Punjab Bharti Kisan Union: પંજાબમાં ભારતીય કિસાન યૂનિયને (એકતા ઉગ્રાહાં)ગુરુવારે સંગરુરમાં મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાનની બહાર એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ દરમિયાન ખેડૂતોએ વરસાદના કારણે ખરાબ થયેલ પાક અને લંપી વાયરસના કારણે મોતને ભેટેલી ગાયોને લઇને સહાયની માંગણી કરી છે.
છેલ્લા 11 દિવસથી ધરણાં કરી રહેલા ખેડૂતોએ સીએમ આવાસ તરફ જતા બધા પ્રવેશ અને નિકાસ બિંદુઓને અવરોધ કરવાની ધમકી આપી હતી. સીએમ આવાસ પાસે ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોના ધરણાએ 11માં દિવસમાં પ્રવેશ કર્યો છે.
તમને જણાવી જઈએ કે ખેડૂતોએ 9 ઓક્ટોબરે અલગ-અલગ માંગણીના સમર્થનમાં પોતાનો અનિશ્ચિતકાલિન વિરોધ શરુ કર્યો હતો. જેમાં વરસાદ અને કીટના હુમલાના કારણે જે ખેડૂતોના પાક ખરાબ થયા છે તેમને સહાય, ધાનની પરાલીના પ્રબંધન માટે 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વિત્તીય સહાયતા, ભૂમિ અધિગ્રહણ માટે ખેડૂતોને પુરતી સહાય અને તે ખેડૂતોને સહાય જેમના પશુઓના લંપી વાયરસના કારણે મોત થયા છે.
આ પણ વાંચો – બાહુબલી અતિક અહમદે કરી સીએમ યોગીની પ્રશંસા, કહ્યું- તે ઇમાનદાર અને બહાદુર મુખ્યમંત્રી છે
બીકેયૂ (એકતા ઉગ્રાહાં)ના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીકલાએ કહ્યું કે અમે પોતાની માંગણી પુરી નહીં થાય ત્યાં સુધી પોતાનો વિરોધ યથાવત્ રાખીશું. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ પોતાના ટ્રેક્ટર-ટ્રોલીયો સાથે રસ્તામાં ત્રણ કિલોમીટર સુધી ઉભા કરી દીધા છે. જેવી રીતે ત્રણ કૃષિ કાયદા સામે પોતાના આંદોલન દરમિયાન દિલ્હી પાસે ટિકરી અને સિંધૂ બોર્ડર પર કર્યું હતું.
ખેડૂતોનું કહેવું છે કે અમને વિરોધ માટે મોટા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. જે રાજ્ય સરકાર પર અમારી માંગણીનો સ્વીકાર કરવા માટે દબાણ કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે. રાજ્યના અલગ-અલગ ભાગમાંથી લોકો અમારા આંદોલનમાં સામેલ થઇ રહ્યા છે.
ખેડૂતોએ રાશન, રસોઇ ગેસ સિલેન્ડર, પંખા અને અન્ય આવશ્યક સામાન પણ ભેગો કર્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણી પુરી થશે નહીં ત્યાં સુધી આ આંદોલન યથાવત્ રહેશે. ખેડૂતોએ રસ્તાની બાજુમાં કેટલીક અસ્થાયી ઝુંપડીઓ પણ બનાવી છે. પ્રદર્શનકારી કિસાનોને સંબોધિત કરવા માટે મંચ પણ બનાવ્યો છે