ધરતીનું સ્વર્ગ કહેવાતા ‘કાશ્મીર’ને નર્ક બનાવનાર આતંકવાદીઓ પણ હવે અવનવી ટેકનોલોજી અને હથિયારોથી હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરમાં જમ્મુ પોલીસે 21 જાન્યુઆરીના રોજ થયેલા આતંકી હુમલાન અંજામ આપનાર આરિફ નામના આતંકીને પકડી પાડ્યો છે. તેની પાસેથી પરફ્યૂમ આઇઇડી (Perfume bomb) બોમ્બ મળી આવતા પોલીસને પણ આશ્ચર્ય થયુ હતુ. આ ઘટના દર્શાવે છે કે આતંકવાદીઓ પણ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને હથિયારો તૈયાર કરી રહ્યા છે. જાણો પરફ્યૂમ આઇઇડી બોમ્બ શું છે અને તેનાથી કેવી રીતે બ્લાસ્ટ થાય છે.
પરફ્યૂમની બોટલ માંથી મહેક નહીં પણ મોત નીકળશે
અત્યાર સુધી મધમધતી સુગંધથી લોકોના મન પ્રફુલ્લિત કરતા અત્તર અને પરફ્યૂમની બોટલ હવે જીવલેણ સાબિત થઇ શકે છે. આતંકવાદીઓ હવે પરફ્યૂમની બોટલનો બોમ્બ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
પરફ્યૂમ IED બોમ્બ શું છે?
નામ પ્રમાણ જ પરફ્યૂમ બોમ્બમાં પરફ્યૂમની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. પરફ્યૂમની બોટમાં વિસ્ફોટક પદાર્થ IED ભરવામાં આવે છે. આથી તેને પરફ્યૂમ આઇઇડી બોમ્બ કહેવાય છે. જમ્મુ પોલીસે પકડેલા આતંકવાદી આરિફે કબૂલ્યું છે કે તે ફેબ્રુઆરી 2022માં શાસ્ત્રીનગરમાં થયેલા IED બ્લાસ્ટમાં સામેલ હતો. આ સિવાય તે મે 2022માં બસ બ્લાસ્ટમાં પણ સામેલ હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા. પોલીસ એ પણ જાણવાની કોશિશ કરી રહી છે કે આરીફ અન્ય કઈ કઈ આતંકી ઘટનાઓમાં સામેલ હતો?

આ પણ વાંચોઃ ઘાટીમાં પ્રથમ વખત પરર્ફ્યૂમ IED બોમ્બ મળ્યો, આતંકવાદીના ખુલાસાથી પોલીસ પણ અચંબામાં
પરફ્યૂમ બોટલથી કેવી રીતે બ્લાસ્ટ થાય છે
પોલીસના મતે પ્રથમ વખત પરફ્યૂમ આઈઈડી બોમ્બ જપ્ત કરવામાં આવ્યો છે. તેમાં પરફ્યૂમની બોટલમાં આઈઈડી (વિસ્ફોટક) ભરી દેવામાં આવે છે. તેને બ્લાસ્ટ કરનાર સ્થાન પર રાખવામાં આવે છે. જેવું કોઇ વ્યક્તિ આ પરફ્યૂમની બોટલને હાથ લગાવે, ખોલવાનો કે દબાવવાનો પ્રયત્ન કરે તો તે બ્લાસ્ટ થઇ જાય છે. પરફ્યૂમ આઇઇડીના બ્લાસ્ટ બહુજ ખતરનાક હોય છે. આ બ્લાસ્ટ કોઇ વ્યક્તિના આઈઈડી સાથે સંપર્કમાં આવ્યા પછી થાય છે જેથી જાનમાલનું નુકસાન વધારે થાય છે.