scorecardresearch

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરશે

New Parliament : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો, લોકસભા અધ્યક્ષે કહ્યું – નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને નવી ઈમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે

PM Narendra Modi
પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં નવી બિલ્ડિંગની તસવીરો શેર કરી હતી (PMO)

New Parliament : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું લોકાર્પણ કરશે. લોકસભા સચિવાલયે જાણકારી આપી કે અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો.

આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે નવું ભવન

લોકસભા અધ્યક્ષે કહ્યું કે નવા સંસદ ભવનનું નિર્માણ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને નવી ઈમારત આત્મનિર્ભર ભારતની ભાવનાનું પ્રતીક છે. આ પહેલા માર્ચમાં પીએમ મોદીએ નવી ઈમારતની મુલાકાત લીધી હતી અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બિલ્ડિંગના નિર્માણ સાથે સંકળાયેલા કારીગરો સાથે પણ વાતચીત કરી હતી. પીએમ મોદીએ સંસદના બંને ગૃહોને મળતી તમામ સુવિધાઓનો પણ તાગ મેળવ્યો હતો.

નવી ઇમારતમાં મોટા પ્રમાણમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ પણ છે

નવું સંસદ ભવન ટેકનોલોજીથી ભરપૂર છે અને તેને વિવિધ સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તે વિવિધ પ્રકારની આર્ટવર્ક અને સુશોભનાત્મક ડિસ્પ્લે દ્વારા ભારતીય સંસ્કૃતિને રજૂ કરવાનો પ્રયાસ કરે છે. નવી ઇમારતમાં મોટા પાયે પ્રાદેશિક પ્રતિનિધિત્વ પણ છે. એક ગેલેરીમાં તમામ ભારતીય રાજ્યોમાંથી અધિકૃત રીતે બનાવેલ માટીકામની હસ્તકલા તેમજ ભારતભરના કાપડ સ્થાપનો પ્રદર્શિત કરવામાં આવશે. બીજી ગેલેરીમાં ભારતના પ્રખ્યાત સ્મારકો તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શતા દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો – નવા કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ રાજસ્થાનના દલિત ચહેરો છે, પૂર્વ અમલદાર ભાજપમાં ઝડપથી આગળ વધ્યા

સંસદની જૂની ઇમારત 1927માં બની હતી

હાલના લોકસભા ભવનમાં લગભગ 543 સભ્યો બેસી શકે છે અને રાજ્યસભા ભવનમાં 250 સભ્યો બેસી શકે છે. લોકસભા સચિવાલયનો મત હતો કે હાલની સંસદની ઇમારત જરૂરિયાતને પૂરી કરી રહી નથી. તેનું નિર્માણ 1927માં કરવામાં આવ્યું હતું જે હવે લગભગ 100 વર્ષ જૂનું થવા જઈ રહ્યું છે. બંને ગૃહોમાં સાંસદો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થાનો પણ અભાવ હતો. આપણી પાસે નવું અને અનુકૂળ સંસદ ભવન હોવું જોઈએ તે પણ આ એક મોટું કારણ હતું.

પીએમ મોદીએ ડિસેમ્બર 2020માં નવી બિલ્ડિંગની તસવીરો શેર કરી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવા બનેલા સંસદ ભવનને રેકોર્ડ સમયમાં ગુણવત્તાયુક્ત નિર્માણ સાથે બનાવવામાં આવ્યું છે.

Web Title: Pm narendra modi to inaugurate new parliament on may

Best of Express