scorecardresearch

શું રાહુલ ગાંધીએ ફક્ત લોકોને સમજવા માટે 4000 કિમીની પગપાળા યાત્રા કરી? ઘણા સવાલો હજુ વણ ઉકેલ્યા

Rahul Gandhi : તેમાં કોઇ સંદેહ નથી કે યાત્રાએ કોંગ્રેસનું ભલુ કર્યું છે, તેમનો દાવો છે કે દસ વર્ષ પહેલા મેં કલ્પના પણ કરી ન હતી કે આ વાત ફેલાવવા માટે મારે 4000 કિલોમીટર ચાલવું પડશે

શું રાહુલ ગાંધીએ ફક્ત લોકોને સમજવા માટે 4000 કિમીની પગપાળા યાત્રા કરી? ઘણા સવાલો હજુ વણ ઉકેલ્યા
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી (Express Photo)

અવિનાશ પલિવાલ: બ્રિટિશ સંસદમાં રાજનેતાઓ, ડાયસ્પોરા નેતાઓ, વિદ્યાર્થીઓ અને વિદ્વાનોથી ભરેલા હોલમાં બોલતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે શા માટે ભારતનું લોકશાહી માળખું જોખમમાં છે. હિંદુ દક્ષિણપંથના સંસ્થાગત કબજાને લઇને અસંતોષ દબાવવા, લઘુમતીઓને નિશાન બનાવવાથી લઈને મીડિયાની સ્વતંત્રતામાં ઓછી કરવા સુધીની વાત રાહુલે કરી હતી.

રાહુલ ગાંધી પાસે ઇચ્છા છે પણ રસ્તો નથી. આ તે વિરોધ છે જેણે સત્તામાં રહેલી ભાજપને એટલા આશ્વત કર્યા કે તે આખા ભારતમાં તેમના ચાલવામાં વિધ્ન કરશે નહીં. જોકે રાહુલ યાત્રાને એક વિશાળ રાજનીતિક કાર્ય અને સૌથી મોટા લામબંદીના રૂપમાં જોવે છે. તેમાં કોઇ સંદેહ નથી કે યાત્રાએ કોંગ્રેસનું ભલુ કર્યું છે.

યાત્રા રાહુલ ગાંધીની છાપ સુધારવા માટે હતી. તેમનો દાવો છે કે દસ વર્ષ પહેલા મેં કલ્પના પણ કરી ન હતી કે આ વાત ફેલાવવા માટે મારે 4000 કિલોમીટર ચાલવું પડશે. તેમણે એ પણ નોધ્યું કે તે ચાલ્યા કારણ કે તે લોકોને સાંભળવા માંગતા હતો અને આ ભાજપ વિરુદ્ધ અન્ડરકરન્ટ છે. પરંતુ જ્યારે કોઈએ પૂછ્યું કે ભારતના લોકોએ તેમને ખરેખર શું કહ્યું તો તેમણે આ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. તેના બદલે તેમણે સ્વીકાર્ય કર્યો કે જ્યાં સુધી તે રસ્તા પર ન આવ્યા ત્યાં સુધી તે ચાલવાના ઉદ્દેશ્ય વિશે ખરેખર સ્પષ્ટ ન હતા.

જોકે પછી સ્વીકાર કરે છે કે યાત્રા ફક્ત આત્મ ખોજ અને છાપ સુધારવાની એક કવાયદ હતી? આ મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે જેમાં તે સફળ થયા. 2020-21ના ખેડૂતોનો વિરોધ, 2019-29નો શાહીન બાગનો વિરોધ કે કે 2022ના ભારત બંધનો ઉલ્લેખ કર્યા વગર તેને મોટા પ્રમાણમાં લામબંદીના રૂપમાં પ્રસ્તુત કરવું, જેમાંથી બધા મુદ્દામાં ભારતની રાજનીતિને નવું રુપ આપવા માટે આવશ્યક સાહસ છે. આવામાં રાહુલ ગાંધીના ઇરાદા પર સવાલ ઉભા થાય છે. આખરે આ પ્રદર્શનકારીઓ દ્વારા સામનો કરવામાં આવેલી દમનકારી રાજ્ય પ્રતિક્રિયા અને મીડિયાની ચુપ્પી અને જે આસાનીથી રાહુલ ગાંધીની યાત્રા આગળ વધી, તે વચ્ચેના અંતરને યાદ કરવું મુશ્કેલ છે. શું આ બધું તેમના વિશે છે કે પછી તેઓ વિપક્ષના રાજકારણ પ્રત્યે ગંભીર છે?

આ પણ વાંચો – વિપક્ષી નેતાઓને માત્ર બે મિનિટનો સમય, મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્રને પૂછ્યું આ કયો નિયમ છે?

કોંગ્રેસની અંદર અને બહાર ગઠબંધન બનાવવામાં રાહુલ ગાંધીની નિષ્ફળતા આ સવાલને મહત્વનો બનાવે છે. પાર્ટીમાં તે નવા સહયોગીને બનાવવાની સરખામણીમાં જૂના સહયોગીઓને ઝડપથી ખોઇ રહ્યા છે. પક્ષપલટાની યાદી મોટી અને નિરંતર છે. ઇન્દિરા ગાંધી આ પ્રકારના કેન્દ્રીકરણને એટલા માટે ખેંચી શક્યા કારણ કે તેમને સત્તામાં એક પાર્ટી વિરાસતમાં મળી હતી. રાહુલને વિરાસતમાં પડકાર મળ્યો છે. અન્ય વિપક્ષી દળોએ પણ જેમાંથી કેટલાકે પોતાના રાજ્યમાં ભાજપને સફળતાપૂર્વક પડકાર આપ્યો છે તેમણે પોતાના પ્રદર્શન પર થોડી વિન્રમતા બનાવી રાખી.

એ પૂછવા પર કે સત્તામાં આવ્યા પછી તે સૌથી પહેલા શું કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે તે એ વિશે વિચારશે કે ભારતના લોકતાંત્રિક સ્થાનને મજબૂત કેવી રીતે કરી શકાય. આ ઉત્તરે સ્પષ્ટ કર્યું કે તેમની પાસે ગ્લોબલ પબ્લિક માટે કશું નથી. જેને તે સંરક્ષિત કરવા માંગે છે. તેવી જ રીતે એક શક્તિ તરીકે ભારતની સ્થિતિ પર તેમણે દાવો કર્યો કે તેઓ અગ્રણી શબ્દ પસંદ નથી કરતા અને ભારતને સેતુ શક્તિ બનવા માંગે છે.

Web Title: Rahul gandhi walked 4000 km to listen and learn but was he paying attention

Best of Express