પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ હવે અર્બન નક્સલવાદીઓ પાસે, નારાથી લઇને નીતિઓ સુધી દરેક વસ્તુ કરી રહી છે આઉટ સોર્સ

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - કોંગ્રેસી ક્યારેય મહિલાઓ માટે 33 ટકા અનામત ઇચ્છતા ન હતા. આજે પણ જો આ મહિલાઓ શક્તિ વંદના અધિનિયમના સમર્થનમાં આવી છે તો તેઓ પુરા મનથી આવ્યા નથી પણ આ તમારા બધા બહેનોના દબાણનું પરિણામ છે કે તેઓ સીધી લાઇનમાં આવ્યા છે

Written by Ashish Goyal
September 25, 2023 22:23 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ હવે અર્બન નક્સલવાદીઓ પાસે, નારાથી લઇને નીતિઓ સુધી દરેક વસ્તુ કરી રહી છે આઉટ સોર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM Narendra Modi In Rajasthan : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જનસભાઓને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર પર સવાલ ઉઠાવ્યા, તો મધ્ય પ્રદેશમાંતેમણે દાવો કર્યો કે ભાજપ સરકારના શાસનમાં 13.5 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

રાજસ્થાનમાં પીએમ નરેન્દ્ર મોદીની 5 મોટી વાતો

-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરના દાદિયા ગામમાં પરિવર્તન સંકલ્પ મહાસભાને સંબોધિત કરતા કહ્યું કે રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાજ્યના યુવાનોના પાંચ મહત્વપૂર્ણ વર્ષો બરબાદ કરી નાખ્યા છે.

-ગેહલોત સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે રાજસ્થાનની જનતાએ કોંગ્રેસના કુશાસનથી છૂટકારો મેળવવાનો સૂર નક્કી કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે અહીં જે પ્રકારની સરકાર ચલાવી છે તે શૂન્ય નંબર મેળવવાને પાત્ર છે. ગેહલોત સરકારેરાજસ્થાનના લોકો અને યુવાનોના પાંચ નિર્ણાયક વર્ષો વેડફી નાખ્યા છે. એટલા માટે રાજસ્થાનની જનતાએ નક્કી કર્યું છે કે તેઓ ગેહલોત સરકારને હટાવશે,ભાજપને પરત લાવશે.

-પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજસ્થાનના દરેક ખૂણામાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી પરિવર્તન સંકલ્પ યાત્રાઓને ખૂબ જનસમર્થન મળ્યું છે, જે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે રાજસ્થાનનું હવામાન બદલાયું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હું રાજસ્થાનનાં ભાજપનાં દરેકરે કાર્યકર્તાઓને, રાજસ્થાનનાં લોકોને આ સફળ યાત્રાઓ માટે અભિનંદન આપું છું.

-ગેહલોત સરકાર પર પેપર લીક માફિયાઓને આશ્રય આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ પેપર લીક માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાંઆવશે. યુવાનોના ભવિષ્ય સાથે રમનારા કોઈપણમાફિયાને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો – લોકસભા ચૂંટણી પહેલા તમિલનાડુમાં ભાજપને ફટકો, AIADMKએ ગઠબંધન તોડવાની જાહેરાત કરી

-તેમણે મહિલા અનામતને લઈને પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઇરાદો ક્યારેય દેશની મહિલાઓને સશક્ત બનાવવાનો ન હતો. જે કોંગ્રેસીએ આજે મહિલા અનામતની વાત કરી રહ્યા છે તેઓ આ 30 વર્ષ પહેલાં કરી શક્યા હોત. જ્યારે પણ તેમને તક મળી ત્યારે તેઓ તે કરી શકતા હતા. પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસી ક્યારેય મહિલાઓ માટે 33 ટકા અનામત ઇચ્છતા ન હતા. આજે પણ જો આ મહિલાઓ શક્તિ વંદના અધિનિયમના સમર્થનમાં આવી છે તો તેઓ પુરા મનથી આવ્યા નથી પણ આ તમારા બધા બહેનોના દબાણનું પરિણામ છે કે તેઓ સીધી લાઇનમાં આવ્યા છે. આથી દરેક બહેન-પુત્રીએ યાદ રાખવું જોઈએ કે કોંગ્રેસ અને તેમના ઘમંડીયા સાથીઓ મહિલા અનામતના સખત વિરોધી છે. મહિલાને સશક્ત કરવાના આટલા મોટા નિર્ણયને પણ ભટકાવવામાં લાગ્યા છે.

મધ્ય પ્રદેશમાં પીએમ નરેન્દ્ર મોદીની 5 મોટી વાતો

-મધ્ય પ્રદેશમાં લોકોની વિશાળ જનમેદનીને સંબોધતા વડા પ્રધાને કોંગ્રેસની સરખામણી કાટ લાગેલા લોખંડ સાથે કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે હવે તે કોંગ્રેસના નેતાઓ દ્વારા નહીં પરંતુ કેટલા અર્બન નક્સલવાદીઓ દ્વારાચલાવવામાં આવી રહી છે અને તેના સૂત્રોથી લઈને નીતિઓ સુધીની દરેક વસ્તુને આઉટસોર્સ કરવામાં આવી રહી છે.

-પીએમ મોદીએ કહ્યું કે આઝાદી પછીના તેના લાંબા શાસન દરમિયાન, કોંગ્રેસે મધ્ય પ્રદેશને બિમારુ રાજ્ય બનાવ્યું હતું. જો તેમને તક મળશે તો તે ફરી મધ્ય પ્રદેશને બિમારુ રાજ્ય બનાવશે.

-પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઘમંડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મહિલા અનામત ખરડાને મજબૂરીથી ટેકો આપ્યો હતો, કારણ કે હવે તેઓ નારી શક્તિને સમજી ગયા છે. આ ખરડો એટલા માટે જ પસાર થઈ શક્યો કારણ મોદી છે તો મુમકીન છે. મોદી એટલે કે ગેરંટીઓને પૂરી કરવાની ગેરંટી.

-પીએમ મોદીએ કોંગ્રેસ અને ઘમંડિયા ગઠબંધન પર સનાતન ધર્મનેમખતમ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે મધ્ય પ્રદેશની જનતાએ તેનાથી સાવધાન રહેવું જોઈએ. કોંગ્રેસના પાયાના નેતાઓએ તેના પર (સનાતનની ટીકા ) પોતાના મો બંધ કરી દીધા હોવાનું જણાવતાં તેમણેકહ્યું હતું કે કોંગ્રેસનો કોન્ટ્રાક્ટ હવે કેટલાક અર્બન નક્સલવાદીઓ પાસે છે. કોંગ્રેસમાં હવે અર્બન નક્સલીઓનું ચાલી રહ્યું છે. કોંગ્રેસના દરેક કાર્યકર્તા જમીન સ્તર પર આ વાત અનુભવી રહ્યા છે, તેથી કોંગ્રેસ સતત જમીની સ્તર પર ખોખલી બની રહી છે.

-પ્રધાનમંત્રીએ 20 વર્ષ અગાઉ કોંગ્રેસના શાસન દરમિયાન મધ્ય પ્રદેશ બિમારુ કેટેગરીનું રાજ્ય હતું તેની નોંધનોં લેતા કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વખત મતદાન કરનાર નસીબદાર છે કારણ કે તેમણે રાજ્યમાં ફક્ત ભાજપનું શાસન જોયું છે, જે ભારતના વિકાસ વિઝનનું પ્રમુખ કેન્દ્ર છે. તેમણે કહ્યું હતું કે વિકસિત ભારત માટે મધ્યપ્રદેશને પણ વિકસિત કરવાની જરૂર છે. મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતાના ફાયદા માટે લોકોને ગરીબ રાખવા માંગે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ