પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કર્ણાટકમાં ઘણી યોજનાઓની ભેટ આપી હતી. તેમણે બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. આ પછી તેમણે એક જનસભા પણ સંબોધી હતી. જેમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના સાથી મોદીની કબર ખોદવાના સપના જોઈ રહ્યા છે અને મોદી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે બનાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ મોદીની કબર ખોદવામાં વ્યસ્ત છે અને મોદી ગરીબનું જીવન આસાન બનાવવામાં વ્યસ્ત છે. મોદીની કબર ખોદવાના સપના જોઈ રહેલા કોંગ્રેસને ખબર નથી કે દેશની કરોડો માતા-બહેનોના આશીર્વાદ મોદીનું સૌથી મોટું સુરક્ષા કવચ છે.
કોંગ્રેસને ક્યારેય ગરીબના દુખ-દર્દથી કોઇ ફરક પડતો નથી
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 2014 પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારના સમયમાં તેમણે ગરીબ વ્યક્તિને બર્બાદ કરવામાં કોઇ કસર છોડી ન હતી. જે પૈસા ગરીબોના વિકાસ માટે હતા તેના હજારો કરોડ રૂપિયા કોંગ્રેસની સરકારે લૂટી લીધા હતા. કોંગ્રેસને ક્યારેય ગરીબના દુખ-દર્દથી કોઇ ફરક પડતો નથી. ખેડૂતોની નાની-નાની સમસ્યા દૂર કરીને ભાજપ તેમની સમસ્યાનું સમધાન કરી રહી છે. માંડ્યાના પણ અઢી લાખથી વધારે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – EDનો દાવો, કાગળ પર 4 લાખના બંગલાની અસલી કિંમત રૂ. 150 કરોડ, દરોડામાંથી શું-શુ મિલકત મળી
ભાજપ સરકારની યોજનાઓથી કરોડો ગરીબોનું જીવન આસાન થયું
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારની યોજનાઓથી કરોડો ગરીબોનું જીવન આસાન થયું છે. કોંગ્રેસના શાસનમાં ગરીબોએ સુવિધાઓ માટે સરકાર પાસે ચક્કર લગાવવા પડતા હતા. આપણા દેશમાં દશકોથી સિંચાઇના જે પ્રોજેક્ટ્સ લટક્યા હતા તેને ઝડપથી પુરા કરી રહ્યા છીએ. આ વર્ષે બજેટમાં કેન્દ્ર સરકારે અપર ભદ્રા પરિયોજના માટે 5300 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેનાથી કર્ણાટકના મોટા ભાગમાં સિંચાઇથી જોડાયેલી પરેશાનીઓનું સમાધાન થવાનું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે મૈસુર-કુશલનગર 4 લેન હાઇવેનો પણ શિલાન્યાસ કર્યો. આ બધા પ્રોજેક્ટ વિકાસના રસ્તામાં એક નવી દિશા આપશે. ડબલ એન્જીન સરકારનો પ્રયત્ન છે કે તમારા દરેક પ્રેમને અમે વ્યાજ સહિત ચુકવીએ અને ઝડપી વિકાસ કરીને ચુકવીએ. જે પરિયોજનાનો આજે શિલાન્યાસ થયો છે તે તેનો જ એક ભાગ છે.