/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/12/PM-Narendra-Modi-in-Meghalaya.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મેઘાલયના શિલોંગમાં પૂર્વોત્તર પરિષદના સ્વર્ણ જયંતી સમારોહમાં ભાગ લીધો હતો (Pics - bjp twitter)
PM Narendra Modi in Meghalaya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે મેઘાલયના શિલોંગમાં પૂર્વોત્તર પરિષદના સ્વર્ણ જયંતી સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વિભિન્ન પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલના સ્વર્ણ જયંતી સમારોહને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ફૂટબોલમાં જો કોઇ ખેલાડી ખેલ ભાવનાથી ના રમે તો તેને રેડ કાર્ડ બતાવીને બહાર કરી દેવામાં આવે છે. આવી જ રીતે છેલ્લા 8 વર્ષમાં અમે નોર્થ ઇસ્ટના વિકાસના રસ્તામાં આવતી રુકાવટોને રેડ કાર્ડ બતાવી દીધું છે.
દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોર્થ ઇસ્ટમાં
પીએમ મોદીએ કહ્યું કે સ્પોર્ટ્સને લઇને કેન્દ્ર સરકાર આજે એક નવા એપ્રોચ સાથે આગળ વધી રહી છે. તેનો લાભ નોર્થ ઇસ્ટના યુવાઓને થયો છે. દેશની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી નોર્થ ઇસ્ટમાં છે. અમારા માટે નોર્થ ઇસ્ટ આપણો બોર્ડર એરિયા, અંતિમ છેડો નહીં પણ સુરક્ષા અને સમૃદ્ધિના ગેટ-વે છે. રાષ્ટ્રની સુરક્ષા અહીંથી સુનિશ્ચિત થાય છે અને બીજા દેશોથી વેપાર પણ અહીંથી થાય છે.
પીએમ નરેન્દ્ર મોદીએ શિલોંગમાં કહ્યું કે ડિજિટલ કનેક્ટિવિટીથી ફક્ત વાતચીત, સંવાદ જ શાનદાર થતો નથી પણ તેનાથી ટૂરિઝમથી લઇને ટેકનોલોજી સુધી, શિક્ષાથી લઇ સ્વાસ્થ્ય સુધી, દરેક ક્ષેત્રમાં સુવિધાઓ વધે છે, તકો વધે છે. આજે ડંકાની ચોટ પર બોર્ડર પર નવા રસ્તા, નવી ટનલ, નવા પૂલ, નવી રેલ લાઇન બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જે સરહદના ગામો ક્યારેક વેરાન હતા અમે તેને વાઇબ્રન્ટ બનાવવામાં લાગ્યા છીએ.
આ પણ વાંચો - બિહાર લઠ્ઠાકાંડ: બિહારમાં નકલી દારૂ પીવાથી 5 વર્ષમાં 200 લોકોના મોત જ્યારે NCRBના ચોપડે માત્ર 23 કેસ
અમે ડિવિઝનને દૂર કરવાના ઇરાદાથી લઇને આવ્યા છીએ - પીએમ મોદી
પ્રધાનમંત્રીએ મેઘાલયમાં કહ્યું કે લાંબા સમય સુધી દેશમાં એ વિચાર રહ્યો કે બોર્ડર એરિયામાં વિકાસ થશે, કનેક્ટિવિટી વધશે તો દુશ્મનને ફાયદો થશે. પહેલાની સરકાર તે વિચારના કારણે નોર્થ ઇસ્ટ સહિત દેશના બધા સીમાવર્તી ક્ષેત્રોમાં કનેક્ટિવિટી સારી થઇ શકી નહીં. લાંબા સમય સુધી જે દળોની સરકાર રહી તેમની નોર્થ ઇસ્ટ માટે ડિવિઝન સોચ હતી અને અમે ડિવિઝનને દૂર કરવાના ઇરાદો લઇને આવ્યા છીએ.
પીએમે કહ્યું કે અલગ-અલગ સમુદાય હોય કે પછી અલગ-અલગ ક્ષેત્ર, અમે દરેક પ્રકારના ડિવિઝનને દૂર કરી રહ્યા છીએ. ભ્રષ્ટાચાર, ભેદભાવ, ભાઇ-ભત્રીજાવાદ, હિંસા, પ્રોજેક્ટ્સને લટકાવવા, ભટકાવવા, વોટ બેંકની રાજનીતિને બહાર કરવા માટે અમે ઇમાનદારીથી પ્રયત્ન કરી રહ્યા છીએ.
પીએમ નરેન્દ્ર મોદીએ ત્રિપુરાને 4350 કરોડની ભેટ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિપુરાને 4350 કરોડ રૂપિયાની ભેટ આપી છે. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે ડબલ એન્જીન સરકારનો એ પ્રયત્ન છે કે ત્રિપુરાને લોકલથી ગ્લોબલ કેવી રીતે બનાવે. ચીન સાથે તણાવ વચ્ચે પીએમ મોદીનો પૂર્વોત્તર રાજ્યનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ મેઘાલયમાં જનસભા કરી હતી અને પછી અગરતલામાં રોડ શો કર્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us