Kempegowda Statue:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટની તાંબાની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. જણાવી દઈએ કે નાદપ્રભુ કેમ્પેગૌડાને શહેરના સંસ્થાપક હોવાનો શ્રેય આપવામાં આવે છે. આ પ્રસંગે પીએમ મોદીએ બે ટ્રેનો- દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ અને ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને લીલી ઝંડી પણ બતાવી હતી.
નાદપ્રભુ કેમ્પેગૌડા
નાદપ્રભુ કેમ્પેગૌડા વિજયનગર સામ્રાજ્યના 16મી સદીના શાસક હતા. નાદપ્રભુ કેમ્પેગૌડાને બેંગલુરુના સંસ્થાપકના રૂપમાં ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે તેમણે પોતાના મંત્રી સાથે શિકાર કરતા એક નવા શહેર પર વિચાર કર્યો હતો અને બાદમાં પ્રસ્તાવિક શહેરના ચારેય ખૂણામાં ટાવરોને ઉભા કરીને પોતાના ક્ષેત્રને ચિન્હિત કર્યા હતા.
કેમ્પેગૌડાને પીવાના પાણી અને કૃષિની જરૂરિયાને પુરી કરવા માટે શહેરમાં લગભગ 1000 ઝીલોના વિકાસ કરવા માટે પણ ઓળખવામાં આવે છે. કેમ્પેગૌડા દક્ષિણ કર્ણાટકમાં પ્રમુખ વોક્કાલિગા સમુદાયથી હતા.
આ પણ વાંચો – જેલમાંથી બહાર આવતા જ નરમ પડ્યા સંજય રાઉતના તેવર, કહ્યું- ફડણવીસે કેટલાક સારા નિર્ણયો લીધા
કેમ્પેગૌડાનું નામ શહેરમાં દરેક જગ્યાએ જોવા મળે છે. જેમ કે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેમ્પેગૌડા બસ સ્ટેન્ડ, શહેરના મુખ્ય મેટ્રો સ્ટેશનને નાદપ્રભુ કેમ્પેગૌડા મેટ્રો સ્ટેશન કહેવામાં આવે છે. જૂના શહેરમાં એક મુખ્ય સડકને જી રોડ કે કેમ્પેગૌડા રોડ કહેવામાં આવે છે.
બીજેપીનો શું છે લક્ષ્ય
લિંગાયતો પછી કર્ણાટકમાં બીજા સૌથી પ્રભાવશાળી વોક્કાલિગા સમુદાયમાં કેમ્પેગૌડા પ્રતિષ્ઠિત માનવામાં આવે છે. સૂત્રોના મતે કેમ્પેગૌડાને સન્માનિત કરીને વોક્કાલિગા સમુદાયને ભાજપા પોતાના તરફ ખેંચવા પ્રયત્ન કરી રહ્યું છે. જણાવી દઈએ કે બીજેપીને 224 સભ્યોવાળી કર્ણાટક વિધાનસભામાં ક્યારેય પણ 113થી વધારે સીટો પર સ્પષ્ટ બહુમતી મળી નથી. પાર્ટીએ હંમેશા વોક્કાલિગા સમુદાયને પોતાના તરફ લાવવા સંઘર્ષ કર્યો છે.
ભાજપા શોધી રહી છે તક
આ સમુદાય પાસે જૂના મૈસુરનો ગઢ છે. દક્ષિણ કર્ણાટકમાં મૈસુર ક્ષેત્ર તે ક્ષેત્રમાં સામેલ છે જે મૈસુરના પૂર્વ સામ્રાજ્યનો ભાગ હતો. ભાજપ 2019માં લોકસભા ચૂંટણી પછી આ ક્ષેત્રમાં પોતાની પકડ બનાવવા માટે નવી તક શોધી રહી છે.