીનો મુકાબલો કરવાની તૈયારી કરી રહી છે. કોરાનાથી બચવા માટે ભારત સરકારે અત્યાર સુધી દેશમાં 220 કરોડથી વધારે વેક્સીનના ડોઝ લગાવ્યા છે. આ સિવાય રાજ્યોને કોવિડ મહામારીથી સહાયતા માટે મદદ આપવામાં આવી રહી છે. રાજ્યોને જીનોમ સિક્વેસિંગ વધારીને કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો – ચીનમાં અચાનક કોરોનાના કેસોમાં વધારો, જાણો કેમ Zero-Covid Policy રહી નિષ્ફ્ળ
માસ્કનો ઉપયોગ કરવાની અપીલ
સ્વાસ્થ્ય મંત્રીએ લોકસભામાં એ પણ કહ્યું કે આવનાર તહેવાર અને નવા વર્ષ દરમિયાન રાજ્યોએ સતર્ક રહેવાની જરૂર છે. રાજ્યોને સલાહ આપી છે કે તે બૂસ્ટર ડોઝ માટે લોકોમાં જાગૃકતા વધારે અને લોકોને માસ્ક પહેરવા અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે. આ સિવાય તેમણે સોશિયલ ડિસ્ટન્સ ઉપર પણ ભાર આપ્યો છે.
દિલ્હીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની બેઠક
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે (21 ડિસેમ્બર) દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર હતા. આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલ, ડૉ.એન.કે. અરોરા, ICMR DG ડૉ. રાજીવ બહેલ, ડૉ. રાજેશ ગોખલે, સચિવ, બાયોટેકનોલોજી વિભાગ અને ડૉ. અતુલ ગોયલ, DGHS, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કેન્દ્ર રાજ્યોને કોવિડ પોઝિટિવ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ હાથ ધરવા માટે નિર્દેશ આપ્યો, જેથી આ વેરિઅન્ટને શોધી શકાય.