વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરમાં પોલીસ માટે વન નેશન વન યુનિફોર્મ ઉપર મુક્યો ભાર

PM Modi in chintan shivir: ફરિદાબાદના સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિબિરનો શુક્રવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દરેક રાજ્યોએ એક બીજા પાસેથી શીખવું જોઈએ. સારા તાલમેલ માટે આ ખૂબ જ જરુરી છે. બંધારણની મુળ ભાવના પણ આ જ છે.

PM Modi in chintan shivir: ફરિદાબાદના સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિબિરનો શુક્રવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દરેક રાજ્યોએ એક બીજા પાસેથી શીખવું જોઈએ. સારા તાલમેલ માટે આ ખૂબ જ જરુરી છે. બંધારણની મુળ ભાવના પણ આ જ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
PM Narendra Modi

". "

PM Modi in Chintan Shivir: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના ફરિયાદબાદ જિલ્લામાં થઈ રહેલી રાજ્યોના ગૃહમંત્રીઓની ચિંતન શિબિરને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધી હતી. ફરિદાબાદના સૂરજકુંડમાં બે દિવસીય ચિંતન શિબિરનો શુક્રવારે છેલ્લો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દરેક રાજ્યોએ એક બીજા પાસેથી શીખવું જોઈએ. સારા તાલમેલ માટે આ ખૂબ જ જરુરી છે. બંધારણની મુળ ભાવના પણ આ જ છે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિંતન શિબિરને વર્ચ્યુઅલી સંબોધિત કરતા કહ્યું હતું કે જ્યારે દેશનું સામર્થ્ય વધશે તો દેશને દરેક નાગરિકનું પણ સામાર્થ્ય વધશે. આ જ સુશાસન છે. આ માટે રાજ્યોની ખુબ જ મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે સંવિધાનમાં ભલે કાયદો અને વ્યવસ્થા રાજ્યોના દાયિત્વમાં છે. પરંતુ આ દેશની એક્તા-અખંડતા સાથે જ જોડાયેલી છે. દરેક રાજ્યો એકબીજાથી સિખે, એકબીજાથી પ્રેરણા લે.

આવનારા 25 વર્ષ અમૃત પેઢીના નિર્માણના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદીનો અમૃતકાળ આપણી સામે છે. આવનારા 25 વર્ષ દેશમાં એક અમૃતપેઢીના નિર્માણનો છે. આ અમૃત પેઢી પંચ પ્રાણોના સંકલ્પોની ધારણ કરીને નિર્મિત થશે. વિકસિત ભારતનું નિર્માણ ગુલામીની દરેક વિચારોથી મુક્તિ, વિરાસત ઉપર ગર્વ, એક્તા અને એકજુટતા અને નાગરિક કર્તવ્ય આ પાંચ પ્રણ છે. આ પાંચ પ્રણોનું મહત્વ તમે પણ સારી રીતે સમજો છો. આ એક વિરાટ સંકલ્પ છે. આને માત્રને માત્ર સૌના પ્રયત્નથી જ સિદ્ધ કરી શકાય છે.

આ પણ વાંચોઃ-કરન્સી નોટો પર એક તરફ ગાંધીજી, બીજી તરફ લક્ષ્મી-ગણેશનો ફોટો, કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

Advertisment

એજન્સીઓ એકબીજાને સંપૂર્ણ સહિયોગ આપે

શિબિરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનેક વખત કેન્દ્રિય એજન્સીઓને કેટલાક રાજ્યોમાં એક સાથે તપાસ કરવી પડતી હોય છે. બીજા દેશોમાં પણ જવું પડતું હોય છે. એટલા માટે દરેક રાજ્યની જવાબદારી છે કે રાજ્યની એજન્સીઓ હોય કે કેન્દ્રની એજન્સી હોય દરેક એજન્સીએ એકબીજા સાથે સંપૂર્ણ સહિયોગ સાથે કામ કરવુ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે દરેક દેશના હિત માટે કામ કરો અને આ બંધારણની ભાવના છે અને દેશવાસીઓ માટે આપણું કર્તવ્ય પણ છે.

આ પણ વાંચોઃ-નોટ પર લક્ષ્મી-ગણેશઃ અરવિંદ કેજરીવાલે ત્રણ વર્ષમાં સાત વખત ભાજપના એજન્ડામાં મોટો ફટકો માર્યો

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશના વિરોધમાં જે તાકાત ઉભી રહી છે જે પ્રાકરે દરેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.સમાન્ય નાગરિકની સુરક્ષા માટે આવી કોઈપણ નકારાત્મક શક્તિઓ સામે કડકમાં કડક વર્તન એજ આપણી જવાબદારી છે.

દેશ PM Narendra Modi