/indian-express-gujarati/media/media_files/2025/12/25/crpf-2025-12-25-16-02-19.jpg)
ઓડિશાના કંધમાલમાં એક કરોડનો ઇનામી રકમ વાળો નક્સલી ગણેશ ઉઇકે ઠાર Photograph: (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Odisha Encounter : ઓડિશાના કંધમાલ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ચાર નક્સલી બળવાખોરોમાં શીર્ષ માઓવાદી ગણેશ ઉઇકેનો પણ સમાવેશ થાય છે. રાજ્યમાં નક્સલવાદી વિરોધી અભિયાનનું નેતૃત્વ કરતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીપીઆઈ (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિના સભ્ય ઉઇકે ઓડિશામાં પ્રતિબંધિત સંગઠનના વડા હતા અને તેના પર 1.1 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
અધિકારીએ કહ્યું કે આ એન્કાઉન્ટર ચાકપાડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જંગલમાં થયું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગોળીબારમાં ચાર નક્સલીઓ માર્યા ગયા હતા. તેમાંથી એકની ઓળખ 69 વર્ષીય ગણેશ ઉઇકે તરીકે થઈ છે, જે તેના ઉપનામો પક્કા હનુમંતુ, રાજેશ તિવારી, ચમરુ અને રૂપાથી પણ ઓળખાતો હતો. તે તેલંગાણાના નલગોંડા જિલ્લાના ચેંદુર મંડળના પુલ્લેમાલા ગામનો રહેવાસી હતો.
અથડામણમાં કુલ 4 નક્સલી માર્યા ગયા
સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટર સ્થળેથી ગણેશની એકે-47 રાઇફલ મળી આવી હતી. આ અથડામણમાં ગણેશ ઉપરાંત અન્ય એક પુરુષ માઓવાદી અને બે મહિલા કેડર પણ માર્યા ગયા હતા. માર્યા ગયેલા અન્ય ત્રણ માઓવાદીઓની ઓળખ હજી સુધી જાણી શકાયી નથી. ઘટના સ્થળેથી બે ઇન્સાસ રાઇફલ પણ કબજે કરવામાં આવી છે.
ક્યારેય પરિવાર સાથે સંપર્કમાં રહ્યો ન હતો
બીએસસી ડ્રોપ આઉટ ગણેશ ખૂબ જ નાની ઉંમરે માઓવાદી આંદોલનમાં જોડાયા હતા અને નલગોંડા જિલ્લાના ચેંદુર મંડળના પુલ્લેમલા ગામમાં તેમના પરિવાર સાથે ક્યારેય સંપર્કમાં રહ્યો ન હતો.
આ પણ વાંચો - અરવલ્લી વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે નવા ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ
પાકા હનુમંથુ ઉર્ફે ગણેશને તેલુગુ રાજ્યોમાં બાકી રહેલા કેટલાક વરિષ્ઠ માઓવાદી નેતાઓમાંના એક માનવામાં આવે છે, કારણ કે મોટાભાગના વરિષ્ઠ નેતાઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે અથવા આત્મસમર્પણ કર્યું છે.
એક અન્ય વરિષ્ઠ તેલુગુ માઓવાદી નેતા થિપ્પીરી તિરુપતિ ઉર્ફે દેવુજી જે તેલંગણાનો રહેવાસી છે અને પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)નો મહાસચિવ છે, તે હજી પણ ફરાર છે. તેને પકડવા માટે છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં સુરક્ષા દળો દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us