પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો, અમિત શાહને પણ આપી ચૂક્યો છે ધમકી

Who Is Amritpal Singh : અમૃતપાલ સિંહના નજીકના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જેના વિરોધમાં તેના સમર્થકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ઘણા સમર્થકોના હાથમાં તલવારો અને અન્ય હથિયારો પણ હતા

Written by Ashish Goyal
February 23, 2023 21:35 IST
પંજાબ : કોણ છે અમૃતપાલ સિંહ? તલવારોના દમ પર પોલીસ સ્ટેશન પર કર્યો કબજો, અમિત શાહને પણ આપી ચૂક્યો છે ધમકી
અમૃતપાલ સિંહ વારિસ પંજાબ ડે નામના સંગઠનનો મુખીયા છે (Pics - ANI))

પંજાબમાં એક પોલીસ સ્ટેશન પણ કબજાને લઇને અમૃતપાલ સિંહ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો છે. અમૃતપાલ સિંહના સમર્થકોએ પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા પોલીસ સ્ટેશનને કબજામાં લઇ લીધું હતું. અમૃતપાલ સિંહના નજીકના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જેના વિરોધમાં તેના સમર્થકોએ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ઘણા સમર્થકોના હાથમાં તલવારો અને અન્ય હથિયારો પણ હતા.

કોણ છે અમૃતપાલ સિંહ?

અમૃતપાલ સિંહનો જન્મ પંજાબના તરનતારન જિલ્લાના પટ્ટી ગામમાં 1993માં થયો હતો. તે પોતાના સમર્થકો વચ્ચે ગુરુ વારિસના નામથી પ્રસિદ્ધ છે. અમૃતપાલ સિંહ વારિસ પંજાબ ડે નામના સંગઠનનો મુખીયા છે. જે તે દાવો કરે છે કે તે પંજાબી કલ્ચરને પ્રમોટ કરે છે.

ગૃહ મંત્રી અમિત શાહને ધમકી આપી હતી

અમૃતપાલ સિંહ હંમેશા વિવાદોમાં રહે છે અને પોતાના નિવેદનના કારણે ચર્ચા રહે છે. અમૃતપાલ સિંહ પોતાની ખાલિસ્તાન સમર્થક વિચારના કારણે ઘણો ચર્ચામાં રહે છે. કેટલાક દિવસ પહેલા તેણે ગૃહ મંત્રી અમિત શાહને ધમકી આપી હતી અને ઇન્દીરા ગાંધી જેવી હાલત કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો – દિલ્હીના મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત, જાણો કોણ છે નવા મેયર શૈલી ઓબેરોય?

અમૃતપાલ સિંહે કેટલાક દિવસો પહેલા ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતા કહ્યું હતું કે જો તેમણે ખાલિસ્તાન આંદોલનને રોકવાનો પ્રયત્ન કર્યો કે તેમની પણ તેવી જ હાલત થશે જેવી ઇન્દીરા ગાંધીની થઇ હતી. જોકે પછી તેણે આ નિવેદનથી યૂ ટર્ન લેતા કહ્યું હતું કે મેં ગૃહ મંત્રીને કોઇપણ પ્રકારની ધમકી આપી નથી. અમૃતપાલ સિંહ જે સંગઠનનો મુખીયા છે તેની સ્થાપના દીપ સિદ્ધુએ કરી હતી. દીપ સિદ્ધુનું ગયા વર્ષે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

2018માં પંજાબ પોલીસે કરી હતી ધરપકડ

2018માં પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી હતી. 2020માં પણ તેની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે તેણે ખેડૂત આંદોલન દરમિયાન ભડકાઉ ભાષણોનો ઉપયોગ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ