અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા

Amritpal Singh Latest Update : પંજાબ પોલીસના આઈજીપીએ જણાવ્યું કે પંજાબ પોલીસથી બચવા માટે અમૃતપાલ સિંહ જલંધર જિલ્લાના નંગલ અંબિયન ગામમાં એક ગુરુદ્રારમાં ગયો હતો. ત્યાં ભાગતા પહેલા તેણે પોતાના કપડા બદલ્યા હતા

Written by Ashish Goyal
March 21, 2023 21:30 IST
અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી, ભગાડવામાં મદદ કરનાર ચાર આરોપીઓ પકડાયા
અમૃતપાલ સિંહ જે કારમાં ભાગ્યો તે પોલીસે જપ્ત કરી (Express Photo)

પંજાબ પોલીસ અમૃતપાલ સિંહને શોધી રહી છે. અમૃતપાલ ક્યાં ગાયબ થઇ ગયો તે હજુ પણ સવાલ બનેલો છે. અમૃતપાલને લઇને મંગળવારે પંજાબ પોલીસના આઈજીપી સુખચૈન સિંહ ગિલે મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે જે બ્રેઝા કારમાં અમૃતપાલ સિંહ ભાગ્યો હતો તે જપ્ત કરી લેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અમૃતપાલને ભગાડવામાં ચાર લોકોએ મદદ કરી હતી.

ચારેય સામે આર્મ્સ એક્ટ લગાવવામાં આવ્યો

તેમણે જણાવ્યું કે જે લોકોએ અમૃતપાલ સિંહને ભગાડવામાં મદદ કરી છે તે ચારેય સામે આર્મ્સ એક્ટ લગાવવામાં આવ્યો છે. પંજાબ પોલીસના આઈજીપીએ એ પણ જણાવ્યું કે પંજાબ પોલીસથી બચવા માટે અમૃતપાલ સિંહ જલંધર જિલ્લાના નંગલ અંબિયન ગામમાં એક ગુરુદ્રારમાં ગયો હતો. ત્યાં ભાગતા પહેલા તેણે પોતાના કપડા બદલ્યા હતા. તેમણે જણાવ્યું કે જે ચાર લોકોને પકડ્યા છે તેમણે આ જાણકારી આપી છે.

પંજાબ પોલીસના આઇજીપી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું કે અમૃતપાલ સિંહે નંગલ અંબિયન ગામના ગુરુદ્રારામાં કપડા બદલ્યા, શર્ટ અને પેન્ટ પહેર્યું અને પછી તે અન્ય ત્રણ લોકો સાથે બે બાઇક પર સવાર થઇને ભાગી ગયો હતો.

આ પણ વાંચો – હાઇકોર્ટે પંજાબ સરકારને લગાવી ફટકાર, તમારી પાસે 80,000 પોલીસ કર્મી, કેમ ના કરી શક્યા ધરપકડ

ણ મુખ્ય આરોપીની અત્યાર સુધી ધરપકડ થઇ નથી

આઈજીપી સુખચૈન સિંહે મીડિયા સાથે વાતચીતમાં એ પણ જણાવ્યું કે અમૃતપાલ સિંહ સામે એનએસએ લગાવ્યો છે. તેની સામે 18 માર્ચે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. મીડિયાના સવાલોના જવાબ દરમિયાન તેમણે કહ્યું કે પોલીસ કાનૂન પ્રમાણે કામ કરી રહી છે. સુખચૈન સિંહે અમૃતપાલ સિંહની ધરપકડના સવાલ પર કહ્યું કે લોકોને શક છે પણ મુખ્ય આરોપીની અત્યાર સુધી ધરપકડ થઇ નથી. જેવી ધરપકડ થશે અમે તમને જાણકારી આપીશું.

શનિવારે જ્યારે પોલીસે અમૃતપાલ અને તેના સંગઠન વારિસ પંજાબ દે સામે કાર્યવાહી શરૂ કરી હતી. તે સમયે અમૃતપાલ પોતાનું વાહન બદલીને ભાગવામાં સફળ રહ્યો હતો. આઈજીપી સુખચૈન સિંહ ગિલે કહ્યું કે મનપ્રીત સિંહ ઉર્ફે મુન્ના, ગુરદીપ સિંહ ઉર્ફે દીપા, હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી અને ગુરભેજ સિંહ ઉર્ફે ભેજાની અમૃતપાલ સિંહને ભગાડવામાં મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ