જી-20 દેશોના વિદેશ મંત્રીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે ભારતના લોકાચારથી પ્રેરણા લે. જે આપણને વિભાજિત કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત ના કરો પણ તેના પર ધ્યાન આપો જે આપણને જોડે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે બધા દેશના વિદેશ મંત્રી વૈશ્વિક વિભાજનના સમય પર રહ્યા છે અને ચર્ચા રાજનીતિક તણાવથી પ્રભાવિત છે.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિકાસ, આંતરરાષ્ટ્રીય અપરાધ, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ખાદ્ય અને ઉર્જા સુરક્ષાના વૈશ્વિક પડકારનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ શિખર સંમેલનના પરિણામ વિશે અપેક્ષા વ્યક્ત કરી છે.
પીએમ મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે જી-20ની અધ્યક્ષતા માટે ભારતે એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્યની થીમ પસંદ કરી છે. હું આશા કરું છું કે આજની બેઠક સામાન્ય અને યોગ્ય ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એક સાથે આવવાની ભાવનાને દર્શાવશે.
પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ પછી વૈશ્વિક શાસનની સંરચનાને બે કાર્યો માટે બનાવવામાં આવ્યા હતા. પ્રતિસ્પર્ધી હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને રોકવા માટે અને સામાન્ય હિતોના મુદ્દા પર આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવા માટે. આર્થિક સંકટ, જલવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધના છેલ્લા કેટલાક વર્ષોના અનુભવથી સ્પષ્ટ છે કે વૈશ્વિક શાસન પોતાના બન્ને કાર્યોમાં નિષ્ફળ રહ્યું છે.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે સરકાર નહીં કમિટી નિમણૂક કરશે મુખ્ય ચૂંટણી કમિશનર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે તમે ગાંધી અને બુદ્ધની ભૂમિમાં મળી રહ્યા છો, હું પ્રાર્થના કરું છું કે તમે ભારતના સભ્યતાગત લોકાચારથી પ્રેરણા લો, જે આપણને વિભાજિત કરતા નથી. પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે આપણને જોડે છે.
પીએમ મોદીએ કહ્યું કે કોઇપણ સમૂહ પોતાના નિર્ણયોથી સર્વાધિક પ્રભાવિત લોકોની વાત સાંભળ્યા વગર વૈશ્વિક નેતૃત્વનો દાવો કરી શકે નહીં. આ બેઠક વૈશ્વિક વિભાજનના સમયે થઇ રહી છે. આપણે બધાએ પોતાનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ કે આ તણાવનો ઉકેલ કેવી રીતે આવે. આપણે તેના વિશે પણ વિચાર કરવો જોઈએ જે રૂમમાં નથી.