કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા

Pawan Khera Arrest : પવન ખેડાની જે સમયે ધરપકડ કરવામાં આવી તે સમયે તે પાર્ટીના અન્ય નેતાઓ સાથે કોંગ્રેસ અધિવેશન સામેલ થવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુર જઇ રહ્યા હતા

Pawan Khera Arrest : પવન ખેડાની જે સમયે ધરપકડ કરવામાં આવી તે સમયે તે પાર્ટીના અન્ય નેતાઓ સાથે કોંગ્રેસ અધિવેશન સામેલ થવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુર જઇ રહ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

કોંગ્રેસ નેતા પવન ખેડાની ગુરુવારે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી (Twitter/INC India)

કોંગ્રેસ નેતા પવન ખેડા સાથે જોડાયેલ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુરી થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટે પવન ખેડાને રાહત આપતા વચગાળાના જામીન આપવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યા સુધી પવન ખેડા રેગ્યુલર જામીન માટે અપ્લાય કરે છે ત્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ના આવે. સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ પવન ખેડાની ધરપકડના વિરોધમાં દલીલ રાખી હતી. તેમણે કહ્યું કે પવન ખેડાની ભૂલથી જીભ લપસી ગઇ હતી.

Advertisment

પવન ખેડાની દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી

કોંગ્રેસ નેતા પવન ખેડાની ગુરુવારે દિલ્હી એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસે ટ્વિટર પર જણાવ્યું કે અસમ પોલીસ પવન ખેડાની ધરપકડ કરીને લઇ જઇ રહી છે. પવન ખેડાની અચાનક ધરપકડથી રાજનીતિ હંગામો શરુ થઇ ગયો છે. પવન ખેડાની જે સમયે ધરપકડ કરવામાં આવી તે સમયે તે પાર્ટીના અન્ય નેતાઓ સાથે કોંગ્રેસ અધિવેશન સામેલ થવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુર જઇ રહ્યા હતા. આ અધિવેશન 24 થી 26 ફેબ્રુઆરી સુધી યોજાવાનું છે.

ધરપકડ પછી પવન ખેડાએ કહ્યું કે અમે જોઇશું કે કયા કેસમાં તે અમને લઇ જઇ રહ્યા છે. આ એક લાંબી લડાઇ છે અને અમે લડવા માટે તૈયાર છીએ. આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

કોંગ્રેસે કહ્યું તાનાશાહી વલણ

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ટ્વિટ કર્યું કે અમે બધા રાયપુર જવા માટે ઇન્ડીગો ફ્લાઇટ 6E 204 પર સવાર હતા અને અચાનક મારા સહયોગી પવન ખેડાને વિમાનમાંથી ઉતરવા માટે કહેવામાં આવ્યું છે. આ કેવી મનમાની છે? શું કોઇ કાનૂન રાજ છે? આ કયા આધારે અને કોના આદેશ પર કરવામાં આવી રહ્યું છે?

Advertisment

આ પણ વાંચો -  વિપક્ષને એકજૂટ કરવાના પ્રયત્નો વચ્ચે રાહુલ ગાંધીનો ટીએમસી પર પ્રહાર, કહ્યું- બીજેપીને સત્તા અપાવવાનો તેમનો ઉદ્દેશ્ય

અસમ પોલીસની વિનંતી પર રોક્યા

પવન ખેડાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. એવું બતાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી પોલીસે અસમ પોલીસની વિનંતી પર આવું કર્યું છે. જે સમયે પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા તે દરમિયાન તેમની સાથે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ સિવાય ઘણા કોંગ્રેસના નેતા હાજર હતા.

અસમ પોલીસના IGP L&O અને સ્પોક્સ પ્રશાંત કુમાર ભુઇઆએ જણાવ્યું કે અસમના દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા પવન ખેડા સામે કેસ નોંધવામાં આવ્યો છે. કેસના સિલસિલામાં પવન ખેડાની રિમાન્ડ લેવા માટે અસમ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઇ છે. પ્રશાંત કુમાર ભુઇઆએ એએનઆઈને કહ્યું કે અને દિલ્હી પોલીસને પવન ખેડાની ધરપકડ કરવા માટે વિનંતી કરી હતી. સ્થાનિક કોર્ટની મંજૂરી લીધા પછી અમે તેમને અસમ લઇ જઇશું

politics દેશ congress