ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ હાલના સમયે ભારતના પ્રવાસે છે. શુક્રવારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિભિન્ન મુદ્દા પર વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની સામે ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં કરવામાં આવી રહેલા તોડફોડનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ તેમને કહ્યું કે હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ ભારતીયો માટે ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહથી ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર નિયમિત રૂપથી આવી રહ્યા છે. આવા સમાચાર ભારતમાં બધા લોકોને ચિંતિત કરે છે. મેં આ પીએમ અલ્બનીઝ સામે રાખ્યા અને તેમણે મને કહ્યું કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે પ્રાથમિકતા છે.
બન્ને નેતાઓએ શું-શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે અમે આપસી સહયોગના વિભિન્ન પહેલુઓ પર વિસ્તારથી ચર્ચા કરી. રક્ષાના ક્ષેત્રમાં આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉલ્લેખનીય સમજુતી કરી છે. જેમાં એકબીજાની સેનાઓ માટે લોજિસ્ટિક્સ સપોર્ટ પણ સામેલ છે.
આ પણ વાંચો – આ ત્રણ દિગ્ગજ હશે PM મોદીના ‘યોદ્ધા’, પડદા પાછળ રમશે મોટી રમત, અમિત શાહે આપ્યો મોટો ટાર્ગેટ
પીએમ મોદીએ કહ્યું કે આપણી સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ નિયમિત અને ઉપયોગી સૂચનાના આદાન-પ્રદાન અને સુદ્રઢ કરવા પર ચર્ચા કરી છે. આજે આપણે વિશ્વસ્ત અને મજબૂત વૈશ્વિક સપ્લાય ચેઇનને વિકસિત કરવા માટે પણ આપસી સહયોગ પર વિચાર વિમર્શ કર્યો. આપણે ક્લિન હાઇડ્રોજન અને સોલરમાં પણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે કહ્યું કે પીએમ મોદી અને હું આપણા મહત્વકાંક્ષી વ્યાપક આર્થિક સહયોગ સમજુતીને જલ્દીથી જલ્દી પુરા કરવા પર સહમત થયા છીએ. મને આશા છે કે અમે આ વર્ષે તેને અંતિમ રૂપ આપવામાં સક્ષમ બનીશું. અમે માલાબાર અભ્યાસ ઉપર પણ ચર્ચા કરી જેની યજમાની આ વર્ષે ઓસ્ટ્રેલિયા કરી રહ્યું છે.
ભારતના વિદેશ સચિવે બન્ને નેતાઓની મિટિંગને લઇને જાણકારી આપતા કહ્યું કે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે ઘણા સ્પષ્ટ રુપથી મૂલ્યાંકન કર્યું અને ઘણા સંતોષ સાથે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી, રણનીતિક અને સુરક્ષા ડોમેન, મહત્વપૂર્ણ ખનીજોમાં નવીકરણીય ઉર્જા ભાગીદારી, વેપાર અને આર્થિક જુડાવ સહિત ઘણા ક્ષેત્રોમાં મજબૂત સર્વાંગીય પ્રગતિનો ઉલ્લેખ કર્યો. (ઇનપુટ -ANI )