રાહુલ ગાંધીએ જાતિ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા! ભાજપના હિંદુત્વને ડામવા માટે ફરીથી ‘હિસ્સેદારી, ભાગીદારી’ કાર્ડ ખેલ્યું

Rahul Gandhi OBC Card : રાહુલ ગાંધીએ ઓબીસી કાર્ડનું રાજકારણ ખેલી જાતિની વસ્તી ગણતરીની હિમાયત કરતી વખતે કહ્યું કે, "તો મારા મગજમાં એક પ્રશ્ન ઊભો થયો. આ દેશમાં કેટલા ઓબીસી છે, કેટલા દલિત, કેટલા આદિવાસી, કેટલા સામાન્ય વર્ગના છે. ભારત સરકાર ચલાવવામાં તેમનો કેટલો હિસ્સો છે, એ એક સરળ પ્રશ્ન છે, જો આ દેશમાં 50% OBC છે, તો સરકાર ચલાવવામાં 50% ભાગીદારી તેમની હોવી જોઈએ.”

Written by Kiran Mehta
Updated : November 09, 2023 21:17 IST
રાહુલ ગાંધીએ જાતિ મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા! ભાજપના હિંદુત્વને ડામવા માટે ફરીથી ‘હિસ્સેદારી, ભાગીદારી’ કાર્ડ ખેલ્યું
રાહુલ ગાંધી - ઓબીસી કાર્ડ - મધ્ય પ્રદેશ ચૂંટણી

Rahul Gandhi : કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત ભાજપ પર હુમલો કરી રહ્યા છે. આ વખતે તેમણે એમપી અને કેન્દ્રીય રાજકારણમાં પ્રવેશવા માટે ઓબીસી કાર્ડ પર જુગાર રમ્યો છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી OBC કાર્ડ દ્વારા ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુરુવારે, તેમણે ફરી એકવાર એમપીના અશોક નગરમાં ઓબીસી વસ્તી ગણતરી વિશે વાત કરી અને પીએમ નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલો ઉઠાવ્યા. એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું, “બે-ત્રણ દિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતમાં એક જ જાતિ છે, તે છે ગરીબ. એક બાજુ તેઓ કહે છે કે, મારું નામ નરેન્દ્ર મોદી છે, હું ઓબીસી છું અને બીજી બાજુ બીજી બાજુ તે હિન્દુસ્તાન કહે છે. મારામાં એક જ જાતિ છે અને તે છે ગરીબ.”

તેમણે વધુમાં કહ્યું કે, “મે મારી આંખે જે જોયું તે હું તમને જણાવવા માંગુ છું. હું લાખો યુવાનોને મળ્યો અને જ્યારે હું તેમને પૂછતો કે, ભાઈ, તમે બેરોજગાર છો, તમારી જાતિ શું છે, તો તેઓ મને કહેતા – હું છું ઓબીસી, હું છુ દલિત, હું આદિવાસી છું.”

આ પણ વાંચોસરકારના વિરોધાભાસી નિયમોને કારણે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં વરિષ્ઠ EWS ફેકલ્ટીની જગ્યાઓ ખાલી જ પડી રહી

‘જેટલો જેનો હિસ્સો, એટલી જ તેની ભાગીદારી’

આ પછી, જાતિની વસ્તી ગણતરીની હિમાયત કરતી વખતે, તેમણે કહ્યું, “તો મારા મગજમાં એક પ્રશ્ન ઊભો થયો. આ દેશમાં કેટલા ઓબીસી છે, કેટલા દલિત, કેટલા આદિવાસી, કેટલા સામાન્ય વર્ગના છે. ભારત સરકાર ચલાવવામાં તેમનો કેટલો હિસ્સો છે, એ એક સરળ પ્રશ્ન છે, જો આ દેશમાં 50% OBC છે, તો સરકાર ચલાવવામાં 50% ભાગીદારી તેમની હોવી જોઈએ.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ