Indore Pravasi Bhartiya Sammelan 2023 : પ્રવાસી ભારતીય દિવસના બીજા દિવસે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને 70 દેશોના 3800 લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે પ્રવાસી ભારતીય પોતાની માટીને નમન કરવા આવ્યા છે. પ્રવાસી લોકો વિદેશની ધરતી પર ભારતના રાષ્ટ્રદૂત છે. પીએમ આ દરમિયાન એ પણ કહ્યું કે અમારા માટે આખો સંસાર જ સ્વદેશ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સદીયો પહેલા વૈશ્વિક વેપારની અસાધારણ પરંપરા શરુ કરી હતી. આપણે અસીમ લાગતો સમુદ્ર પાર કર્યો. અલગ-અલગ દેશો, અલગ-અલગ સભ્યતાઓ વચ્ચે વ્યવસાયિક સંબંધ કેવી રીતે સંયુક્ત સમૃદ્ધિના રસ્તા ખોલી શકે છે. ભારતે આ કરીને બતાવ્યું છે.
વસુધૈવ કુટંબકમ’ ની ભાવનાના સાક્ષાત દર્શન થાય છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના આટલા અલગ-અલગ દેશોમાં જ્યારે ભારતના લોકો એક કોમન ફેક્ટરની જેમ દેખાય છે તો ‘વસુધૈવ કુટંબકમ’ ની ભાવનાના સાક્ષાત દર્શન થાય છે. દુનિયાના કોઇ એક દેશમાં જ્યારે ભારતના અલગ-અલગ પ્રાંતોના, અલગ-અલગ ક્ષેત્રોના લોકો મળે છે તો એક ભારત શ્રેષ્ઠ ભારતનો સુખદ અનુભવ થાય છે.
પીએમે કહ્યું કે દુનિયાના અલગ-અલગ દેશોમાં જ્યારે સૌથી શાંતિપ્રિય, લોકતાંત્રિક અને અનુશાસિત નાગરિકોની ચર્ચા થાય છે તો મધર ઓફ ડેમોક્રેસી હોવાનું ભારતીય ગૌરવ વધી જાય છે. આપણા આ પ્રવાસી ભારતીયોના યોગદાનનું વિશ્વ આકલન કરે છે અને તેને સશક્ત અને સમર્થ ભારતનો અવાજ પણ સંભળાય છે.
તમે મેક ઇન ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છો – પીએમ મોદી
પ્રવાસી ભારતીયોને તેમની જવાબદારી બતાવતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે મેક ઇન ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છો, તમે યોગ અને આયુર્વેદના બ્રાન્ડ એમ્બેસેડર છો, તમે ભારતીય કોટેજ ઇડસ્ટ્રી અને હૈંકિક્રોફ્ટ્સના પણ બ્રાન્ડ એમ્બેસેડર છો, સાથે તમે ભારતના મિલેટ્સના પણ બ્રાન્ડ એમ્બેસેડર છો. પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક મંચ પર આજે ભારતનો અવાજ, ભારતનો સંદેશ, ભારતની કહેલી વાત અલગ જ મતલબ રાખે છે. ભારતની આ વધતી તાકાત આવનાર દિવસોમાં વધારે વધવાની છે.