scorecardresearch

મફત વીજળી : પંજાબ પાવર પાસે સેલેરી આપવા માટે પૈસા નથી, એક કર્મચારીએ પોતાની વીજળી સબસિડી છોડવા માટે સરકારને પત્ર લખ્યો

Punjab Free Electricity: સૂત્રોએ કહ્યું કે વીજળી વિભાગ પહેલા જ પૈસાની તંગીથી ઝઝુમી રહ્યું છે. આવનાર દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. જ્યારે ગરમી અને ધાનની વાવણીના મોસમમાં વીજળીની માંગમાં વધારો જોતા તેને ખરીદવી પડશે

મફત વીજળી : પંજાબ પાવર પાસે સેલેરી આપવા માટે પૈસા નથી, એક કર્મચારીએ પોતાની વીજળી સબસિડી છોડવા માટે સરકારને પત્ર લખ્યો
. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના (PSPCL)એક કર્મચારીએ પોતાની વીજળી સબસિડી છોડવા માટે સરકારને પત્ર લખ્યો(File)

પંજાબ સરકારનો વીજળી વિભાગ દરરોજ 54 કરોડ રૂપિયાની સબસિડીના કારણે પૈસાની કમીથી ઝઝુમી રહ્યું છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના (PSPCL)એક કર્મચારીએ પોતાની વીજળી સબસિડી છોડવા માટે સરકારને પત્ર લખ્યો છે. PSPCL પટિયાલા ડિવિઝનના ચીફ એન્જીનિયરના અંગત સચિવ કરમજીત સિંહે પીએસપીસીએલના ચેયરપર્સનને પત્ર લખીને કહ્યું કે તેના અને તેની પત્નીના નામે રહેલા બે લાઇટના મીટરના બીલ ઝીરો આવી રહ્યા છે. જોકે તે બિલની ચુકવણી કરવા માંગે છે કારણ કે વીજળી વિભાગ દ્વારા લેવામાં આવેલા લોનથી ચિંતિત છે.

સરકારે પગાર માટે 500 કરોડ રૂપિયા ઉધાર લેવા પડ્યા

સબસિડીનો ભાર ઉઠાવવામાં અસમર્થ પીએસપીસીએલે પોતાના કર્મચારીઓના પગાર આપવા માટે 500 કરોડ રૂપિયા ઉધાર લેવા પડ્યા. રાજ્ય સરકારે ગ્રાહકોને સબસિડીમાંથી બહાર નીકળવા માટે કોઇ વિકલ્પ આપ્યો નથી. રાજ્યના 88.15 ટકા રહેવાસીઓના જાન્યુઆરીમાં લાઇટ બિલ ઝીરો આવ્યા છે.

પગારમાંથી 5000 રૂપિયા કાપવા કરી અરજી

કરમજીત સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમણે પીએસપીસીએલના અધ્યક્ષને પત્ર લખીને પોતાના પગારમાંથી 5000 રૂપિયા પ્રતિ મહિના કાપવા માટે કહ્યું છે. જેથી તે વીજળી વિભાગના આર્થિક સંકટને દૂર કરવામાં યોગદાન કરી શકે, જે પરેશાનીના ગાળામાં છે. મને કોઇ પણ પત્રનો જવાબ મળ્યો નથી.

કર્મચારીએ કહ્યું – લાઇટ કાપ માટે તૈયાર રહે લોકો

કરમજીત સિંહે કહ્યું કે મારે બે મહિના પહેલા એક મીટર પર ઝીરો રૂપિયા બીલ આવ્યું હતું. આ વખતે બન્ને મીટરોનું બીલ ઝીરો આવ્યું છે. હું બીલ ચુકવી શકું છું. હું તે સંગઠન માટે સમર્પિત છું જેની મેં આટલા વર્ષો સુધી સેવા કરી છે. હું નથી ઇચ્છતો કે પૈસાની કમીના કારણે નુકસાન ભોગવવું પડે. સૂત્રોએ કહ્યું કે વીજળી વિભાગ પહેલા જ પૈસાની તંગીથી ઝઝુમી રહ્યું છે. આવનાર દિવસોમાં પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. જ્યારે ગરમી અને ધાનની વાવણીના મોસમમાં વીજળીની માંગમાં વધારો જોતા તેને ખરીદવી પડશે. એક અધિકારીએ કહ્યું કે અમે નથી જાણતા કે અમે આને કેવી રીતે પહોંચી વળીશું. હું લોકોને કહી શકું છું કે લાઇટના કાપ માટે તૈયાર રહો.

આ પણ વાંચો – આરોગ્ય સેતુ એપથી મેળવેલા ડેટાનું સરકારે શું કર્યું, કોરોનાકાળમાં લોન્ચ કરાઇ હતી એપ

જુલાઇથી શરુ થઇને સાત મહિના માટે મફત 300 યૂનિટ વીજળી માટે પીએસપીસીએલનું સબસિડી બિલ 3433 કરોડ રૂપિયા છે. જ્યારથી મફત વીજળી આપવાની શરૂઆત કરી હતી. ગત વર્ષે જુલાઇમાં આ 82.47 કરોડ રૂપિયા હતા. જ્યારે તેના 62 ટકા ગ્રાહકોને મફત વીજળીનો લાભ મળ્યો. ઓગસ્ટમાં આ વધીને 638.76 કરોડ રૂપિયા થઇ ગયા, જેનાથી 67 ટકા ગ્રાહકોને લાભ મળ્યો.

સપ્ટેમ્બરમાં આ 732.27 કરોડ રૂપિયા હતા, જેમાં 67 ટકા વસ્તી સામેલ હતી. ઓક્ટોબરમાં 686.98 રૂપિયા હતી કારણ કે મફત વીજળી શહેરના 76 ટકા નિવાસીઓને લાભાન્વિત કરતી હતી. નવેમ્બરમાં 522 કરોડ રૂપિયા હતી, જેમાં 86 ટકા વસ્તી સામેલ હતી. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આ અનુક્રમે 388 રૂપિયા અને 381 કરોડ રૂપિયા હતી.

કેટલાક દિવસો પહેલા પંજાબ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડે (PSEB)એન્જીનિયર્સ એસોસિયેશને મુખ્યમંત્રી ભગવંત માનને વિત્તીય અને વીજળી સંકટની ચેતવણી આપતા પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહ્યું હતું કે વિત્તીય વર્ષ 2022-23 માટે સરકારનું વાર્ષિક વીજળી સબસિડી બિલ 19000 કરોડ રૂપિયાને પાર કરવાની આશા છે. જેમાં કૃષિ, ઘરેલું અને ઓદ્યોગિક ગ્રાહકોને મફત સબસિડી વાળી વીજળી સામેલ છે. એસોસિયેશને કહ્યું કે જો લંબિત રકમનું પેમેન્ટ કરવામાં ના આવ્યું તો પંજાબનું વીજળી ક્ષેત્ર માનવ નિર્મિત વિત્તીય અને વીજળી સંકટ તરફ વધી શકે છે.

Web Title: Punjab power com borrows money to pay salaries employee writes to govt to opt out of subsidy

Best of Express