scorecardresearch

શું દહેજ બાદ દીકરીનો પારિવારિક સંપત્તિ પર અધિકાર હોય છે? બોમ્બે હાઇકોર્ટે ગોવા કેસ મામલે આપી પ્રતિક્રિયા

property rights of daughter: બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરનાર તેના માતા-પિતાની સૌથી મોટી પુત્રી છે અને તેની બીજી ત્રણ બહેન તેમજ ચાર ભાઇ છે. ત્યારે તેમના પિતાના અવસાન બાદ વીલમાં તેમની મોટી દીકરીને વારસદાર તરીકે ઘોષિત કરી છે.

બોમ્બે હાઇકોર્ટ
બોમ્બે હાઇકોર્ટની ગોવા ખંડપીઠે દીકરીઓના મિલકત પર અધિકાર બાબતે મહત્વનું નિવેદન આપ્યું

Khadija Khan: બોમ્બે હાઇકોર્ટની ગોવા ખંડપીઠે મહત્વનું નિવેદન આપ્યું હતું કે ‘દીકરીનો પારિવારિક સંપત્તિ પર અધિકાર એટલે ખત્તમ નથી થઇ જતો કારણકે તેના લગ્નમાં દહેજ આપ્યું હોય’.

જસ્ટિસ એમ.એસ.સોનકે અરજદારની પુત્રીની સંપત્તિ તેની સંમતિ વિના જ તેના ભાઇઓને હસ્તાંતરિત કરનાર ડીડ રદ્દ કરી દીધી. આ મામલે અદાલતે કહ્યું હતું કે, જો કે ભલે એવું માનવામાં આવે કે દીકરીઓને લગ્ન સમયે દહેજ આપી દીધું છે. એટલે એનો અર્થ નથી કે તેનો પારિવારિક સંપત્તિ પર હવે કોઇ અધિકાર નથી. દીકરીઓના એ અધિકારોને એ પ્રકારે ખત્તમ ન કરી શકાય. જે રીતે પિતાના અવસાન બાદ ભાઇઓ દ્વારા બહેનના મિલકત પર અધિકારને ખત્તમ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

અદાલતે વધુમાં કહ્યું હતું કે, દીકરીઓને પર્યાપ્ત દહેજ આપવા મામલે કોઇ ઢોસ સબૂત નથી. ત્યારે એ નિષ્કર્ષ નીકળ્યું છે કે, બહેનોને મિલકતમાંથી બેદખલ કરવા માટે ભાઇઓ દ્વારા સંયુક્ત પરિવારની સંપત્તિને હડપી લેવામાં આવી રહી છે.

અરજદારે કોર્ટમાં ન્યાયધીશોનું ધ્યાન દોર્યું

બોમ્બે હાઇકોર્ટમાં આ મામલે અરજી કરનાર તેના માતા-પિતાની સૌથી મોટી પુત્રી છે અને તેની બીજી ત્રણ બહેન તેમજ ચાર ભાઇ છે. ત્યારે તેમના પિતાના અવસાન બાદ વીલમાં તેમની મોટી દીકરીને વારસદાર તરીકે ઘોષિત કરી છે. જે અંગે અરજદારે કોર્ટમાં ન્યાયધીશોનું ધ્યાન દોર્યું હતું.

ઉલ્લેખનીય છે કે અરજદારે પિટિશનમાં 8 સપ્ટેમ્બર 1990ના રોજ થયેલા ટ્રાન્સફર ડીડનો પણ વિરોધ કર્યો હતો. કારણ કે આ અરજદારની કૌટુંબિક દુકાન તેના ભાઇઓ અને માતા દ્વારા તેમના અન્ય બે ભાઇઓને ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જેને અરજદારે રદ્દબાતલ જાહેર કરવાની માંગ કરી હતી. આ સાથે અરજદારે તેના ભાઇઓને તેની લેખિત સંમતિ વિના તેની મિલકતને ટ્રાન્સફર કરતા રોકવા માટે કાયમી મનાઇ હુકમ માટે કોર્ટમાં અપીલ કરી છે.

આ મામલે ભાઇઓની દલીલ

ભાઈઓ કહે છે કે બહેનોનો મિલકતો પર કોઈ અધિકાર નથી. તેઓ એ સંપત્તિઓ માટે મૌખિક દાવાના હવાલા આપી રહી છે, જ્યા તેમણે અધિકાર છોડી દીધો હતો. આ સાથે ભાઇઓએ એ પણ તર્ક આપ્યો કે લિમિટેશન એક્ટ હેઠળ સ્ટે રોકી દેવાયો હતો. કારણ કે એક્ટમાં ડીડી પૂરી થયા બાદ કેસ ત્રણ મહિનામાં જ દાખલ કરવાનો હોય છે.

આ પણ વાંચો: covid-19ના વધતા કેસો વચ્ચે કેન્દ્રની સમીક્ષા બેઠક, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇલેવલની મીટિંગમાં આપ્યા આદેશ

અપીલકર્તાની તરફેણમાં આદેશો પસાર

ભાઈઓએ કોર્ટ સમક્ષ એ દલીલ કરી હતી કે, ટ્રાન્સફર ડીડ વર્ષ 1990માં કરવામાં આવી હતી અને અરજી 1994માં દાખલ કરવામાં આવ્યો હતો. આના પર જસ્ટિસ સુનકે કહ્યું કેત, અપીલકર્તાએ પહેલેથી જ કહ્યું છે કે તેણે ડીડ વિશે જાણ્યાના છ અઠવાડિયાની અંદર અરજી દાખલ કરી હતી. તેણે એ પણ ધ્યાન દોર્યું કે, ભાઈઓ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયા કે મહિલાને 1990માં આ વિશે જાણ થઈ હતી. હાલમાં, કોર્ટે ટ્રાન્સફર ડીડને બાજુ પર રાખી છે અને અપીલકર્તાની તરફેણમાં આદેશો પસાર કર્યા છે.

ઉત્તરાધિકારી વીલને સમર્થન

ટ્રાયલ કોર્ટે 31 મે 2003ના રોજ આપેલા ચુકાદા અને હુકમનામું દ્વારા પુત્રીના દાવાને ફગાવી દીધો હતો અને તેના ઉત્તરાધિકારની વિલને રદ્દ કરી કાઉન્ટરક્લેઇમનો ચૂકાદો આપ્યો હતો. જો કે પ્રથમ એપેલેટ કોર્ટે સ્વર્ગસ્થ એન્ટોનિયો માર્ટિન્સના વારસદારોમાંના એક તરીકે દર્શાવતી ઉત્તરાધિકારી વીલને સમર્થન આપ્યું હતું.

ટ્રાયલ કોર્ટે 31 મે 2003ના રોજ આપેલા ચુકાદા અને હુકમનામું દ્વારા પુત્રીના દાવાને ફગાવી દીધો હતો અને તેના ઉત્તરાધિકારની વિલને રદ્દ કરી કાઉન્ટરક્લેઇમનો ચૂકાદો આપ્યો હતો. જો કે પ્રથમ એપેલેટ કોર્ટે સ્વર્ગસ્થ એન્ટોનિયો માર્ટિન્સના વારસદારોમાંના એક તરીકે દર્શાવતી ઉત્તરાધિકારી વીલને સમર્થન આપ્યું હતું. આ પછી અરજદારે બોમ્બે હાઈકોર્ટેનો દરવાજો ખટખટાવ્યો. જેમાં તેના કેસને બરતરફ કરવા પર સવાલ ઉઠાવવામાં આવ્યો.

હાઈકોર્ટે શું નિર્ણય લીધો?

અદાલતે કહ્યું કે આ મામલો અરજદાર દ્વારા વીલ સ્થાપિત કર્યાના 4 વર્ષ બાદ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અંગે તેને છ અઠવાડિયા પહેલા જ માલુમ પડ્યું છે. જો કે “મર્યાદાનો સમયગાળો આ કિસ્સામાં મર્યાદા અધિનિયમ 1963ની અનુસૂચિની કલમ 59 ની જોગવાઈઓ દ્વારા સંચાલિત હતો. નિયત મર્યાદા ત્રણ વર્ષ છે. આ સમયગાળો શરૂ થાય છે જ્યારે વાદીને રદ કરવાનો અધિકાર હોય છે અથવા ઇન્સ્ટ્રુમેન્ટ અથવા હુકમનામું બાજુ પર રાખો અથવા તેને કરાર રદ કરવાનો અધિકાર આપતાં તથ્યો પહેલા તેને જાણી શકાય છે,” કોર્ટે અવલોકન કર્યું હતું કે, મોટી પુત્રી અસ્તિત્વમાં આવ્યા પછી ટ્રાન્સફર ડીડની સંસ્થા જાણીતી બની હતી.

બોમ્બે હાઈકોર્ટની ગોવા બેંચે પોર્ટુગીઝ સિવિલ કોડ, 1867ની વિવિધ જોગવાઈઓ જેવી કે કલમ 2184, 1565, 2177 અને 2016ની પણ તપાસ કરી.

સંહિતાની કલમ 1565 પ્રદાન કરે છે કે જો અન્ય બાળકો અથવા પૌત્રો વેચાણ અથવા ગીરો રાખવા માટે સંમતિ આપતા નથી તો માતાપિતા અથવા દાદા દાદી બાળકો અથવા પૌત્રોને વેચવા અથવા ગીરો રાખવા માટે હકદાર રહેશે નહીં. (અનુવાદ માનસી ભુવા)

Web Title: Property rights of daughter after dowry goa case bombay hight court

Best of Express