PM Modi BBC Documentary Row : કેન્દ્ર સરકારે ગુજરાત રમખાણો (Gujarat Riots) પરની બીબીસી ડોક્યુમેન્ટરીને ‘પ્રોપેગેંડાનો ભાગ’ ગણાવી છે અને કહ્યું છે કે, તે આવી ફિલ્મને ‘ખોટો દુષ્પ્રચાર’ કરી શકે નહીં. સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી દુષ્પ્રચાર, પક્ષપાતી અને સંસ્થાનવાદી માનસિકતા દર્શાવે છે. આપણે નથી જાણતા કે આની પાછળનો એજન્ડા શું છે? તો, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે (rishi sunak) પણ પીએમ મોદી (PM Modi) પર બનેલી બીબીસી ડોક્યુમેન્ટ્રી પર વાંધો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે (19 જાન્યુઆરી, 2023) જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તાજેતરમાં પ્રસારિત થયેલી BBC ડોક્યુમેન્ટ્રી પ્રોપેગેંડાનો એક ભાગ છે, જે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન તેમના નેતૃત્વ પર સવાલ ઉઠાવે છે. જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.
અરિંદમ બાગચીએ કહ્યું કે, અમને લાગે છે કે આ એક પ્રોપેગેંડાનો ભાગ છે. તેની કોઈ નિરપેક્ષતા નથી, આ પક્ષપાતી છે. તમને જણાવી દઈએ કે, આને ભારતમાં પ્રદર્શિત કરવામાં આવી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બીબીસી ડોક્યુમેન્ટ્રીનો પ્રથમ એપિસોડ મંગળવારે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે શ્રેણીનો બીજો ભાગ આવતા અઠવાડિયે 24 જાન્યુઆરીએ પ્રસારિત કરવામાં આવશે.
બીબીસીએ ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની બે ભાગની ડોક્યુમેન્ટ્રી બહાર પાડી
બીબીસીએ ‘India: The Modi Question’ નામની બે ભાગમાં એક ડોક્યુમેન્ટ્રી બહાર પાડી છે. આ ડોક્યુમેન્ટરી પણ કથિત રીતે YouTube પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ વિવાદોને કારણે તેને YouTube પરથી હટાવી દેવામાં આવી છે. સિરીઝના ડિસ્ક્રિપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના મુસ્લિમ લઘુમતી વચ્ચેના તણાવ પર એક નજર, 2002ના રમખાણોમાં તેમની ભૂમિકા વિશેના દાવાઓની તપાસ, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા.”
બ્રિટને પણ બીબીસી ડોક્યુમેન્ટ્રીની આકરી ટીકા કરી
તો, યુકેના પીએમ ઋષિ સુનકે ગુજરાત 2002ના કોમી રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીનો બચાવ કર્યો છે. યુકે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્ય લોર્ડ રામી રેન્જરે પણ બીબીસી ડોક્યુમેન્ટરીને પક્ષપાતી ગણાવી છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું, ‘BBC તમે ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડાપ્રધાન, ભારતીય પોલીસ અને ભારતીય ન્યાયતંત્રને ઠેસ પહોંચાડી છે અને કરોડો ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. અમે રમખાણો અને તેમાં જે જાનહાનિ થઈ તેની ટીકા કરીએ છીએ અને અમે તમારા પક્ષપાતી રિપોર્ટિંગની પણ ટીકા કરીએ છીએ.
આ પણ વાંચો – Amit Shah Speech: અમિત શાહે કહ્યું કે, સપના એવા જુઓ કે જે તમને ઉંઘવા ન દે, જનકલ્યાણ માટે હંમેશા જાગતા રહો…
પીએમ મોદીને 2002ના ગુજરાત રમખાણોના કેસમાં ક્લીનચીટ મળી ચુકી છે
તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોને લઈને એક સમિતિની પણ રચના કરી હતી. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, રમખાણોમાં નરેન્દ્ર મોદીનો કોઈ હાથ નહોતો. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે પીએમ મોદીને ક્લીનચીટ આપી હતી.