/indian-express-gujarati/media/media_files/2025/12/25/pm-modi-speech-2025-12-25-18-38-41.jpg)
પીએમ મોદીએ લખનઉમાં એક સભાને સંબોધિત કરી હતી Photograph: (@BJP4India)
PM Narendra Modi inaugurated Rashtra Prerna Sthal : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમાઓનું અનાવરણ પણ કર્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ પછી પીએમ મોદીએ જનતાને સંબોધિત પણ કરી હતી. પોતાનાં સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 25 ડિસેમ્બરનો આ દિવસ દેશની બે મહાન હસ્તીઓના જન્મનો અદભૂત સંયોગ લઈને પણ આવે છે. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી, ભારત રત્ન મહામના મદન મોહન માલવિય જી, આ બંને મહાપુરુષોએ ભારતની અસ્મિતા, એકતા અને ગૌરવનું રક્ષણ કર્યું અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની અમીટ છાપ છોડી હતી.
મહારાજા બીજલી પાસીની જન્મજયંતિ
પીએમ મોદીએ કહ્યું કે આજે 25 ડિસેમ્બરે મહારાજા બીજલી પાસી જીનો જન્મદિવસ પણ છે. મહારાજા બીજલી પાસીએ વીરતા, સુશાસન અને સમાવેશનો જે વારસો છોડ્યો છે તેને આપણા પાસી સમુદાયે ગર્વ સાથે આગળ ધપાવ્યો છે. આજે હું અટલ બિહારી વાજપેયી, મદન મોહન માલવિયા અને મહારાજા બીજલી પાસીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી એ એકાત્મ માનવવાદના દર્શન પણ બતાવ્યા. જેમાં શરીર, મન, બુદ્ધિ અને આત્માનો એક સાથે વિકાસ થાય છે. મેં દીનદયાળજીના સપનાંને સંકલ્પમાં ફેરવી દીધા છે.
પીએમ મોદીના ભાષણની પાંચ મોટી વાતો
- પીએમે કહ્યું કે છેલ્લા એક દાયકામાં કરોડો ભારતીયોએ ગરીબીને હરાવી છે. આવું એટલા માટે જ શક્ય બન્યું કારણ કે ભાજપ સરકારે જે પાછળ રહી ગયા હતા તેને પ્રાથમિકતા આપી, જે છેલ્લી હરોળમાં બેઠેલા લોકોને પ્રાથમિકતા આપી. 2014 પહેલા લગભગ 25 કરોડ દેશવાસીઓ એવા હતા જેમને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. આજે લગભગ 95 કરોડ ભારતીયો આ સુરક્ષા કવચ હેઠળ છે.
- તેમણે કહ્યું કે આજે અટલજી ની જન્મજયંતિનો આ દિવસ સુશાસનની ઉજવણીનો પણ દિવસ છે. લાંબા સમય સુધી દેશમાં ગરીબી હટાવોના નારા સાંભળીને સુશાસન માની લીધા હતા, પરંતુ અટલજીએ સાચા અર્થમાં સુશાસનને જમીન પર ઉતાર્યા હતા. આજે ડિજિટલ ઓળખની એટલી ચર્ચા થઈ રહી છે કે તેનો પાયો અટલજીની સરકારે નાખ્યો હતો.
- પીએમે કહ્યું કે પરિવારવાદ અને સ્વાર્થની રાજનીતિએ દેશને નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસે સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાન નેતાઓની વિરાસતને પણ સન્માન આપ્યું નથી.
આ પણ વાંચો - ઓડિશાના કંધમાલમાં એક કરોડનો ઇનામી રકમ વાળો નક્સલી ગણેશ ઉઇકે ઠાર, ત્રણ સાથી પણ માર્યા ગયા
- પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ સુધી આપણા દેશમાં આદિવાસીઓના યોગદાનને યોગ્ય સન્માન આપવામાં આવ્યું નથી. અમારે સરકારે જ ભગવાન બિરસા મુંડાજીનું ભવ્ય સ્મારક બનાવ્યું. થોડા અઠવાડિયા પહેલા જ છત્તીસગઢમાં શહીદ નારાયણ સિંહ આદિવાસી સંગ્રહાલય બનાવવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર દરમિયાન મહારાજા સુહેલદેવ જી નું સ્મારક બનાવ્યું. અહીં નિષાદરાજ જી અને ભગવાન શ્રી રામજી ના મિલનના સ્થળ હવે સન્માન પ્રાપ્ત થયું છે.
- પીએમ મોદીએ કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી જેવા મહાપુરુષોએ પોતાનું જીવન રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કરી દીધું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર પ્રેરણા સ્થળ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us