કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ‘મોદી સરનેમ’ કેસમાં બે વર્ષની સજાનો ચુકાદા રદ કરવા માટે સુરતના સેશન્સ કોર્ટમાં અપીલ કરી છે. આ અરજી ઉપર સુરતની અદાલત 3 એપ્રિલ, 2023 સોમવારના રોજ સુનાવણી હાથ ધરશે. નોંધનીય છે કે, ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજાની સંભળાવી છે અને આ ચુકાદાના આધારે લોકસભાની એક સમિતે તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરી દીધું છે.
રાહુલ ગાંધીની આદેશ રદ કરવા અરજી, સોમવારે કોર્ટમાં સુનાવણી
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની અરજીમાં સેશન્સ કોર્ટને માનહાનિના કેસમાં દોષિત ઠેરવતા મેજિસ્ટ્રેટના આદેશને રદ કરવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીને પાછલા મહિને વર્ષ 2019ના એક કેસમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. જેમાં મોદી સરનેમ ટીપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
અદાલતના ચુકાદા રાહુલ ગાંધીએ સાંસદ ગુમાવ્યું
‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને દોષી ઠેરવતા બે વર્ષની સજા સંભળાવી હતી તેમજ આશ્ચર્યજનક તાત્કાલિક જામીન પણ મળી ગયા સજા ને30 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન રાહુલ અદાલતના ચુકાદાને પડકારીને સજાના ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાની તક આપી મળી હતી. જોકે ભાજપના વડપણ હેઠળના સરકારના નેતૃત્વમાં લોકસભા વિધાનસભા સમિતિએ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવતા તેમનું સભ્યપદ રદ્દ કરી દીધું.
તો બીજી બાજુ આ સમયે 29 માર્ચના રોજ ચૂંટણી પંચે ચાર વિધાનસભા ક્ષેત્રો અને એક સંસદીય ક્ષેત્રની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી, પરંતુ વાયનાડ બેઠક માટે કોઈ ઘોષણા કરવામાં આવી ન હતી. એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “સીટ ખાલી થયા પછી ચૂંટણીની જાહેરાત કરવા માટે 6 મહિનાનો સમયગાળો હોય છે.
ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને 30 દિવસનો સમય આપ્યો છે, કોઈ ઉતાવળ નથી. રાજીવ કુમારે કહ્યું કે કાયદો એમ પણ કહે છે કે જો ટર્મનો બાકીનો સમયગાળો એક વર્ષથી ઓછો હોય તો ચૂંટણી નહીં થાય. જોકે, વાયનાડની ટર્મ એક વર્ષથી વધારે છે.
ભાજપના નેતાએ કર્યો હતો માનહાનિનો કેસ
ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. લોકસભામાં ગેરલાયક જાહેર થયાના થોડાક દિવસ બાદ રાહુલ ગાંધીને તેમનો સરકારી બંગલો ખાલી કરવાનો નોટીસ મોકલવામાં આવી હતી.
રાહુલ ગાંધીએ શું નિવેદન આપ્યું હતું?
રાહુલ ગાંધીએ વર્ષ 2019માં એક નિવેદનમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી… ચોરની ટોળકી છે. તેઓ તમારા ખિસ્સામાંથી પૈસા પડાવી લે છે.. ખેડૂતો, નાના દુકાનદારો પાસેથી પૈસા છીનવી લે છે અને તેમાંથી જ 15 લોકોને પૈસા આપે છે. તમને લાઇનમાં ઊભા રાખે છે. બેંકમાં પૈસા જમા કરાવે છે અને આ પૈસા નીરવ મોદીને લઈ જતો રહે છે. આ તમામ ચોરના નામ મોદી-મોદી-મોદી કેવી રીતે છે? નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી અને જો આપણે તપાસ કરીશું તો નવા મોદી બહાર આવશે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીનું સાંસદ પદ કેમ ગુમાવવું પડ્યું? જાણો કોંગ્રેસ નેતા પાસે હવે શું વિકલ્પ છે
રાહુલ ગાંધીને વધુ એક કેસમાં 12 એપ્રિલમાં અદાલતમાં હાજર નવા નિર્દેશ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમણે વર્ષ 2019માં કરેલી ટિપ્પણી બદલ સુશીલ કુમાર મોદી દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય માનહાનિ કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પટનાની એક કોર્ટે આ કેસના મામલે કોંગ્રેસ નેતાને 12 એપ્રિલે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.