કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સુરતની સેશન કોર્ટમાં પોતાની સજાને પડકાર આપતા અરજી દાખલ કરી છે. થોડાક દિવસો પહેલા આપરાધિક અવમાનના સાથે જોડાયેલા કેસમાં સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી. રાહુલ ગાંધીને આ સજા મોદી સરનેમ સાથે જોડાયેલી ટિપ્પણીના કેસમાં થઇ છે.
પિતા-પુત્રીની જોડી લડી રહી છે રાહુલ ગાંધીનો કેસ
સુરતના સેશન કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમાં સીનિયર એડવોકેટ આરએસ સીમા, એડવોકેટ તરન્નુમ ચીમા અને કિરીટ પાનવાલા સામેલ છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે દિગ્ગજ એડવોકેટ અભિષેક મનુ સિંઘવી આ ટીમના સ્ટ્રેટેજિક એડવાઇઝર તરીકે મદદ કરી રહ્યા છે.
જજની ઓફર ફગાવી ચુક્યા છે આરએસ ચીમા
રાહુલ ગાંધી તરફથી હાજર થયેલા વકીલોની આગેવાની કરી રહેલા આરએસ ચીમાની ગણતરી દેશના ટોપ ક્રિમિનલ લોયર્સમાં થાય છે. પંજાબ અને દિલ્હીમાં પ્રેક્ટિસ કરનાકર ચીમા 1977થી વકાલત કરી રહ્યા છે અને કોલગેટ સ્કેમથી લઇને શીખ રમખાણ સાથે જોડાયેલા કેસ લડી ચુક્યા છે. ચીમા સીબીઆઈ તરફથી પણ ઘણા હાઇ પ્રોફાઇલ કેસ લડી ચુક્યા છે.
આરએસ ચીમા દિલ્હી હાઇકોર્ટમાં સીબીઆઈ તરફથી સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર ઉપસ્થિત થયા હતા અને સજ્જન કુમારને છોડી મુકવાના નિર્ણયને પલટાવી દીધો હતો. તેમણે ચર્ચિત કોલગેટ સ્કેમમાં પણ ઘણા આરોપીઓને સજા અપાવી હતી.
સીનિયર એડવોકેટ આરએસ ચીમા ઇકોનોમિક્સના પ્રોફેસર રહી ચુક્યા છે. આ સિવાય પંજાબ સરકારના એડવોકેટ જનરલ પણ રહ્યા છે. તે આ પદ પર 2 વર્ષ સુધી રહ્યા હતા. ચીમાને જજ બનવાની ઓફર પણ મળી હતી પણ તેમણે ઓફર ફગાવી દીધી હતી.
પહેલા પણ લડી ચુક્યા છે રાહુલ ગાંધીનો કેસ
આ પહેલા પણ આરએસ ચીમા રાહુલ ગાંધી માટે કેસ લડી ચુક્યા છે. આ પહેલા તે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે કેસ લડી ચુક્યા છે અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને ક્રોસ એક્ઝામિન કર્યું હતું. સ્વામી આ કેસમાં ફરિયાદકર્તા છે.
કોણ છે તરન્નુમ ચીમા
રાહુલ ગાંધીના બીજા વકીલ તરન્નુમ ચીમા છે, જે આરએસ ચીમાના પુત્રી છે. પિતા-પુત્રીની આ જોડી ક્રિમિનલ કેસ માટે ઘણા પ્રખ્યાત છે. તરન્નુમ એક દાયકા કરતા વધારે સમયથી વકાલત કરી રહ્યા છે. આરએસ ચીમા અને તરન્નુમ ચીમાની પિતા-પુત્રની જોડી 2જી ટ્રાયલમાં ડિફેન્સ ટીમનો ભાગ રહ્યા હતા. તરન્નુમ ચીમાએ 1984ના શીખ રમખાણ અને કોલગેટ મામલામાં પોતાના પિતાની મદદ કરી હતી. તરન્નુમ ચીમા તમામ નેતાઓના પીએમએલએ સાથે જોડાયેલા કેસ પણ લડી ચુક્યા છે.
કિરીટ પાનવાલા ચાર દાયકાથી વકાલત કરી રહ્યા છે
રાહુલ ગાંધીના ત્રીજા વકીલ એડવોકેટ કિરીટ પાનવાલા છે. પાનવાલા ચાર દાયકાથી વકાલત કરી રહ્યા છે અને તેમની ગણતરી સુરતના પ્રખ્યાત ક્રિમિનલ લોયર્સમાં થાય છે. કિરીટ પાનવાલા અત્યાર સુધી 1600 કેસ લડી ચુક્યા છે.
પાનવાલા નવયુગ લો કોલેજ અને વીટી ચોક્સી લો કોલેજમાં લેક્ચરર પણ રહ્યા છે અને તેમણે સત્યા માહિતી નામથી પુસ્તક પણ લખ્યું છે. જે તેમના અનુભવો પર આધારિત છે.