‘બીજેપીનો કૂતરો પણ નથી મર્યો’ નિવેદન પર ઉગ્ર દલીલ બાદ પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે કર્યું લંચ

PM Modi Lunch with Mallikarjun Kharge: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષના સાંસદો સાથે એવા સમયે લંચ કર્યું જ્યારે રાજ્યસભામાં ખડગેના 'ભાજપના કૂતરાઓ પણ દેશ માટ નહી મર્યા' નિવેદન પર રાજ્યસભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો ચાલી રહી.

Written by Kiran Mehta
December 21, 2022 10:55 IST
‘બીજેપીનો કૂતરો પણ નથી મર્યો’ નિવેદન પર ઉગ્ર દલીલ બાદ પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે કર્યું લંચ
પીએમ મોદીએ મલ્લિકાર્જુન ખડગે સાથે લંચ કર્યું (Photo Source- twitter/ @narendramodi)

PM Modi Lunch with Mallikarjun Kharge: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (20 ડિસેમ્બર) શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો સાથે લંચ લીધું હતું. પીએમ મોદી સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઉપાધ્યક્ષ જગદીપ ધનખર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા સાંસદો હાજર રહ્યા હતા. આ લંચની એક તસવીર પણ સામે આવી છે જેમાં તમામ નેતાઓ નજરે પડે છે.

ટ્વિટર પર લંચની તસવીર શેર કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “જેમ કે અમે 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે ચિહ્નિત કરવાની તૈયારી કરી રહ્યા છીએ, ત્યારે સંસદમાં એક શાનદાર લંચમાં હાજરી આપી હતી જ્યાં બાજરીની વાનગીઓ પીરસવામાં આવી હતી. પાર્ટી લાઇનથી હટી ભાગીદારી જોઈને આનંદ થયો.”

લંચનું આયોજન એવા સમયે થયું છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે દ્વારા ‘ભાજપનો કૂતરો પણ મર્યો નહીં હોય’ એવી ટિપ્પણીને લઈને રાજ્યસભામાં શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચેના તીખી અણબણ ચાલી રહી છે. રાજ્યસભામાં શાસક પક્ષના સાંસદોએ ખડગેની માફી માંગવાની માંગ પણ કરી હતી.

આ પણ વાંચોMallikarjun Kharge: ભાજપના ઘરમાંથી એક કૂતરો પણ મર્યો નથી, મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર બબાલ

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજસ્થાનના અલવરમાં ભારત જોડો યાત્રા દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, “અમે દેશને આઝાદી અપાવી. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે બલિદાન આપ્યું હતું. તમે શું કર્યું? શું દેશ માટે તમારા ઘરનો ‘કૂતરો’પણ મર્યો છે? શું કોઈએ બલિદાન આપ્યું છે? આ પછી પણ તેઓ પોતાને દેશભક્ત ગણાવે છે. અને અમને દેશદ્રોહી કહેવાય છે. આ નિવેદન પર ભાજપે તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ