ચીનના યુવાઓ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા લોકપ્રિય છે. તેમની નીતિઓથી ચીની ઘણા પ્રભાવિત છે. તેમનું માનવું છે કે ભારતમાં પાછલી નીતિઓના મુકાબલે પ્રધાનમંત્રી મોદીની નીતિઓ ઘણી અલગ અને સારી છે. ચીનના લોકોએ તેમને ‘મોદી લાઓક્સિયન’ નિકનેમ આપ્યું છે, જેનો અર્થ છે – મોદી અમર છે.
અમેરિકી મેગેઝિન ડિપ્લોમેટમાં છપાયો આર્ટિકલ
અમેરિકાના મેગેઝિન ડિપ્લોમેટમાં પ્રકાશિત એક લેખમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા (નેટીજન્સ) લોકો વચ્ચે પીએમ મોદી ઘણા લોકપ્રિય છે. બન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ છતા પ્રધાનમંત્રીની લોકપ્રિયતા ચીનમાં નેટીજન્સ વચ્ચે ઘણી છે. ચીનમાં ભારતને કેવી રીતે જોવામાં આવે છે? તેના પર ડિપ્લોમેટમાં એક આર્ટિકલ છપાયો છે. આર્ટિકલના લેખક પત્રકાર મ્યૂ ચૂનશાને પણ લખ્યું કે ચીની માને છે કે મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વના પ્રમુખ દેશો વચ્ચે સંતુલન બનાવીને રાખી શકે છે. ચૂનશાનને ચીનના સોશિયલ મીડિયા વિશેષરૂપથી સિના વેઇબોનું વિશ્લેષણ કરવા માટે ઓળખવામાં આવે છે. સિના વેઇબો ચીનમાં ટ્વિટર જેવું સોશિયલ મીડિયા મંચ છે અને તેના 58.2 કરોડથી વધારે યુઝર્સ છે.
શું થાય છે લાઓક્સિયનનો અર્થ
આર્ટિકલના મતે ચીની ઇન્ટરનેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક નિકનેમ છે : મોદી લાઓક્સિયન. તેનો અર્થ કેટલીક વિશેષ ખાસિયત વાળા એક વૃદ્ધ અમર વ્યક્તિ સાથે છે. આ નિકનેમનો મતલબ છે કે ચીનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકો વિચારે છે કે અન્ય નેતાઓની સરખામણીમાં મોદી કાંઇક અલગ અને અદભૂત છે. તેમણે લખ્યું કે ચીની લોકો ફક્ત પીએમ મોદીની ડ્રેસિંગ સ્ટાઇલ અને ફિઝિકલ અપીયરેન્સની કારણે તેમને બીજા નેતાઓથી અલગ માનતા નથી તે તેમની નીતિઓને પણ ભારતની પહેલાની નીતિઓથી અલગ માને છે. કેટલાક ચીની નાગરિકોનું એ પણ માનવું છે કે રશિયા અને અમેરિકા સહિત વિભિન્ન પ્રમુખ દેશો સાથે ભારત મૈત્રીપૂર્ણ સંબંધો રાખી શકે છે.
આ પણ વાંચો – કેનેડા ગયેલા 700 વિદ્યાર્થી ભારત પરત આવવા મજબૂર, કેવી રીતે ચાલે છે ‘રેકેટ’ જાણો
તેમણે કહ્યું કે લાઓક્સિયન શબ્દ પીએમ મોદી પ્રત્યે ચીનના લોકોની જટિલ ધારણાને દર્શાવે છે, જેમાં જિજ્ઞાસા, વિસ્મય વગેરે સામેલ છે. લેખકે કહ્યું કે હું છેલ્લા 20 વર્ષથી આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ કરી રહ્યો છું અને ચીનના નેટિજન્સ માટે વિદેશી નેતાને નિકનેમ આપવું દુર્લભ છે. પ્રધાનમંત્રીનું નિકનેમ અન્ય બધાથી ઉપર છે. નિશ્ચિત રુપથી તેમણે ચીનના લોકો પર એક છાપ છોડી છે.
તેમાં એ પણ કહેવામાં આવ્યું કે યુક્રેન-રશિયા યુદ્ધ જેણે અમેરિકા અને પશ્ચિમને રશિયા સામે ઉભા કર્યા છે. આ દરમિયાન મોટાભાગના ચીનાના લોકો અનુભવ કરે છે કે ભારત જ દુનિયાના પ્રમુખ દેશો વચ્ચે સંતુલન બનાવી રાખી શકે છે.